જુવેન્ટસના ખેલાડી પ્રેક્ટિસ પર પરત ફર્યા, હવે જોડાશે રોનાલ્ડો
દિગ્ગજ ફુટબોલરોમાં સામેલ ક્રિસ્ટિયાનો રોનાલ્ડો (Cristiano Ronaldo)એ સીરિ એની છેલ્લી મેચ 8 માર્ચે રમી હતી.
મિલાનઃ જુવેન્ટસના ખેલાડી ટીમના પ્રેક્ટિસ સેન્ટર પર વ્યક્તિગત અભ્યાસ માટે પહોંચી ગયા જ્યારે ઇટાલીથી પરત ફર્યા બાદ સ્ટાર ફુટબોલર ક્રિસ્ટિયાનો રોનાલ્ડો બે સપ્તાહના કોરોના વાયરસ ક્વોરેન્ટાઇનમાં ચાલ્યો ગયો છે. કેપ્ટન જિયોર્જિયો ચિયેલિનિ ડિફેન્ડર લિયોનાર્ડો બોનુચીની સાથે અહીં પહોંચ્યા છે. તેમણે ચહેરા પર માસ્ક જરૂર પહેર્યું છે.
આ પહેલા તેના ઘણા ખેલાડી અહીં પહોંચી ચુક્યા હતા. રોનાલ્ડો અને તેમનો પરિવાર સોમવારે પોર્ટુગલથી તૂરીન પહોંચ્યો હતો. પાંચ વાર ફીફાનો સર્વશ્રેષ્ઠ ફુટબોલર રહેલ રોનાલ્ડો પોર્ટુગલના મડેઇરાથી ખાનગી જેટથી અહીં પહોંચ્યો હતો.
રૈના માટે કેમ બંધ થયા ટીમ ઈન્ડિયાના દરવાજા, MSK પ્રસાદે જણાવ્યું કારણ
રોનાલ્ડોએ સીરી એની અંતિમ મેચ 8 માર્ચે રમી હતી. કોરોના મહામારીથી સૌથી વધુ પ્રભાવિત ઇટાલીમાં 29000થી વધુ લોકોના મોત થયા છે. જુવેન્ટસે પોતાના તમામ 10 વિદેશી ખેલાડીઓને બોલાવી લીધા છે કારણ કે તેને ક્લબના મેદાનો પર વ્યક્તિગત રૂપે પ્રેક્ટિસની મંજૂરી મળી ગઈ છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube