`આખરે ખબર પડી...` રવિન્દ્ર જાડેજાનું છલકાયું દર્દ, મેલબર્ન ટેસ્ટ પહેલા કર્યો મોટો ખુલાસો
Ravindra Jadeja: ભારતના દિગ્ગજ સ્પિનર રવિચંદ્રન અશ્વિને ઓસ્ટ્રેલિયા સામે ચાલી રહેલ બોર્ડર ગાવસ્કર ટ્રોફી વચ્ચે નિવૃત્તિ જાહેર કરી દીધી છે. તેમણે એડિલેડમાં પોતાની છેલ્લી મેચ રમી હતી. બ્રિસ્બેન ટ્રેસ્ટ ડ્રો થયા બાદ અશ્વિને પ્રેસ કોન્ફરન્સમાં નિવૃત્તિને લઈ જાણકારી આપી હતી.
Ravindra Jadeja: ભારતના દિગ્ગજ સ્પિનર રવિચંદ્રન અશ્વિને ઓસ્ટ્રેલિયા સામે ચાલી રહેલ બોર્ડર ગાવસ્કર ટ્રોફી વચ્ચે નિવૃત્તિ જાહેર કરી દીધી છે. તેમણે એડિલેડમાં પોતાની છેલ્લી મેચ રમી હતી. બ્રિસ્બેન ટ્રેસ્ટ ડ્રો થયા બાદ અશ્વિને પ્રેસ કોન્ફરન્સમાં નિવૃત્તિને લઈ મોટી જાણકારી આપી હતી. આ નિર્ણનથી બધા હેરાન થઈ ગયા હતા. ત્યાં સુધી કે તેમના બોલિંગ પાર્ટનર રવિન્દ્ર જાડેજાને પણ આ અંગે કોઈ જાણકારી ન હતી. જાડેજાએ મેલબર્ન ટેસ્ટ પહેલા આ અંગે મોટો ખુલાસો કર્યો છે.
પાંચ મિનિટ પહેલા નિવૃત્તિ વિશે ખબર પડી: જાડેજા
જાડેજાએ ખુલાસો કર્યો કે, કેવી રીતે રવિચંદ્રન અશ્વિનની અચાનક નિવૃત્તિએ ફેન્સ અને ટીમના સાથી ખેલાડીઓને ચોકાવી દીધા હતા. તેમણે કહ્યું કે, તેને જાહેર જાહેરાતની થોડી જ ક્ષણો પહેલા આ વિશે ખબર પડી હતી. જાડેજાએ મેલબર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ (MCG) ખાતે પ્રેસને કહ્યું કે, “મને અંતિમ ક્ષણે નિવૃત્તિ વિશે જાણ થઈ. પ્રેસ કોન્ફરન્સ પાંચ મિનિટ પહેલા. આ ચોકાવનારું હતું. અમે આખો દિવસ સાથે વિતાવ્યો અને તેમણે મને કોઈ સંકેત પણ ન આપ્યો. આપણે બધા જાણીએ છીએ કે, અશ્વિનનું મન કેવી રીતે કામ કરે છે (હસતા-હસતા).
અશ્વિન અને જાડેજાની સફળ જોડી
અશ્વિન અને જાડેજા એક દાયકાથી વધુ સમયથી ટેસ્ટ ક્રિકેટમાં ભારતના બોલિંગ આક્રમણનો આધારશિલા રહ્યા છે. એકસાથે 58 ટેસ્ટ રમીને તેઓએ એક શાનદાર સ્પિન જોડી બનાવી, જે વચ્ચે 587 વિકેટ લીધી. તેમની પાર્ટનરશિપે અનિલ કુંબલે અને હરભજન સિંહની દિગ્ગજ જોડીને પાછળ છોડી દીધી, જેઓએ 501 વિકેટ લીધી હતી. અશ્વિનની નિવૃત્તિ ચોંકાવનારી છે, પરંતુ તે ભારતીય ક્રિકેટમાં પરિવર્તનનો સંકેત પણ છે.
અમે એકબીજાના પૂરક રહ્યા છેઃ જાડેજા
જાડેજાએ તેમના બોલિંગ પાર્ટનરની વિદાયથી ખાલી પડેલી શૂન્યતાનો સ્વીકાર કર્યો, પરંતુ યુવા ખેલાડીઓ માટે તકો ખુલવા અંગે આશાવાદ પણ વ્યક્ત કર્યો. તેમણે કહ્યું કે, "અમે ઘણા વર્ષોથી બોલિંગ પાર્ટનર રહ્યા છે. અમે એકબીજાના પૂરક રહ્યા છીએ. અમે બેટ્સમેનો સામે પ્લાન બનાવતા હતા. મને ઘણી વસ્તુ યાદ આવશે. જો કે, તેમણે ટૂંક સમયમાં ભવિષ્ય પર ધ્યાન કેન્દ્રિત કર્યું. ઉમ્મીદ છે કે કોઈ સારો સ્પિનર અને ઓલરાઉન્ડર અશ્વિનનું સ્થાન લેશે. ભારતમાં હંમેશા સારી પ્રતિભા હોય છે અને કોઈ બદલી ન શકાય તેવું નથી. આ કોઈપણ યુવા ખેલાડી માટે સુવર્ણ તક છે કે તે તકનો લાભ ઉઠાવે અને પોતાની છાપ છોડે."
બેટિંગ પર કહી મોટી વાત
જાડેજાની ટિપ્પણી ગાબામાં 77 રનની ઈનિંગ બાદ પણ આવી, એક એવી ઈનિંગ જેણે ભારતને સિરીઝમાં વાપસી કરવામાં મદદ કરી. બન્ને દેશો વચ્ચેની સિરીઝ હાલમાં 1-1થી બરાબર છે. તેમના પ્રદર્શન પર વિચાર કરતા તેમણે કહ્યું કે, આ ઇનિંગે તેમને ઘણો આત્મવિશ્વાસ આપ્યો છે. તેમણે કહ્યું કે, "જ્યારે ટીમ મુશ્કેલ પરિસ્થિતિમાં હોય ત્યારે સ્કોર કરવાથી તમને આત્મવિશ્વાસ મળે છે. માનસિકતા એવી જ રહેશે. તમારે મેચની પરિસ્થિતિ પ્રમાણે રમવું પડશે અને હું ટીમની ભૂમિકા પ્રમાણે રમીશ."