વિરાટે 4 વર્ષ સુધી ટીમમાંથી રાખ્યો બહાર! રોહિતના આવતા જ સૌથી મોટો મેચ વિનર બન્યો આ ખેલાડી
રોહિત શર્માને હાલમાં જ ભારતની ટી20 ટીમનો નવો કેપ્ટન નિયુક્ત કરવામાં આવ્યો છે. રોહિતના આવતા જ એક ખેલાડીનું ભાગ્ય સંપૂર્ણ રીતે ચમકી ગયું છે અને તે આવનારા સમયમાં ટીમનો પરમેનેન્ટ સંભ્ય બની શકે છે.
નવી દિલ્હી: ટી20 વર્લ્ડ કપ પૂર્ણ થતા જ વિરાટ કોહલીએ ભારતની ટી20 ટીમની કેપ્ટનશીપ છોડી દીધી છે. આ સાથે જ રોહતિ શર્માને આ ટીમની કમાન સોંપવામાં આવી છે. હિટમેનના આવતા જ ટીમે કમાલ કરવાની શરૂઆત કરી દીધી છે. ન્યૂઝીલેન્ડ સામે રોહિતની ટીમે 3-0 થી ટી20 સીરિઝ જીતી. ત્યારે રોહિતની કેપ્ટનશીપમાં એક એવો ખેલાડી પણ દમ દેખાડી રહ્યો છે જે ઘણા વર્ષથી ટીમમાંથી બહાર હતો.
રોહિતની કેપ્ટનશીપમાં સ્ટાર બન્યો આ ખેલાડી
ટીમ ઈન્ડિયાના સૌથી દિગ્ગજ સ્પિન બોલર રવિચંદ્રન અશ્વિને ટેસ્ટ ક્રિકેટ બાદ લિમિટેડ ઓવરની ક્રિકેટમાં ફરી એકવાર ચમત્કાર બતાવવાનું શરૂ કર્યું છે. અશ્વિન હંમેશા ટેસ્ટમાં ટીમની સૌથી મોટી તાકાત રહ્યો છે. પરંતુ અશ્વિન છેલ્લા ચાર વર્ષથી T20 ટીમની બહાર ચાલી રહ્યો હતો. જોકે હવે તેણે ધમાકેદાર વાપસી કરી છે. T20 વર્લ્ડ કપ બાદ હવે અશ્વિને ન્યૂઝીલેન્ડ સામે પણ શાનદાર બોલિંગ કરી છે. અશ્વિને ન્યૂઝીલેન્ડ સામેની ટી20 સીરિઝમાં સૌથી વધુ શાનદાર બોલિંગ કરતી વખતે ઘણી વિકેટ પણ લીધી હતી. યુઝવેન્દ્ર ચહલ અને કુલદીપ યાદવના કારણે એક સમયે ટીમમાંથી બહાર થઈ ગયેલા અશ્વિનને રોહિતની કેપ્ટન્સીમાં પોતાની કારકિર્દીમાં નવું સ્થાન હાંસલ કરવાની તક મળી છે.
ભારત સામે ઇતિહાસ રચનાર એજાઝ પટેલનું ગુજરાત કનેક્શન, જન્મસ્થળે હાંસલ કરી સિદ્ધિ
કોહલી સાથે છે અણબનાવ!
એવું માનવામાં આવે છે કે રવિચંદ્રન અશ્વિનને કેપ્ટન વિરાટ કોહલી સાથે થોડો અણબનાવ હતો. ડ્રેસિંગ રૂમમાં પણ આ બંને ખેલાડીઓ વચ્ચે બોલાચાલીના સમાચારો સામે આવી રહ્યા હતા. વચ્ચે એવા અહેવાલો પણ આવ્યા હતા કે અશ્વિને કોહલી વિશે બીસીસીઆઈને ફરિયાદ કરી હતી, પરંતુ તે પછી અનુભવી બોલરે પોતે આ વાતોને નકારી કાઢી હતી. IPL માં પણ એક વખત કોહલી અશ્વિન સાથે ખરાબ વર્તન કરતો જોવા મળ્યો હતો.
ન્યૂઝીલેન્ડના મૂળ ગૂજરાતી સ્પિનરે રચ્યો ઇતિહાસ, 'પરફેક્ટ 10'માં સામેલ થઈ આ દિગ્ગજને પાછળ છોડ્યા
4 વર્ષથી હતો બહાર
રવિચંદ્રન અશ્વિન 9 જુલાઈ 2017 પછી આ વર્ષે પ્રથમ વખત T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમ્યો હતો. જ્યારે તેને ICC T20 વર્લ્ડ કપ 2021 માટે પસંદ કરવામાં આવ્યો ત્યારે તેણે છેલ્લા 4 વર્ષની કસર 4 મેચમાં પૂરી કરી. આ બોલર મહેન્દ્ર સિંહ ધોનીની કપ્તાનીમાં સૌથી મોટો મેચ વિનર હતો, ત્યાર બાદ રોહિતની કેપ્ટન્સીમાં અશ્વિનની કમાલ જોવા મળી રહી છે.
Anupama ની કાવ્યા નંદનીનું ગળું દબાવી દીધું! શાહ હાઉસમાં ફરી થયો ઝઘડો
છેલ્લી 5 T20 મેચમાં લીધી 9 વિકેટ
રવિચંદ્રન અશ્વિને છેલ્લી 5 મેચમાં શાનદાર પ્રદર્શન કરીને કુલ 9 વિકેટ ઝડપી છે. તેણે સાબિત કર્યું છે કે તે ક્રિકેટના સૌથી ટૂંકા ફોર્મેટ માટે સંપૂર્ણ રીતે અસરકારક છે. આ રેકોર્ડ્સ જોઈને કેપ્ટન રોહિત શર્મા તેને નજરઅંદાજ કરી શકશે નહીં. આ જ કારણ છે કે હવે અશ્વિન લાંબા સમય સુધી ટીમમાં રહેવાનો છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube