RCB vs MI Playing XI Predection: આ પ્લેઇંગ ઇલેવન સાથે ઉતરી શકે છે બંન્ને ટીમો
ઈન્ડિયન પ્રીમિયર લીગમાં આજે સાંજે જોવા મળશે બે મોટા ખેલાડીની ટીમની ટક્કર. વિરાટ કોહલીની રોયલ ચેલેન્જર્સ બેંગલોર અને રોહિત શર્માની ટીમ મુંબઈ ઈન્ડિયન્સ 10મી મેચમાં આમને-સામને હશે.
નવી દિલ્હીઃ ઈન્ડિયન પ્રીમિયર લીગમાં આજે સાંજે જોવા મળશે બે મોટા ખેલાડીની ટીમની ટક્કર. વિરાટ કોહલીની રોયલ ચેલેન્જર્સ બેંગલોર અને રોહિત શર્માની ટીમ મુંબઈ ઈન્ડિયન્સ 10મી મેચમાં આમને-સામને હશે. મુંબઈએ પાછલી મેચમાં જીત હાસિલ કરી તો બેંગલોરને શરમજનક હાર મળી હતી. હાર બાદ પણ કોહલીની ટીમમાં ફેરફારની શક્યતા ઓછી લાગી રહી છે.
પાછલી મેચમાં બેંગલોરની બેટિંગ સંપૂર્ણ રીતે નિષ્ફળ રહી હતી. મુંબઈ વિરુદ્ધ ફિન્ચ અને દેવદત્ત સારી શરૂઆત કરવા ઈચ્છશે તો અત્યાર સુધી ફ્લોપ રહેનાર કોહલી પણ રન બનાવવા ઈચ્છશે. ડિવિલિયર્સ અત્યાર સુધી લડતો જોવા મળ્યો છે પરંતુ મિડલ ઓર્ડરમાં તેને કોઈનો સાથ જોઈએ. શિવમ દુબે અને જોશ ફિલિપેએ રન બનાવવા પડશે. બોલિંગમાં ડેલ સ્ટેન, ઉમેશ યાદવ અને નવદીપ સૈનીએ શરૂઆતી વિકેટ હાસિલ કરવી પડશે. સ્પિન વિભાગમાં યુજવેન્દ્ર ચહલ સારૂ કરી રહ્યો છે. તેને સ્પિન જોડીદાર તરીકે સુંદરનો સાથ મળશે.
મુંબઈની ટીમમાં ડિ કોક સારી લયમાં છે તો રોહિતે પાછલી મેચમાં મોટી ઈનિંગ રમી હતી. સૌરભ તિવારી, સૂર્યકુમાર યાદવ અને હાર્દિક પર મિડલ ઓર્ડરની જવાબદારી હશે. ક્રુણાલ અને રાહુલ ચાહર સ્પિન વિભાગ સંભાળશે તો જસપ્રીત બુમરાહ અને ટ્રેન્ટ બોલ્ટની ફાસ્ટ જોડી બેંગલોરની સામે હશે. કુલ મળીને બેંગલોરથી વધુ સંતુલિત ટીમ મુંબઈની જોવા મળી રહી છે.
IPL 2020: સંજૂ સૈમસનને 'Next MS Dhoni' કહેતા શશિ થરૂર પર ભડક્યા ગૌતમ ગંભીર
બેંગલોરની સંભવિત પ્લેઇંગ ઇલેવન
દેવદત્ત પડિક્કલ, એરોન ફિન્ચ, વિરાટ કોહલી, એબી ડિવિલિયર્સ, શિવમ દુબે, જોશ ફિલિપ/મોઇન અવી, ડેલ સ્ટેન, વોશિંગટન સુંદર, નવદીપ સૈની, ઉમેશ યાદવ, યુજવેન્દ્ર ચહલ.
મુંબઈની સંભવિત પ્લેઇંગ ઇલેવન
રોહિત શર્મા, ક્વિન્ટન ડિ કોક, સૂર્યકુમાર યાદવ, સૌરભ તિવારી, હાર્દિક પંડ્યા, કાયરન પોલાર્ડ, ક્રુણાલ પંડ્યા, ટ્રેન્ટ બોલ્ટ, જેમ્સ પેટિન્સન, રાહુલ ચાહર, જસપ્રીત બુમરાહ.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube