ICC ટેસ્ટ રેન્કિંગ: વિરાટ કોહલી અને ટીમ ઇન્ડિયાનો દબદબો યથાવત, બીજા નંબરે છે આ ખેલાડી...

ICC ટેસ્ટ રેન્કિંગમાં આજે પણ વિરાટ કોહલી અને ટીમ ઇન્ડિયાનો દબદબો કાયમ છે. વિરાટની બાદશાહત હજુ પણ યથાવત છે. ન્યૂઝીલેન્ડ ટીમના કેપ્ટન કેન વિલિયમ્સન છે બીજા ક્રમે.

ICC ટેસ્ટ રેન્કિંગ: વિરાટ કોહલી અને ટીમ ઇન્ડિયાનો દબદબો યથાવત, બીજા નંબરે છે આ ખેલાડી...

દુબઇ: ભારતીય ક્રિકેટ ટીમ અને કેપ્ટન વિરાટ કોહલી (Virat Kohli) આઇસીસી (ICC) દ્વારા મંગળવારે જાહેર કરાયેલા લેટેસ્ટ ટેસ્ટ રેન્કિંગમાં ક્રમશ: ટીમ અને બેટ્સમેનની યાદીમાં ટોપ પર કાયમ છે. કોહલી 922 પોઇન્ટ સાથે પ્રથમ સ્થાને છે અને ન્યૂઝીલેન્ડ ટીમના કેપ્ટન કેન વિલિયમ્સન 913 પોઇન્ટ સાથે બીજા સ્થાને છે. ભારતીય બેટ્સમેન ચેતેશ્વર પુજારા 881 પોઇન્ટ સાથે ત્રીજા સ્થાન પર છે. 

ટેસ્ટ ટીમ રેન્કિંગમાં ભારત પહેલા સ્થાને છે. જ્યારે ન્યૂઝીલેન્ડ બીજા સ્થાને, દક્ષિણ આફ્રિકા ત્રીજા સ્થાને, ઇંગ્લેન્ડ ચોથા અને ઓસ્ટ્રેલિયા પાંચમા સ્થાને છે. આઇસીસી ટેસ્ટ ટીમમાં બોલરોની યાદીમાં ભારતના રવિન્દ્ર જાડેજા છઠ્ઠા અને રવિચંદ્રન અશ્વિન 10 મા નંબરે છે. 

ઓલરાઉન્ડરની યાદીમાં જાડેજા ત્રીજા સ્થાને છે. બાંગ્લાદેશનો શાકિબ અલ હસન પહેલા અને વેસ્ટઇન્ડિઝનો જેસન હોલ્ડર બીજા સ્થાને છે. 

(માહિતી-આઇએએનએસ)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news