ભારતીય બેડમિન્ટનના ભવિષ્યને લઈને ચિંતામાં છે ગોપીચંદ, જાણો શું કહ્યું
પુલેલા ગોપીચંદે પીવી સિંધુની હાજરીમાં પત્રકાર પરિષદમાં કહ્યું, `આપણે કોચોમાં પૂરતી માત્રામાં રોકાણ કર્યું નથી.`
નવી દિલ્હીઃ ભારત ભલે પીવી સિંધુના રૂપમાં પોતાના પ્રથમ વિશ્વ ચેમ્પિયનની સફળતાનો જશ્ન મનાવી રહ્યું હોય, પરંતુ રાષ્ટ્રીય બેડમિન્ટન કોચ પુલેલા ગોપીચંદનું માનવું છે કે ભવિષ્યને લઈને ચિંતા કરવાનું કારણ છે કારણ કે દેશે કોચોમાં જરૂરી રોકાણ કર્યું નથી. ઓલિમ્પિક સિલ્વર મેડલ વિજેતા સિંધુ રવિવારે બેડમિન્ટનમાં ભારતની પ્રથમ વિશ્વ ચેમ્પિયન બની, જ્યારે તેણે ફાઇનલમાં જાપાનની નોઝામી ઓકુબારાને સીધા સેટમાં હરાવી હતી.
ગોપીચંદનું પરંતુ માનવું છે કે દેશે તે તથ્યનો સ્વીકાર કરવો પડશે કે ઝડપથી સામે આવી રહેલી પ્રતિભાને સંભાળવા માટે પર્યાપ્ત કોચ નથી. ગોપીચંદે સિંધુની હાજરીમાં પત્રકાર પરિષદમાં કહ્યું, 'આપણે કોચોમાં જરૂરી રોકાણ કર્યું નથી.'
દ્રોણાચાર્ય પુરસ્કાર વિજેતા ગોપીચંદને સિંધુ જ નહીં પરંતુ સાઇના નેહવાલ અને કે શ્રીકાંત સહિત અન્ય ખેલાડીઓને આગળ લાવવાનો શ્રેય પણ જાય છે. તેમણે કહ્યું, 'આપણે સ્તરના કોચ તૈયાર કરી શકતા નથી અને આ ટ્રેનિંગ કાર્યક્રમ નથી. આ આપણા આસપાસ સાથે જોડાયેલા માહોલનો મામલો છે. તેથી આપણે આ ખાઈને પૂરવા માટે વધુ સારી મહેનત કરવાની જરૂર છે.'
ગોપીચંદે કહ્યું કે, ટીમની સાથે દક્ષિણ કોરિયાના કિમ જી હ્યુન જેવા કેટલાક વિદેશી કોચ છે, પરંતુ સામે આવી રહેલી પ્રતિભાને સંભાળવા માટે વધુ કોચોની જરૂર છે. ગોપીચંદે કહ્યું કે, અનુભવી આંતરરાષ્ટ્રીય ખેલાડીઓ વિરુદ્ધ મેચોની રણનીતિ બનાવવા માટે વધુ કોચોની જરૂર છે.
આઈસીસીએ કર્યું સચિન તેંડુલકરનું 'અપમાન', નારાજ ફેન્સે ટ્વીટર પર વ્યક્ત કર્યો ગુસ્સો
તેમણે કહ્યું, 'આપણે તે હાસિલ કર્યું નથી. આશા કરુ છું કે જ્યારે આ પેઢીના લોકો આવશે તો આપણને ખરેખર આ લોકો મળશે. જો આ લોકો ફરી કોચિંગમાં જોડાય તો આપણે એટલા કોચ મળી જશે જેટલાની જરૂર છે.' પૂર્વ ઓલ ઈંગ્લેન્ડ ચેમ્પિયન ગોપીચંદે કહ્યું કે વ્યસ્ત કાર્યક્રમને કારણે પણ વધુ કોચો અને ફિઝિયોથેરેપિસ્ટની જરૂર છે.