વિશાખાપટ્ટનમઃ ભારતના ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાએ ટેસ્ટ ક્રિકેટમાં નવો રેકોર્ડ બનાવી લીધો છે. આફ્રિકા વિરુદ્ધ વિશાખાપટ્ટનમમાં રમાઇ રહેલી સિરીઝની પ્રથમ ટેસ્ટ મેચના ત્રીજા દિવસે તેણે ડીન એલ્ગરને આઉટ કરીને ટેસ્ટ ક્રિકેટમાં પોતાની 200 વિકેટ પૂરી કરી છે. જાડેજાએ પોતાની 44મી ટેસ્ટ મેચમાં આ સિદ્ધી મેળવી છે. તે સૌથી ઓછી ટેસ્ટ મેચમાં 200 વિકેટ ઝડપનાર ડાબા હાથનો બોલર બની ગયો છે. જાડેજાએ શ્રીલંકાના રંગના હેરાથનો 47 મેચોનો રેકોર્ડ તોડ્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ મેચ પહેલા જાડેજાના નામે ટેસ્ટમાં 198 વિકેટ હતી. તેણે મેચના બીજા દિવસે ડીન પીડને આઉટ કરીને પોતાના વિકેટોની સંખ્યા 199 પર પહોંચાડી દીધી હતી. પ્રથમ દિવસે જ્યારે આફ્રિકાએ 39 રન પર ત્રણ વિકેટ ગુમાવી હતી ત્યારે લાગી રહ્યું હતું કે, જાડેજા ત્રીજા દિવસે જલ્દી આ રેકોર્ડને પોતાના નામે કરી લેશે. પરંતુ એલ્ગર અને ફાફ ડુ પ્લેલિસની જોડીએ તેને લાંબી રાહ જોવડાવી હતી. તેંબા બાવુમાની વિકેટ ઈશાંત શર્માના નામે રહી અને ડુ પ્લેસિસ (55)ને અશ્વિને આઉટ કર્યો હતો. 


એલ્ગરનો કર્યો આઉટ
જાડેજાએ 160 રનની મેરાથોન ઈનિંગ રમનાર એલ્ગરને ચેતેશ્વર પૂજારાના હાથે કેચ કરાવ્યો હતો. તેણે ડુ પ્લેસિસ સાથે પાંચમી વિકેટ માટે 115 અને ડી કોકની સાથે 164 રનની ભાગીદારી કરી હતી. 

હેપ્પી બર્થડે રિષભ પંતઃ ગુરૂદ્વારામાં રહ્યો, પિતાને ગુમાવ્યા પણ મેચ ન છોડી, આવી છે સંઘર્ષની કહાની 


કોણ છે ક્યાં નંબર પર
ડાબા હાથના બોલરોની વાત કરીએ તો મિશેલ જોનસને 49 અને મિશેલ સ્ટાર્કે 50 મેચોમાં પોતાની 200 ટેસ્ટ વિકેટ પૂરી કરી હતી. આ સાથે બિશન સિંહ બેદી અને વસીમ અકરમે 51 મેચોમાં 200 વિકેટ પૂરી કરી હતી. 


સૌથી આગળ કોણ
તમામ ખેલાડીઓની વાત કરીએ તો પાકિસ્તાનનો લેગ સ્પિનર યાસિર શાહ આ લિસ્ટમાં સૌથી ઉપર છે. તેણે 33 મેચોમાં આ સિદ્ધી મેળવી હતી. ચો ઓસ્ટ્રેલિયાના ક્લેરી ગ્રિમેન્ટે 36 મેચોમાં પોતાની 200 વિકેટ પૂરી કરી હતી. ભારતના અશ્વિને 36 મેચોમાં 200 ટેસ્ટ વિકેટ પૂરી કરી હતી. તે આ યાદીમાં ત્રીજા નંબરે છે.