R Ashwin: ટીમ ઈન્ડિયાના સ્ટાર સ્પિનર ​​આર અશ્વિને 18 ડિસેમ્બરે નિવૃત્તિની જાહેરાત કરીને બધાને ચોંકાવી દીધા હતા. જ્યારબાદ અનેક સવાલો ઉભા થયા કે તેમણે સીરિઝની વચ્ચે જ આ નિર્ણય કેમ લીધો? જ્યારે અશ્વિનના પિતાને નિવૃત્તિ વિશે પૂછવામાં આવ્યું ત્યારે મામલો સામે આવ્યો. હવે અશ્વિને પણ સોશિયલ મીડિયા પર પિતાની પ્રતિક્રિયા પર પોતાનું મૌન તોડ્યું છે. તેમણે સ્પષ્ટ કર્યું કે, તેના પિતા મીડિયા ફ્રેન્ડલી નથી અને તેમને એકલા છોડી દો.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અશ્વિનના પિતાએ શું કહ્યું?
અશ્વિનના પિતાએ પુત્રની નિવૃત્તિ પર ખુલીને વાત કરી હતી. ન્યૂઝ18 સાથે વાત કરતા તેમણે કહ્યું કે, 'મને નિવૃત્તિ વિશે બુધવારે જ ખબર પડી. નિવૃત્તિ એ તેનો પોતાનો નિર્ણય છે. હું તેને રોકવા માંગતો નથી પરંતુ જે રીતે તેણે નિવૃત્તિ લીધી તેના ઘણા કારણો હોઈ શકે છે. આ ફક્ત તેમની સાથે જ છે.'


ભારત આગળ ઝૂક્યું પાકિસ્તાન, ચેમ્પિયન્સ ટ્રોફીના હાઇબ્રિડ મોડલ પર ICCની મોહર


અશ્વિને કરી પોસ્ટ 
સોશિયલ મીડિયા પર આર અશ્વિને પોસ્ટ કરતા લખ્યું કે, 'તે મીડિયા ફ્રેન્ડલી નથી, તેને એકલા છોડી દો. મેં ક્યારેય વિચાર્યું ન હતું કે, મીડિયા મારા પિતાના નિવેદનને આટલી ગંભીરતાથી લેશે. દરેકને વિનંતી છે કે તેને એકલો છોડી દો અને તેને માફ કરો.'


આખો પરિવાર હતો ઈમોશનલ
અશ્વિનના પિતાએ વધુમાં કહ્યું કે, 'પરિવાર માટે આ ખૂબ જ ઈમોશનલ મોમેન્ટ છે, કારણ કે તે 14-15 વર્ષ સુધી મેદાન પર રહ્યો. તેમની અચાનક નિવૃત્તિથી સમગ્ર પરિવારને આશ્ચર્ય થયું હતું. અમને લાગ્યું કે, તે ઓસ્ટ્રેલિયામાં કેટલાક દિવસોથી પોતાને અપમાનિત મહેસૂસ કરી રહ્યો હતો. તે આ બધું કેટલા દિવસ સુધી સહન કરે? તેથી જ તેણે નિવૃત્તિ લેવાનો નિર્ણય લીધો હશે.


નવા વર્ષમાં માયાવી ગ્રહ રાહુ કરેશે ગોચર, 2025માં આ 3 રાશિઓને થશે છપ્પડફાડ ધન લાભ!


અશ્વિને પહેલેથી જ બનાવી લીધો હતો પ્લાન 
આર અશ્વિને પહેલાથી જ નિવૃત્તિની યોજના બનાવી લીધી હતી. રિપોર્ટસ અનુસાર અશ્વિને પર્થ ટેસ્ટ પછી જ ટીમના સભ્યો અને પરિવારને જાણ કરી હતી. અશ્વિને રમૂજી રીતે તેના પિતાના નિવેદનને ફગાવી દીધું છે. જો કે, તેના પિતાના નિવેદન બાદ દરેક જગ્યાએ અશ્વિનની નિવૃત્તિના મુદ્દાએ જોર પકડ્યું છે.