નવી દિલ્હીઃ ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની 13મી સીઝનનું આયોજન સંયુક્ત અરબ અમીરાત એટલે કે યૂએઈમાં થવાનું છે. ટૂર્નામેન્ટમાં ભાગ લેવા માટે ટીમો આ મહિને રવાના થવાની છે. આ પ્રક્રિયા હેઠળ આઈપીએલ ફ્રેન્ચાઇઝી પોતાની ટીમના સભ્યોના કોવિડ ટેસ્ટ કરાવી રહી છે. આ સભ્યોમાં ટીમના ખેલાડી, સપોર્ટ સ્ટાફ અને અન્ય લોકો સામેલ છે. આ વચ્ચે રાજસ્થાન રોયલ્સ તરફથી એક ખરાબ સમાચાર આવ્યા છે. તેમની ટીમના ફીલ્ડિંગ કોચ કોરોનાથી સંક્રમિત થયા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રાજસ્થાન રોયલ્સની ટીમે ખુદ મીડિયાને આ વાતની જાણકારી આપી છે કે તેમની ટીમના ફીલ્ડિંગ કોચ દિશાંત યાગ્નિક કોરોનાથી સંક્રમિત થયા છે. પૂર્વ રણજી ક્રિકેટર અને રાજસ્થાન રોયલ્સ માટે 4 આઈપીએલ સીઝન વિકેટકીપર-બેટ્સમેન તરીકે રમી ચુકેલ દિશાંત યાગ્નિકનો કોરોના ટેસ્ટ મુંબઈમાં થયો હતો, કારણ કે ત્યારબાદ મુંબઈથી ટીમ યૂએઈ રવાના થવાની છે. ફ્રેન્ચાઇઝીએ બીસીસીઆઈ દ્વારા નક્કી કરેલ બે ટેસ્ટ સિવાય, યૂએઈની યાત્રા કરનાર બધા ખેલાડી, સહાયક કર્મચારીઓ અને મેનેજમેન્ટ માટે વધારાનો એક ટેસ્ટ લાગૂ કરવામાં આવ્યો છે, જેથી તે નક્કી કરી શકાય કે આ પ્રક્રિયા વધુ મજબૂત બને. 


રાજસ્થાન રોયલ્સના મીડિયા વિભાગે આ જાણકારી આપી છે કે દિશાંત યાગ્નિક આ સમયે પોતાના ઘર ઉદયપુરમાં છે અને તેમને 14 દિવસ ક્વોરેન્ટાઇન માટે હોસ્પિટલમાં દાખલ થવુ પડશે. 11 દિવસ બાદ બીસીસીઆઈના પ્રોટોકોલ અનુસાર દિશાંતે બે ટેસ્ટમાંથી પસાર થવું પડશે. બે નેગેટિવ રિપોર્ટ આવ્યા બાદ તેમણે 6 દિવસ માટે યૂએઈ જતાં પહેલા આઇસોલેશનમાં રહેવું પડશે. યૂએઈ પહોંચ્યા બાદ વધુ ત્રણ નેગેટિવ ટેસ્ટ પ્રાપ્ત કરવા પડશે, ત્યારબાદ તેમને ટીમ સાથે જોડાવાની મંજૂરી આપવામાં આવશે. 


સંજય દત્તને ફેફસાનું કેન્સર, યુવરાજ સિંહે કહ્યુ- તમે જીતી જશો  


ફ્રેન્ચાઇઝીએ કહ્યું કે, અમે તે બધાને વિંનતી કરીએ કે જે છેલ્લા 10 દિવસમાં દિશાંતની નજીક કર્યાં છે તે સ્વયંમને અલગ કરીને કોવિડ-19 ટેસ્ટ કરાવે. અમે તે વાતની ખાતરી કરીએ છીએ કે રાજસ્થાન રોયલ્યનો અન્ય કોઈ ખેલાડી છેલ્લા 10 દિવસમાં દિશાંતની નજીક આવ્યો નથી. અમે ઈચ્છીએ કે તે જલદી સ્વસ્થ થાય અને યૂએઈમાં રોયલ્સની શિબિરમાં સામેલ થાય.


જુઓ LIVE TV


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube