IND vs AUS 3rd Test Match: ભારતીય ક્રિકેટ ટીમના ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા અત્યારે શાનદાર ફોર્મમાં છે. રવિન્દ્ર જાડેજા એશિયા કપ 2022 થી ટીમની બહાર ચાલી રહ્યો હતો. બોર્ડર-ગાવસ્કર ટ્રોફીથી જ ટીમમાં પાછો ફર્યો છે અને એક પછી એક ઘણા રેકોર્ડ બની રહ્યા છે. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની ત્રીજી ટેસ્ટ મેચ ઈન્દોરમાં રમાઈ રહી છે. આ મેચમાં પણ રવિન્દ્ર જાડેજાએ એક મોટો રેકોર્ડ પોતાના નામે કરી લીધો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રવિન્દ્ર જાડેજાએ બનાવ્યો આ મહાન રેકોર્ડ 
ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ ઈન્દોર ટેસ્ટની પ્રથમ ઈનિંગમાં રવિન્દ્ર જાડેજાએ ટીમને પ્રથમ સફળતા અપાવી હતી. રવિન્દ્ર જાડેજાએ ટ્રેવિસ હેડને એલબીડબલ્યુ આઉટ કર્યો હતો. આ વિકેટ મળ્યા બાદ જાડેજાએ એક મોટો રેકોર્ડ પોતાના નામે કરી લીધો. ટ્રેવિસ હેડની વિકેટ લઈને જાડેજાએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટના ત્રણેય ફોર્મેટને જોડીને પોતાની 500 વિકેટ પણ પૂરી કરી લીધી.


આ પણ વાંચો: Garlic: આ લોકોએ ભૂલથી પણ ન ખાવું જોઈએ લસણ, હોસ્પિટલના ધક્કા ખાવા પડશે
આ પણ વાંચો:  હોળીના 3 દિવસ બાદ જોરદાર ઉજવણી કરશે આ રાશિના લોકો, રાતોરાત બની જશે કરોડપતિ
આ પણ વાંચો:  Bank Holidays In March 2023: આ મહિને 12 દિવસ બેંકો રહેશે બંધ, લટકી પડશે આ કામો


કપિલ દેવ સાથે અનોખી ક્લબમાં એન્ટ્રી
રવિન્દ્ર જાડેજાના નામે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં હવે 500 વિકેટ અને 5000થી વધુ રન છે. હવે તે કપિલ દેવ પછી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 5000 રન અને 500 વિકેટ લેનારો બીજો ભારતીય ખેલાડી બની ગયો છે. આ બે ખેલાડીઓ સિવાય આ યાદીમાં કોઈ ભારતીય ખેલાડી સામેલ નથી. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાઈ રહેલી આ શ્રેણીમાં રવિન્દ્ર જાડેજા અત્યાર સુધીનો સૌથી સફળ બોલર પણ રહ્યો છે.


આ પણ વાંચો: આ શોપિંગ વેબસાઇટ પર છપ્પરફાડ ડિસ્કાઉન્ટ, હોળી પહેલાં તૂટી પડ્યા ગ્રાહકો
આ પણ વાંચો: Top SUVs: 10 લાખથી ઓછી કિંમતમાં ઘરે લઇ આવો SUV કાર, જુઓ લિસ્ટ
આ પણ વાંચો: તમે કેટલા પર ચલાવો છો પંખો, સ્પીડ ઓછી હશે બિલ ઓછું આવશે, જાણો સચ્ચાઇ


કપિલ દેવના આશ્ચર્યજનક આંકડા
ભારતના ભૂતપૂર્વ કેપ્ટન અને મહાન ઓલરાઉન્ડર કપિલ દેવ ભારતના સૌથી સફળ ઓલરાઉન્ડર છે. તેણે ભારત માટે 131 ટેસ્ટ અને 225 વનડે રમી છે. ટેસ્ટમાં કપિલ દેવે 5248 રન અને 434 વિકેટો જ્યારે વનડેમાં 3783 રન અને 253 વિકેટ ઝડપી હતી. કપિલ દેવ જ હતા જેમણે પોતાની કપ્તાનીમાં ભારતને પ્રથમ વર્લ્ડ કપ જીતાડ્યો હતો.


આ પણ વાંચો: અહીં છે Bhool Bhulaiyaa મંજૂલિકાવાળો મહેલ, 300 વર્ષ જૂની આ હવેલી જાણો રહસ્ય!
આ પણ વાંચો:
 Health Tips: આગ ઓકતા ઉનાળામાં લૂથી બચવું હોય તો આટલું કરો, આ રહ્યા સરળ ઉપાયો
આ પણ વાંચો:
 ઝીનત અમાન સાથે રેપ સીન કરતા બોલિવુડના વિલનની થઈ ગઈ આવી હાલત, દૂરની થતી હતી બહે


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube