નવી દિલ્હીઃ દિલ્હી કેપિટલ્સે  રોયલ ચેલેન્જર્સ બેંગલુરને આઈપીએલ સિઝન-12ના 46માં મુકાબલામાં 16 રનથી પરાજય આપીને પ્લેઓફની રેસમાંથી બહાર કરી દીધી છે. દિલ્હી કેપિટલ્સે સામે મળેલા પરાજય બાદ આરબીસી આઈપીએલની આ સિઝનમાં પ્લેઓફની દોડમાંથી બહાર થઈ ગઈ છે. આરસીબીની ટીમ 12 મેચોમાં 4 જીત અને 8 હારની સાથે આઈપીએલ સિઝન-12ના પ્લેઓફની દોડમાંથી બહાર થઈ ગઈ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હવે રોયલ ચેલેન્જર્સ બેંગલોરે પોતાના અંતિમ બે મુકાબલા 30 એપ્રિલે રાજસ્થાન રોયલ્સ અને 4 મેએ સનરાઇઝર્સ હૈદરાબાદ વિરુદ્ધ પોતાના ઘરઆંગણે ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રમવાની છે. આ સિઝનમાં આ બંન્ને ટીમો વચ્ચે બીજી ટક્કર હતી. પહેલા મેચમાં દિલ્હીએ બેંગલુરૂને તેના ઘરમાં પરાજય આપ્યો હતો. ફિરોઝશાહ કોટલા પર આ બંન્ને ટીમો વચ્ચે કુલ નવમી મેચ હતી જેમાં છ વિકેટથી બેંગલુરૂને જીત મળી છે તો ત્રણમાં દિલ્હીને. 


IPL 2019: બહાર થઈ કોહલીની RCB, પ્લેઓફમાં પહોંચી દિલ્હી કેપિટલ્સ 


આઈપીએલ 2019: અત્યાર સુધી રોયલ ચેલેન્જર્સ બેંગલોરની સફર


1. બેંગલોરને ચેન્નઈએ સાત વિકેટે હરાવ્યું


2. બેંગલોરને મુંબઈ 6 વિકેટે હરાવ્યું


3. બેંગલોરને હૈદરાબાદે 118 રને હરાવ્યું


4. બેંગલોરને રાજસ્થાને 7 વિકેટે હરાવ્યું


5. બેંગલોરને કોલકત્તાએ 5 વિકેટે હરાવ્યું


6. બેંગલોરને દિલ્હીએ 4 વિકેટે હરાવ્યું


7. બેંગલોરે પંજાબને 8 વિકેટે હરાવ્યું


8. બેંગલોરને મુંબઈએ 5 વિકેટે હરાવ્યું


9. બેંગલુરૂએ કોલકત્તાને 10 રને હરાવ્યું


10. બેંગલોરે ચેન્નઈને 1 રને હરાવ્યું


11. બેંગલોરે પંજાબને 17 રને બરાવ્યું


12. બેંગલોરને દિલ્હીએ 16 રને હરાવ્યું


આ મેચમાં ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી દિલ્હી કેપિટલ્સની ટીમે 20 ઓવરમાં 5 વિકેટ ગુમાવી 187 રન બનાવ્યા હતા. જેના જવાબમાં રોયલ ચેલેન્જર્સ બેંગલોર 20 ઓવરમાં 7 વિકેટ ગુમાવી 171 રન બનાવી શકી અને પ્લેઓફની દોડમાંથી બહાર થઈ ગઈ હતી.