ઓન્ડેસી (ડેનમાર્ક): ભારતની વિશ્વ વિજેતા મહિલા સિંગલ ખેલાડી પીવી સિંધુ (pv sindhu) મંગળવારે અહીં ચાલી રહેલી બીડબ્લ્યૂએફ વર્લ્ડ ટૂર સુપર 750 ડેનમાર્ક ઓપનના (denmark open) બીજા રાઉન્ડમાં પહોંચી ગઈ જ્યારે પુરૂષ સિંગલમાં પારૂપલ્લી કશ્યપ બહાર થઈ ગયો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ સિવાય સાત્વિકસાઈરાજ રેંકીરેડ્ડી અને ચિરાગ શેટ્ટીની જોડી પણ પુરૂષ ડબલના બીજા રાઉન્ડમાં પહોંચી ગઈ છે. ઓગસ્ટમાં સ્વિટ્ઝર્લેન્ડમાં આયોજીત વિશ્વ ચેમ્પિયનશિપનું ટાઇટલ જીતનારી સિંધુએ પ્રથમ રાઉન્ડના મુકાબલામાં ઇન્ડોનેશિયાની મારિસ્કા જાર્જિયા તુનજુંગને 22-20, 21-18થી હરાવી હતી. આ મેચ 38 મિનિટ ચાલી હતી. બંન્ને વચ્ચે આ છઠ્ઠી મેચ હતી. સિંધુની દર વખતે જીત થઈ છે. 


BCCI અધ્યક્ષ બન્યા પહેલા ગાંગુલીએ કરી વિરાટની પ્રશંસા, કહ્યું- તે ભારતની શાન


પુરૂષ સિંગલમાં કશ્યપને થાઈલેન્ડના સિથિકોમ થામાસિન વિરુદ્ધ 13-21, 12-21થી હાર મળી હતી. આ મેચ 38 મિનિટ ચાલી હતી. બંન્ને વચ્ચે આ બીજો મુકાબલો હતો. બંન્ને વખત થાઈ ખેલાડીએ બાજી મારી છે. પુરૂષ ડબલ્સમાં ભારતને જીત મળી હતી. રેંકીરેડ્ડી અને શેટ્ટીની જોડીએ પ્રથમ રાઉન્ડમાં જીત મેળવી લીધી છે. આ બંન્નેએ સાઉથ કોરિયાના કિમ જી જુંગ અને લી યોંગ દેઈને  24-22, 21-11થી પરાજય આપ્યો હતો. આ મેચ 39 મિનિટ ચાલી હતી.