રૈના માટે કેમ બંધ થયા ટીમ ઈન્ડિયાના દરવાજા, MSK પ્રસાદે જણાવ્યું કારણ
રૈનાએ 2018-2019ની ડોમેસ્ટિક સીઝનમાં પાંચ રણજી મેચોમાં 243 રન બનાવ્યા હતા. તો આઈપીએલ 2019માં 17 મેચોમાં 383 રન બનાવી શક્યો હતો.
Trending Photos
નવી દિલ્હીઃ ભારતીય ટીમથી બહાર રહેલા સુરેશ રૈનાને ભલે લાગતુ હોય કે રાષ્ટ્રીય પસંદગી સમિતિએ તેની સાથે ખોટુ કર્યું પરંતુ સમિતિના પૂર્વ મુખ્ય પસંદગીકાર એમએસકે પ્રસાદે સ્પષ્ટ રીતે કહ્યું કે, 2018-2019ના ઘરેલૂ સત્રમાં તેનું ફોર્મ વાપસી લાયક નહોતું. ભારત માટે 226 વનડે અને 78 ટી20 સિવાય 18 ટેસ્ટ રમી ચુકેલા 33 વર્ષના રૈનાએ છેલ્લી આંતરરાષ્ટ્રીય મેચ જુલાઈ 2018માં ઈંગ્લેન્ડ વિરુદ્ધ રમી હતી.
પાછલા વર્ષે નેધરલેન્ડમાં ઘુંટણની સર્જરી કરાવનાર રૈના ઈન્ડિયન પ્રીમિયર લીગમાં ચેન્નઈ સુપર કિંગ્સ માટે રમીને વાપસી કરવા ઈચ્છતો હતો પરંતુ હવે લીગ સ્થગિત થઈ ગઈ છે. પ્રસાદે કહ્યું, 'વીવીએસ લક્ષ્મણને 1999માં ભારતીય ટેસ્ટ ટીમમાંથી બહાર કરી દેવામાં આવ્યો ત્યારબાદ તેણે ડોમેસ્ટિક ક્રિકેટમાં 1400 રન બનાવ્યા હતા. સીનિયર ખેલાડીઓ પાસે આ આશા કરવામાં આવે છે.'
રૈનાએ 2018-2019ની ડોમેસ્ટિક સીઝનમાં પાંચ રણજી મેચોમાં 243 રન બનાવ્યા હતા. તો આઈપીએલ 2019માં 17 મેચોમાં 383 રન બનાવી શક્યો હતો. પ્રસાદે કહ્યું, ડોમેસ્ટિક ક્રિકેટમાં રૈનાનું ફોર્મ સારૂ ન રહ્યું જ્યારે બીજા યુવા ખેલાડીઓએ શાનદાર પ્રદર્શન કરીને પોતાનો દાવો મજબૂત કર્યો હતો.
33 વર્ષીય રૈનાએ યૂટ્યૂબ શો સ્પોર્ટ્સ ટોકમાં પસંદગીકારો પર તેને બહાર કરવાનું કારણ ન જણાવવાનો આરોપ લગાવ્યો જ્યારે પ્રસાદે કહ્યું કે, તે યોગ્ય નથી. તેમણે કહ્યું, 'આ દુખદ છે કે તેણે કહ્યું કે, પસંદગીકાર રણજી મેચ જોતા નથી. બીસીસીઆઈનો રેકોર્ડ ચેક કરી લો કે રાષ્ટ્રીય પસંદગી સમિતિએ છેલ્લા ચાર વર્ષમાં કેટલી મેચ જોઈ છે.'
પ્રસાદે કહ્યું કે, તેમણે ખુદ રૈનાને બહાર કરવા વિશે જણાવ્યું હતું. તેમણે કહ્યું, મેં વ્યક્તિગત રૂપે તેની સાથે વાત કરી હતી. તેને મારા રૂમમાં બોલાવીને ભવિષ્યમાં વાપસી માટે તેને અપેક્ષાઓ વિશે જણાવ્યું હતું. તે સમયે તેણે મારા પ્રયાસોની પ્રશંસા કરી હતી. હવે તેની વાતો સાંભળીને હું હેરાન છું.
ઈસીબીએ 'ધ હંડ્રેડ' સાથે જોડાયેલા ખેલાડીઓનો કરાર કર્યો રદ્દ, 2021માં યોજાશે ટૂર્નામેન્ટ
તેમણે કહ્યું, મેં ખુદ લખનઉ અને કાનપુરમાં છેલ્લા ચાર વર્ષમાં ઉત્તર પ્રદેશની ચાર રણજી મેચ જોઈ છે. અમારી પસંદગી સમિતિએ ચાર વર્ષમાં 200થી વધુ રણજી મેચ જોઈ હતી. તેમણે કહ્યું કે, ટીમમાંથી બહાર થનારા સીનિયર ખેલાડીઓએ મોહિન્દર અમરનાથનું ઉદાહરણ જોવું જોઈએ જે 20 વર્ષના કરિયરમાં ઘણીવાર ટીમથી બહાર થયા અને વાપસી કરી હતી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે