નવી દિલ્હીઃ ભારત અને બાંગ્લાદેશ (IND vs BAN) વચ્ચે શુક્રવાર 22 નવેમ્બરથી ડે-નાઇટ ટેસ્ટ (Day night test) મેચ રમાશે. ભારત અને બાંગ્લાદેશ (BAN vs IND) બંન્ને ટીમોની આ પ્રથમ ડે-નાઇટ ટેસ્ટ મેચ છે. આ ઐતિહાસિક ટેસ્ટ મેચ પહેલા જાણીએ ડે-નાઇટ ટેસ્ટ સાથે જોડાયેલ કેટલાક ખાસ રેકોર્ડ... 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઓસ્ટ્રેલિયાનો શાનદાર રેકોર્ડ
ઓસ્ટ્રેલિયન ટીમ ડે-નાઇટ ટેસ્ટમાં સૌથી સફળ ટીમ છે. ટીમે સૌથી વધુ પાંચ ડે-નાઇટ ટેસ્ટ મેચ રમી છે અને તેનો રેકોર્ડ શાનદાર રહ્યો છે. પ્રથમ ડે-નાઇટ ટેસ્ટ મેચ 27 નવેમ્બર 2015થી ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાઇ હતી. ઓસ્ટ્રેલિયાએ આ મેચ ત્રણ વિકેટથી જીતી હતી. આ સિવાય ઓસ્ટ્રેલિયાએ સાઉથ આફ્રિકા, ઈંગ્લેન્ડ, પાકિસ્તાન અને શ્રીલંકાને પણ હરાવ્યું છે. વેસ્ટ ઈન્ડિઝે અત્યાર સુધી ત્રણ ડે-નાઇટ ટેસ્ટ રમી છે અને ત્રણેયમાં પરાજયનો સામનો કર્યો છે. ઈંગ્લેન્ડની ટીમના નામે ડે-નાઇટ ટેસ્ટમાં સૌથી મોટી જીતનો રેકોર્ડ છે. તેણે ઓગસ્ટ 2017મા વેસ્ટ ઈન્ડિઝને ઈનિંગ અને 209 રનના અંતરથી પરાજય આપ્યો હતો. 


સૌથી વધુ રન
પાકિસ્તાનના અઝહર અલીના નામે ડે-નાઇટ ટેસ્ટ મેચમાં સૌથી વધુ રન છે. તેણે ત્રણ મેચ રમી છે અને 91.20ની એવરેજથી 456 રન બનાવ્યા છે. તેણે એક સદી અને બે અડધી સદી ફટકારી છે. ઓસ્ટ્રેલિયાનો સ્ટીવ સ્મિથ આ યાદીમાં બીજા નંબર પર છે, જેણે ત્રણ અડધી સદી અને એક સદીની મદદથી 405 રન બનાવ્યા છે. સ્મિથની એવરેજ 50.62ની રહી છે. 


Ind vs Ban: 4 વર્ષમાં રમાઇ માત્ર 11 Day-Night ટેસ્ટ મેચ, ભારત બનશે સાતમો દેશ


એક ઈનિંગમાં સૌથી વધુ રન
અઝહર અલીના નામે આ સિદ્ધી નોંધાયેલી છે. તેણે દુબઈ ટેસ્ટમાં વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ 302 રન બનાવ્યા હતા. ઓક્ટોબર 2016મા અલીએ ત્રેવડી સદી ફટકારી હતી. પાકિસ્તાને આ મેચમાં 56 રને જીત મેળવી હતી. ઈંગ્લેન્ડનો પૂર્વ કેપ્ટન એલિસ્ટર કુક આ યાદીમાં બીજા નંબર પર છે, જેણે વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ બર્મિંઘમમાં ઓગસ્ટ 2017મા 243 રન બનાવ્યા હતા. 


સૌથી વધુ વિકેટ ઝડપનાર બોલર
ઓસ્ટ્રેલિયાના મિશેલ સ્ટાર્ક ડે-નાઇટ ટેસ્ટમાં સૌથી સફળ બોલર છે. તેણે પાંચ મેચોમાં 26 વિકેટ ઝડપી છે. તેનો બેસ્ટ સ્પેલ 88 રન આપીને પાંચ વિકેટ છે. ઓસ્ટ્રેલિયાનો જોશ હેઝલવુડ 21 વિકેટ સાથે બીજા સ્થાન પર છે. 


ડે-નાઇટ ટેસ્ટના પ્રથમ ચાર દિવસની તમામ ટિકિટે વેચાઈઃ સૌરવ ગાંગુલી


ઈનિંગમાં સર્વશ્રેષ્ઠ પ્રદર્શન
વેસ્ટ ઈન્ડિઝના લેગ સ્પિનર દેવેન્દ્ર બીશૂના નામે ડે-નાઇટ ટેસ્ટમાં એક ઈનિંગમાં સર્વશ્રેષ્ઠ બોલિંગનો રેકોર્ડ છે. તેણે પાકિસ્તાન વિરુદ્ધ 49 રન આપીને 8 વિકેટ ઝડપી હતી. આ મેચની પ્રથમ ઈનિંગમાં અલીએ ત્રેવડી સદી ફટકારી હતી. ઓસ્ટ્રેલિયાના પેટ કમિન્સના નામે 23 રન આપીને છ વિકેટ છે અને તે આ યાદીમાં બીજા સ્થાને છે. 


11 વખત ટીમો 150થી ઓછા સ્કોર પર ઓલઆઉટ
દિવસ રાત ટેસ્ટ મેચનું રસપ્રદ પાસું એક તે પણ રહ્યું છે કે અહીં 150 રનની અંદર અત્યાર સુધી 11 વખત ટીમો ઓલઆઉટ થઈ ચુકી છે. 


પિંક બોલથી ટેસ્ટ સકારાત્મક શરૂઆત, પરંતુ સુવિધામાં સુધાર જરૂરીઃ દ્રવિડ


ફાસ્ટરોનો દબદબો
ડે-નાઇટ ટેસ્ટમાં અત્યાર સુધી ફાસ્ટ બોલરોનો દબદબો જોવા મળ્યો છે. 11 ટેસ્ટ મેચમાં ફાસ્ટ બોલરોએ 25ની એવરેજથી 257 વિકેટ પોતાના નામે કરી છે. તો સ્પિનરોએ 31ની એવરેજથી માત્ર 91 વિકેટ પોતાના નામે કરી છે. 


અત્યાર સુધી રમાઇ છે 11 ડે નાઇટ ટેસ્ટ મેચ
ઓસ્ટ્રેલિયા વિ. ન્યુઝીલેન્ડ 27 નવેમ્બરથી 1 ડિસેમ્બર 2015
પાકિસ્તાન વિ. વેસ્ટ ઇન્ડીઝ 13 થી 17 ઓક્ટોબર 2016
ઓસ્ટ્રેલિયા વિ. આફ્રિકા 24 થી 28 નવેમ્બર 2016
ઓસ્ટ્રેલિયા  વિ. પાકિસ્તાન 15 થી 19 ડિસેમ્બર, 2016
ઇંગ્લેન્ડ વિ. વેસ્ટ ઇન્ડીઝ, 17-21 ઓગસ્ટ 2017
પાકિસ્તાન વિ શ્રીલંકા 6 થી 10 ઓક્ટોબર 2017
ઓસ્ટ્રેલિયા વિ ઇંગ્લેંડ 2 થી 6 ડિસેમ્બર 2017
દક્ષિણ આફ્રિકા વિ. ઝિમ્બાબ્વે 26 થી 29 ડિસેમ્બર 2017
ન્યૂઝીલેન્ડ વિ ઇંગ્લેન્ડ 22 થી 26 માર્ચ 2018
વેસ્ટ ઇન્ડીઝ વિ શ્રીલંકા 23 થી 27 જૂન 2018 સુધી
ઓસ્ટ્રેલિયા વિ શ્રીલંકા 24 થી 28 જાન્યુઆરી 2019


લેટેસ્ટ ન્યૂઝ જાણો,  જુઓ LIVE TV


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube