પ્રો કબડ્ડી 2019: આજે ટકરાશે દબંગ દિલ્હી V/S તમિલ થલાઇવાઝ
પ્રો કબડ્ડી લીગ સીઝન 7નો 9મો મુકાબલો દબંગ દિલ્હી અને તમિલ થલાઇવાઝ વચ્ચે હૈદ્વાબાદના ગચ્ચીબાવલી ઇંડોર સ્ટેડિયમ ખાતે રમાશે. ગત સીઝન આ બંને ટીમો વચ્ચે રમાયેલી બંને મુકાબલામાં દબંગ દિલ્હીની ટીમે 30-29 અને 37-33ના સ્કોરથી બાજી મારી હતી.
નવી દિલ્હી: પ્રો કબડ્ડી લીગ સીઝન 7નો 9મો મુકાબલો દબંગ દિલ્હી અને તમિલ થલાઇવાઝ વચ્ચે હૈદ્વાબાદના ગચ્ચીબાવલી ઇંડોર સ્ટેડિયમ ખાતે રમાશે. ગત સીઝન આ બંને ટીમો વચ્ચે રમાયેલી બંને મુકાબલામાં દબંગ દિલ્હીની ટીમે 30-29 અને 37-33ના સ્કોરથી બાજી મારી હતી.
જો દબંગ દિલ્હીની વાત કરીએ તો ભારતના ચંદ્વન રંજીત મુખ્ય રાઇડરના રૂપમાં રમશે અને નવીન કુમાર તેમનો સાથે આપતાં જોવા મળશે. ઓલ રાઉન્ડર ડિપાર્ટમેન્ટની વાત કરીએ તો ભારતના વિજય માલિક અને ઇરાનમાં મિરાજ શેખ ટીમમાં જોવા મળશે. ડિફેંડરના રૂપમાં લેફ્ટ કોર્નરમાં કેપ્ટન જોગિંદર નરવાલ અને રાઇટ કવરમાં પહેલ અને વિશાલ માને ટીમમાં ભાગ લેશે.
બીજી તરફ તમિલ થલાઇવાઝની વાત કરીએ તો પ્રો કબડ્ડીના ઇતિહાસના સૌથી સારા રાઇડર રાહુલ ચૌધરી અને અજય ઠાકુર મુખ્ય રાઇડરના રૂપમાં રમશે. ભારતીય ખેલાડી શબ્બીર બાપૂ ત્રીજા રાઇડરના રૂપમાં રમતાં જોવા મળશે. ઓલ રાઉન્ડ ડિપાર્ટમેન્ટની વાત કરીએ, તો મંજીત ચિલ્લર અને પી.સુબ્રમણ્યમ ટીમમાં જોવા મળશે. ડિફેંડરના રૂપમાં લેફ્ટ કોર્નરમાં રણ સિંહ અને રાઇટ કોર્નરમાં મોહિત ચિલ્લર ટીમનો ભાગ બનશે.
ICC ટેસ્ટ રેન્કિંગ: વિરાટ કોહલી અને ટીમ ઇન્ડિયાનો દબદબો યથાવત, બીજા નંબરે છે આ ખેલાડી...
દબંગ દિલ્હી Vs તમિલ થલાઇવાઝ: બંને ટીમોનું પ્રદર્શન
દિલ્હીની ટીમે પોતાની પહેલી મેચમાં તેલુગૂ ટાઇટંસને 34-33 થી હરાવી હતી. તો બીજી તરફ તમિલ થલાઇવાઝ પણ પોતાની પહેલી મેચમાં તેલૂગુ ટાઇટંસને 39-26થી માત આપીને આ મેચમાં ઉતરશે. બંને ટીમો દિલ્હીની ટીમે ગત સિઝનમાં આશા કરતાં વધુ પ્રદર્શન કર્યું હતું અને તે પહેલીવાર પ્લેઓફમાં ઉતરી હતી.
દબંગ દિલ્હી Vs તમિલ થલાઇવાઝ: હેડ ટૂ હેડ રેકોર્ડ
પ્રો કબડ્ડી લીગમાં અત્યાર સુધી દબંગ દિલ્હી અને તમિલ થલાઇવાઝની ટીમો 6 વાર સામસામે આવી ચૂકી છે, જેમાં દિલ્હીની ટીમનું પલડું ભારે છે. દિલ્હીની ટીમે તમિલ થલાઇવાઝને 5 મેચોમાં હરાવી છે, જ્યારે 1 મેચમાં તેને હારનો સામનો કરવો પડ્યો છે. ગત સીઝનમાં બંને ટીમો એકબીજા વિરૂદ્ધ એક જ મેચ રમશે, જેમાં દબંગ દિલ્હીએ તમિલ થલાઇવાઝને 37-33 થી પરાજિત કર્યું હતું.
ICC વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ 2019-21 : જાણો ટેસ્ટ ક્રિકેટના 'વર્લ્ડ કપ' વિશે A to Z
અનુભવી ડિફેંડર અને કેપ્ટન જોગિંદર નરવાલ, રવિન્દર પહલ અને નવીન કુમાર હોવાથી આ સીઝનમાં ટીમ સંતુલિત લાગી રહી છે. બીજી તરફ તમિલ થલાઇવાઝમાં પણ કેપ્ટન અજય ઠાકુર, રાહુલ ચૌધરી અને મંજીત છિલ્લર હોવાથી ટીમ ખૂબ મજબૂત જોવા મળી રહી છે.
બંને ટીમોની સંભવિત શરૂઆતી 7:
દબંગ દિલ્હી: ચંદ્વન રંજીત, નવીન કુમાર, વિજય માલિક, મિરાજ શેખ, જોગિંદર નરવાલ (કેપ્ટન), રવિંદર પહલ અને વિશાલ માને.
તમિલ થલાઇવાઝ: રાહુલ ચૌધરી (કેપ્ટન), અજય ઠાકુર, શબ્બીર બાપૂ, મંજીત ચિલ્લર, પી. સુબ્રમણ્યમ, રણ સિંહ અને મોહિત છિલ્લર.