નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે (29 ઓગસ્ટ) લોકોને ફિટ રહેવાની મુહીમ 'ફિટ ઈન્ડિયા મૂવમેન્ટ'ની શરૂઆત કરશે જેનું મુખ્ય લક્ષ્ય લોકોને ફિટ રહેવા માટે જાગરૂત બનાવવાનું છે. ભારતમાં દર વર્ષે 29 ઓગસ્ટને રાષ્ટ્રીય ખેલ દિવસના રૂપમાં મનાવવામાં આવે છે, જે હોકીના જાદૂગર ધ્યાનચંદનો જન્મદિવસ પણ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ફિટ ઈન્ડિયા અભિયાનમાં ઉદ્યોગ જગત, ફિલ્મી જગત, ખેલ જગત સિવાય અન્ય અનેક હસ્તિઓ પણ સામેલ થશે. આ અભિયાન પર ભારત સરકારના ખેલ મંત્રાલય સિવાય, માનવ સંસાધન વિકાસ મંત્રાલય, પંચાયતી રાજ મંત્રાલય, ગ્રામીણ વિકાસ મંત્રાલય જેવા મંત્રાલય આપસી તાલમેલથી કામ કરશે. 


વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હાલમાં 'મનની વાત' સંબોધનમાં કહ્યું હતું કે, તમને બધાને યાદ હશે કે 29 ઓગસ્ટે 'રાષ્ટ્રીય ખેલ દિવસ' આવવાનો છે. આ અવસર પર અમે દેશ ભરમાં 'ફિટ ઈન્ડિયા આંદોલન' કરવાના છીએ. તેમણે કહ્યું હતું કે, પોતાને તંદુરસ્ત રાખવાના છે. દેશને ફિટ બનાવવો છે. દરેક એક માટે બાળકો, વૃદ્ધો, યુવા મહિલા બધા માટે એક રોમાંચક અભિયાન હશે અને તે તમારૂ પોતાનું હશે. 


જ્યારે મનની વાત કરી હતી ત્યારે વડાપ્રધાને કહ્યું હતું કે, હું ખેલ દિવસના અવસરે આ વિષય પર વિસ્તારથી વાત કરીશ. હું તમને આ અભિયાનમાં જોડવાનો છું. કારણ કે તમે ફિટ રહો તે જોવા ઈચ્છું છું. તમને તંદુરસ્ત રહેવા માટે જાગરૂત બનાવવા ઈચ્છું છું અને ફિટ ઈન્ડિયા માટે દેશ માટે આપણે બધા મળીને કેટલાક લક્ષ્યો નક્કી કરીશું. 


ગુજરાતમાં પણ થશે ઉજવણી
રાષ્ટ્રીય ખેલ દિવસના રોજ "ફિટ ઇન્ડિયા મુવમેન્ટ" કાર્યક્રમનું રાષ્ટ્રીય સ્તરે લોન્ચિંગ થવાનું છે. જે અંતર્ગત મહેસાણા પોલીસ હેડ ક્વાટર્સ ખાતે સવારે 8થી 9 કલાક દરમિયાન જિલ્લા કક્ષાના રમોત્સવ કાર્યક્રમનું આયોજન કરાયું છે. જિલ્લા કક્ષાના રમોત્સવ બાદ રમતવીરો, અગ્રણીઓ અને નાગરિકો રેલી સ્વરૂપે ટાઉન હોલ જશે અને ટાઉનહોલમાં આયોજીત કાર્યક્રમમાં હાજરી આપશે.


પોલીસ પરેડ ગ્રાઉન્ડથી પંડિત દિનદયાલ ઉપાધ્યાય હોલ મહેસાણા ખાતે આયોજીત રેલીમાં  પદાધિકારીશ્રીઓ,  એન.જી.ઓ, સાઇકલ સવારો, એન.સી.સી, એન.એસ.એસ વિદ્યાર્થીઓ તથા નાગરીકો હાજરી આપવાના છે. ટાઉન હોલ ખાતે સન્માનપત્રનો કાર્યક્રમ અને ફિટ ઇન્ડિયા મુવમેન્ટ શપથ લેવાનો કાર્યક્રમ પણ યોજાવાનો છે.