સંજય દત્તને ફેફસાનું કેન્સર, યુવરાજે વધાર્યો જુસ્સો, કહ્યુ- તમે જીતી જશો

પૂર્વ ભારતીય ક્રિકેટર યુવરાજ સિંહે અભિનેતા સંજય દત્તને ટ્વીટર પર મેસેજ મોકલીને તેમને યોદ્ધા ગણાવ્યા છે. 

Updated By: Aug 12, 2020, 12:41 PM IST
સંજય દત્તને ફેફસાનું કેન્સર, યુવરાજે વધાર્યો જુસ્સો, કહ્યુ- તમે જીતી જશો

નવી દિલ્હીઃ બોલીવુડના સીનિયર અભિનેતા સંજય દત્ત (Sanjay Dutt Cancer)માં ફેફસાના કેન્સરની પુષ્ટિ થઈ છે. તેનું આ કેન્સર ત્રીજા સ્ટેજમાં છે. મંગળવારે સંજય દત્તે પોતાના ફેન્સને ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ કરીને આ જાણકારી આપી હતી. ત્યારબાદ પૂર્વ ભારતીય ક્રિકેટર યુવરાજ સિંહ (Yuvraj Singh)એ સંજય દત્તને પ્રેરિત કરતો મેસેજ આપ્યો છે. યુવરાજ પણ વર્ષ 2011મા આ કેન્સરથી પીડિત હતો અને તેણે આ ગંભીર બીમારીને હરાવીને ક્રિકેટના મેદાન પર એકવાર ફરી જોરદાર વાપસી કરી હતી. 

યુવરાજ સિંહે પોતાના ટ્વીટર પર સંજય દત્તને ટેગ કરતા લખ્યુ, 'સંજય દત્ત તમે એક ફાઇટર હતા, અને હંમેશા રહેશો. હું જાણું છું કે તેના કારણે કેટલુ દર્દ થાય છે પરંતુ હું તે પણ જાણું છું કે તમે મજબૂત છો અને આ મુશ્કેલ ઘડીને પાર કરી લેશો. તમે જલદી સાજા થાય તે માટે મારી પ્રાર્થનાઓ અને દુવાઓ.'

સંજય દત્તને કેન્સર ફેન્સ માગી રહ્યાં છે દુવા
મહત્વનું છે કે 8 ઓગસ્ટે સંજય દત્તને શ્વાસ લેવામાં મુશ્કેલીને કારણે મુંબઈની લીલાવતી હોસ્પિટલમાં દાખલ કરાવવામાં આવ્યા હતા. અહીં તેમનો કોવિડ-19 ટેસ્ટ થયો જે નેગેટિવ આવ્યો હતો. ત્યારબાદ 10 ઓગસ્ટે તેમને હોસ્પિટલમાંથી રજા મળી ગઈ હતી. 

11 ઓગસ્ટે ફિલ્મ સમીક્ષક કોમલ નાહતાએ ટ્વીટર પર તે જાણકારી શેર કરી કે આ દિગ્ગજ અભિનેતાને ફેફસાનું કેન્સર છે, જે સ્ટેજ 3મા છે. 

હોલીવુડના ફેમસ એક્ટરે પુત્રીનું નામ કેમ રાખ્યું 'India', વાંચી પુરી સ્ટોરી

યુવરાજ સિંહ પણ વિશ્વકપ 2011 દરમિયાન ફેફસાના કેન્સરથી ઝઝૂમી રહ્યો હતો. ત્યારે કેન્સરનું એક ટ્યૂમર તેના ફેફસામાં વિકસિત થઈ રહ્યું હતું. યુવરાજે વિશ્વકપ બાદ આ બીમારીની લંડનમાં સફળ સારવાર કરાવી હતી. 

જુઓ LIVE TV

કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube