ન્યૂઝીલેન્ડના મૂળ ગૂજરાતી સ્પિનરે રચ્યો ઇતિહાસ, 'પરફેક્ટ 10'માં સામેલ થઈ આ દિગ્ગજને પાછળ છોડ્યા

એજાઝ પટેલ (Ajaz Patel) એ મુંબઇ ટેસ્ટ દરમિયાન ના માત્ર અનિલ કુંબલે (Anil Kumble) અને જિમ લેકર (Jim Laker) ના વર્લ્ડ રેકોર્ડની બરાબરી કરી છે પરંતુ તેના દેશના મહાન બોલર સર રિચર્ડ હેડલી (Sir Richard Hadlee) ને પણ પાછળ છોડી દીધા છે.

ન્યૂઝીલેન્ડના મૂળ ગૂજરાતી સ્પિનરે રચ્યો ઇતિહાસ, 'પરફેક્ટ 10'માં સામેલ થઈ આ દિગ્ગજને પાછળ છોડ્યા

ઓકલેન્ડ: ન્યૂઝીલેન્ડના સ્પિનર અજાઝ પટેલ (Ajaz Patel) એ મુંબઇ ટેસ્ટમાં 'પરફેક્ટ 10' માં સામેલ થઈ ઇતિહાસ રચ્યો છે. તેણે ભારતના અનિલ કુંબલે (Anil Kumble) અને ઇંગ્લેન્ડના જિમ લેકર (Jim Laker) ની બરાબરી કરી છે. આ ખાસ કરિશ્મા બાદ એજાઝના સુપર સિનિયરે તેને અભિનંદન પાઠવ્યા છે.

સર રિચર્ડ હેડલીએ પાઠવ્યા અભિનંદન
ન્યૂઝીલેન્ડના પૂર્વ દિગ્ગજ ફાસ્ટ બોલર સર રિચર્ડ હેડલી (Sir Richard Hadlee) એ ભારતીય મૂળના સ્પિનરને અભિનંદન પાઠવતા કહ્યું કે, અજાઝ પટેલ (Ajaz Patel) ના ઇનિંગમાં 10 વિકેટ લેવાનું પરાક્રમ ના માત્ર આ બોલર માટે પરંતુ ન્યૂઝીલેન્ડ અને વર્લ્ડ ક્રિકેટ માટે પણ ખાસ ક્ષણ છે.

'પરફેક્ટ 10' માં સામેલ એજાઝ
એજાઝ પટેલ (Ajaz Patel) એ ભારત સામે મુંબઇમાં બીજી ટેસ્ટ મેચની પહેલી ઇનિંગમાં તમામ 10 વિકેટ હાંસલ કરી છે. ત જિમ લેકર (Jim Laker) અને અનિલ કુંબલે (Anil Kumble) બાદ આ ખાસ સ્થાન હાંસલ કરનારો દુનિયાનો ત્રીજો બોલર બની ગયો છે.

— ICC (@ICC) December 4, 2021

સર રિચર્ડ હેડલીનો તૂટ્યો રેકોર્ડ
33 વર્ષના એજાઝ પટેલ (Ajaz Patel) એ ન્યૂઝીલેન્ડ તરફથી એક ઇનિંગમાં બેસ્ટ બોલિંગ ફિગર મામલે સર રિચર્ડ હેડલીનો રેકોર્ડ પણ તોડ્યો છે. હેડલી (Sir Richard Hadlee) એ 1985 માં ઓસ્ટ્રેલિયા સામે 52 રન આપી 9 વિકેટ લીધી હતી.

એજાઝને સર હેડલીની સલામ
સર રિચર્ડ હેડલી (Sir Richard Hadlee) એ નિવેદનમાં કહ્યું, એજાઝને શાનદાર બોલિંગ પ્રદર્શન માટે અભિનંદન. તે જોઈને ખુશી થાય છે. તે તેનો હકદાર હતો. આ તેના, ન્યૂઝીલેન્ડ ક્રિકેટ અને વર્લ્ડ ક્રિકેટ માટે ખાસ ક્ષણ છે. જિમ લેકર અને અનિલ કુંબલેના સ્પેશિયલ ક્લબમાં સામેલ થવું ખરેખરમાં ખાસ છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news