Ind vs Ban: 4 વર્ષમાં રમાઇ માત્ર 11 Day-Night ટેસ્ટ મેચ, ભારત બનશે સાતમો દેશ

ભારતીય ટીમ વધુ એક ઈતિહાસ રચવા જઈ રહી છે. આગામી 22 નવેમ્બરે કોલકત્તાના ઈડન ગાર્ડન સ્ટેડિયમમાં ભારત બાંગ્લાદેશ સામે પોતાની પ્રથમ ડે-નાઇટ ટેસ્ટ મેચ રમશે. 
 

Ind vs Ban: 4 વર્ષમાં રમાઇ માત્ર 11 Day-Night ટેસ્ટ મેચ, ભારત બનશે સાતમો દેશ

નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડના (BCCI) અધ્યક્ષ સૌરવ ગાંગુલીએ ડે-નાઇટ ટેસ્ટ (Day-Night Test) ભારતમાં કરાવવાના નિર્ણયથી નવો ઈતિહાસ રચી દીધો છે. આ નિર્ણય બાદ ભારત હવે તે ટીમોની યાદીમાં સામેલ થઈ જશે જે ટેસ્ટ ક્રિકેટના નવા રોમાંચમાં સામેલ થઈ છે. વર્ષ 2015મા નવેમ્બરમાં પ્રથમવાર આંતરરાષ્ટ્રીય ડે-નાઇટ ટેસ્ટ મેચ રમાઇ હતી પરંતુ ત્યારથી અત્યાર સુધી માત્ર 11 મેચ રમાઇ છે. 

ભારત અને બાંગ્લાદેશ વચ્ચે 22થી 26 નવેમ્બર વચ્ચે કોલકત્તાના ઇડન ગાર્ડન મેદાન પર ડે-નાઇટ ટેસ્ટ મેચ રમાશે. આ મેચનું મહત્વ તે માટે પણ છે કે ટીમ ઈન્ડિયા પ્રથમવાર કોઈ ડે નાઇટ ટેસ્ટ મેચ રમશે અને તેનું આયોજન ભારતમાં કરવામાં આવશે. ભારત અને બાંગ્લાદેશ વચ્ચે રમાનારો આ મુકાબલો 12મો ડે નાઇટ ટેસ્ટ હશે, આ પહેલા કુલ 11 એવી ટેસ્ટ મેચ રમાઇ ચુકી છે. અમે તમને જણાવીએ કે અત્યાર સુધી કઈ-કઈ ટીમ ડે નાઇટ ટેસ્ટ મેચ રમી ચુકી છે. 

ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડે કર્યો હતો પ્રારંભ
પ્રથમ ડે નાઇટ ટેસ્ટ મેચ વર્ષ 2015મા ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાઇ હતી. આ મેચ ઓસ્ટ્રેલિયાના એડિલેડમાં 27 નવેમ્બરથી 1 ડિસેમ્બર વચ્ચે રમાઇ હતી. યજમાન ઓસ્ટ્રેલિયાએ ત્યારે 3 વિકેટે વિજય મેળવ્યો હતો. 

ભારત ડે નાઇટ ટેસ્ટની યજમાની કરનાર 7મી ટીમ
અત્યાર સુધી ઓસ્ટ્રેલિયા, પાકિસ્તાન, ઈંગ્લેન્ડ, દક્ષિણ આફ્રિકા, ન્યૂઝીલેન્ડ અને વેસ્ટ ઈન્ડિઝ ડે નાઇટ ટેસ્ટની યજમાની કરી ચુક્યા છે. કોલકત્તા ટેસ્ટ મેચ બાદ ભારત આમ કરનાર સાતમો દેશ બની જશે. અત્યાર સુધી ઓસ્ટ્રેલિયાએ સૌથી વધુ ડે નાઇટ ટેસ્ટની યજમાની કરી છે. તો પાકિસ્તાન આ લિસ્ટમાં બીજા સ્થાને છે. 

યજમાનીમાં ઓસ્ટ્રેલિયા નંબર વન
સૌથી વધુ ડે નાઇટ ટેસ્ટની યજમાની ઓસ્ટ્રેલિયાએ કરી છે. અત્યાર સુધી તે 5 ડે-નાઇટ મેચનું આયોજન કરી ચુક્યું છે. ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ ન્યૂઝીલેન્ડ, દક્ષિણ આફ્રિકા, પાકિસ્તાન, ઈંગ્લેન્ડ અને શ્રીલંકાની ટીમની ડે નાઇટ ટેસ્ટમાં યજમાની કરી છે. પાકિસ્તાને યૂએઈમાં વેસ્ટ ઈન્ડિઝ અને શ્રીલંકાની ટીમની ડે નાઇટ ટેસ્ટમાં યજમાની કરી છે. 

અત્યાર સુધી રમાઇ છે 11 ડે નાઇટ ટેસ્ટ મેચ

  • ઓસ્ટ્રેલિયા વિ. ન્યુઝીલેન્ડ 27 નવેમ્બરથી 1 ડિસેમ્બર 2015
  • પાકિસ્તાન વિ. વેસ્ટ ઇન્ડીઝ 13 થી 17 ઓક્ટોબર 2016
  • ઓસ્ટ્રેલિયા વિ. આફ્રિકા 24 થી 28 નવેમ્બર 2016
  • ઓસ્ટ્રેલિયા  વિ. પાકિસ્તાન 15 થી 19 ડિસેમ્બર, 2016
  • ઇંગ્લેન્ડ વિ. વેસ્ટ ઇન્ડીઝ, 17-21 ઓગસ્ટ 2017
  • પાકિસ્તાન વિ શ્રીલંકા 6 થી 10 ઓક્ટોબર 2017
  • ઓસ્ટ્રેલિયા વિ ઇંગ્લેંડ 2 થી 6 ડિસેમ્બર 2017
  • દક્ષિણ આફ્રિકા વિ. ઝિમ્બાબ્વે 26 થી 29 ડિસેમ્બર 2017
  • ન્યૂઝીલેન્ડ વિ ઇંગ્લેન્ડ 22 થી 26 માર્ચ 2018
  • વેસ્ટ ઇન્ડીઝ વિ શ્રીલંકા 23 થી 27 જૂન 2018 સુધી
  • ઓસ્ટ્રેલિયા વિ શ્રીલંકા 24 થી 28 જાન્યુઆરી 2019
     

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news