રાજકોટઃ એસસીએ સ્ટેડિયમમાં રમાઇ રહેલી રણજી ટ્રોફીની ફાઇનલ મેચના ત્રીજા દિવસે બંગાળે પોતાની પ્રથમ ઈનિંગમાં 3 વિકેટના નુકસાન પર 134 રન બનાવી લીધા છે અને તે હજુ સૌરાષ્ટ્રથી 291 રન પાછળ છે. ત્રીજા દિવસે સ્ટમ્પ સમયે સુદીપ ચેટર્જી 47 અને વિકેટકીપર બેટ્સમેન રિદ્ધિમાન સાહા 4 રન બનાવી રમતમાં હતા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પહેલા સૌરાષ્ટ્રે પોતાની પ્રથમ ઈનિંગમાં 425 રન બનાવ્યા હતા. કાલના સ્કોર 384/8થી આગળ રમતા સૌરાષ્ટ્રની પ્રથમ ઈનિંગ 425 રન પર સમેટાઇ ગઈ હતી. ધર્મેન્દ્ર સિંહ જાડેજા 33 રન બનાવી અણનમ રહ્યો હતો. કેપ્ટન જયદેવ ઉનડકટે 20 રન બનાવ્યા હતા. બંન્નેએ 10મી વિકેટ માટે 38 રનની ભાગીદારી કરી હતી. આ પહેલા અર્પિત વસાવડાએ શાનદાર સદી ફટકારી હતી. પૂજારાએ પણ 66 રનનું યોગદાન આપ્યું હતું. બંગાળ તરફથી આકાશ દીપે 4 અને શાહબાઝ અહમદે 3 વિકેટ ઝડપી હતી. 


પ્રથમ ઈનિંગમાં બેટિંગ કરવા ઉતરેલી બંગાળની ટીમની શરૂઆત ખરાબ રહી અને તેણે માત્ર 35 રનમાં બે વિકેટ ગુમાવી દીધી હતી. સુદીપ કુમાર 26 અને કેપ્ટન અભિમન્યુ ઈશ્વરન 9 રન બનાવી આઉટ થયા હતા. ત્યારબાદ અનુભવી બેટ્સમેન મનોજ તિવારી અને સુદીપ ચેટર્જીએ ઈનિંગને સંભાળી અને ત્રીજી વિકેટ માટે 89 રનની ભાગીદારી કરી હતી. મનોજ તિવારી 35 રન બનાવી ચિરાગ જાનીનો શિકાર બન્યો હતો. 


ચોથા દિવસે સૌરાષ્ટ્રની નજર બંગાળને જલદી ઓલાઆઉટ કરવા પર હશે. કારણ કે બંગાળ હજુ 291 રન પાછળ છે. કાલે મેચનો ચોથો દિવસ છે. 


જુઓ LIVE TV


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


વાંચો સ્પોર્ટ્સના અન્ય સમાચાર