નવી દિલ્હીઃ ઈન્ડિયન પ્રીમિયર લીગની 13મી સીઝનમાં ખરાબ ફોર્મમાંથી પસાર થઈ રહેલ ચેન્નઈ સુપર કિંગ્સ આજે સાંજે રોયલ ચેલેન્જર્સ બેંગલોર વિરુદ્ધ ઉતરશે. ટીમનો ઇરાદો હારમાંથી બહાર આવી વાપસી કરવા પર હશે. ટીમમાં ફેરફારની શક્યતા તો ઓછી છે કારણ કે સીએસકે પાસે વિકલ્પ ઓછા છે. તો બેંગલોરની ટીમમાં ઓલરાઉન્ડર ક્રિસ મોરિસની વાપસી થઈ શકે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ચેન્નઈ અને બેંગલોર વચ્ચે આજનો મુકાબલો મહેન્દ્ર સિંહ ધોની અને વિરાટ કોહલી વચ્ચે જંગ હશે. કોહલીની ટીમે સારૂ પ્રદર્શન કર્યું છે જ્યારે ચેન્નઈ સતત આલોચનાઓનો સામનો કરી રહી છે. 6 મેચમાંથી ચાર મુકાબલા ગુમાવી ચુકેલ ચેન્નઈ છઠ્ઠા સ્થાને છે,જ્યારે 5માંછી બે મેચ હારનારી બેંગલોર પાંચમાં સ્થાને છે. 


આજે પણ ચેન્નઈની ઈનિંગની શરૂઆત શેન વોટસન અને ફાફ ડુ પ્લેલિસસ કરશે. મિડલ ઓર્ડરમાં અંબાતી રાયડૂ, કેદાર જાધવ, એમએસ ધોની હતી તો નીચલા ક્રમમાં બ્રાવો, જાડેજા અને સેમ કરન. બોલિંગમાં દીપક ચાહર, શાર્દુલ ઠાકુરને સાથ આપવા માટે સેમ કરન અને ડ્વેન બ્રાવો હશે. 


બેંગલોરની વાત કરીએ તો આજે મોઇન અલીના સ્થાને ઓલરાઉન્ડર ક્રિસ મોરિસને સ્થાન મળી શકે છે. ટીમ પાસે ફિન્ચ અને પડીક્કલના રૂપમાં દમદાર ઓપનિંગ જોડી છે. તો મિડલ ઓર્ડરમાં કેપ્ટન વિરાટ કોહલી, એબી ડિવિલિયર્સ અને શિવમ દુબે હશે. જો બોલિંગની વાત કરીએ તો નવદીપ સૈની, મોરિસની સાથે ઝમ્પા અને યુજવેન્દ્ર ચહલ હશે. 


ધોનીની દીકરી ઝીવાને રેપની ધમકી મળ્યા બાદ ટ્વિટર પર Dhoni Fansમાં ભારે આક્રોશ


બેંગલોરની સંભવિત પ્લેઇંગ ઇલેવન
આરોન ફિન્ચ, દેવદત્ત પડીક્કલ, વિરાટ કોહલી, એબી ડિવિલિયર્સ, શિવમ દુબે, ગુરકીરત સિંહ, વોશિંગટન સુંદર, નવદીપ સૈની, ક્રિસ મોરિસ, એડમ ઝમ્પા, યુજવેન્દ્ર ચહલ. 


ચેન્નઈની સંભવિત પ્લેઇંગ ઇલેવન
શેન વોટસન, ફાફ ડુ પ્લેસિસ, અંબાતી રાયડૂ, રવીન્દ્ર જાડેજા, મહેન્દ્ર સિંહ ધોની, કેદાર જાધવ, ડ્વેન બ્રાવો, સેમ કરન, શાર્દુલ ઠાકુર, દીપક ચાહર, કરન શર્મા. 


વાંચો આઈપીએલના તમામ સમાચાર


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


વાંચો સ્પોર્ટ્સના અન્ય સમાચાર