મોહાલીઃ વર્ષ 2008ની વાત છે. ઈન્ડિયન પ્રીમિયર લીગની પ્રથમ સીઝન શરૂ થઈ હતી. આ વર્ષે ભારતની અન્ડર-19 ટીમે ન્યૂઝીલેન્ડને હરાવી વિશ્વ કપ જીત્યો હતો. યુવા ખેલાડીઓને આઈપીએલમાં ખરીદવામાં આવ્યા. રવિન્દ્ર જાડેજા પર રાજસ્થાન રોયલ્સે દાવ લગાવ્યો, જેની કમાન શેન વોર્ન સંભાળી રહ્યા હતા. હવે આ દુનિયાને અલવિદા કહી ચુકેલા વોર્ને ત્યારે જાડેજાની ટેલેન્ટને ઓળખી લીધી હતી. એટલે જ તે જાડેજાને રોકસ્ટાર કહેતા હતા. 


જે દિવસે શેન વોર્નનું હાર્ટ એટેકને કારણે નિધન થયુ, તે દિવસે ભારત અને શ્રીલંકા વચ્ચે પ્રથમ ટેસ્ટ મેચ શરૂ થઈ હતી. બીજા દિવસે બંને ટીમના ખેલાડીઓએ કાળી પટ્ટી પહેરીને મહાન લેગ સ્પિનરને શ્રદ્ધાંજલિ આપી. પરંતુ જાડેજાએ બેટથી પણ પોતાના મેન્ટોરને યાદ કર્યા. આ દમદાર ઓલરાઉન્ડરે પોતાના કરિયરની બીજી સદી પૂરી કરી. 228 બોલમાં જાડેજાએ અણનમ 175 રન બનાવ્યા. આ તેના કરિયરનો બેસ્ટ સ્કોર પણ છે. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube