IPL 2020: સંજૂ સૈમસનને 'Next MS Dhoni' કહેતા શશિ થરૂર પર ભડક્યા ગૌતમ ગંભીર

રાજસ્થાન રોયલ્સ (RR) અને કિંગ્સ ઇલેવન પંજાબ (KXIP) વચ્ચે રોમાંચક મુકાબલા બાદ શશિ થરૂરે જે અંદાજમાં મેચના હીરો સંજૂ સૈમસન (Sanju Samson) ની પ્રશંસા કરી તો ગૌતમ ગંભીરને ગમ્યું નહી. 

IPL 2020: સંજૂ સૈમસનને 'Next MS Dhoni' કહેતા શશિ થરૂર પર ભડક્યા ગૌતમ ગંભીર

નવી દિલ્હી: ટીમ ઇન્ડિયાના પૂર્વ ઓપનર ગૌતમ ગંભીર (Gautam Gambhir) અને શશિ થરૂર (Shashi Tharoor) વચ્ચે ટ્વિટર જંગ જોવા મળી, જોકે રાજસ્થાન રોયલ્સ (RR) અને કિંગ્સ ઇલેવન પંજાબ (KXIP) વચ્ચે રોમાંચક મુકાબલા બાદ શશિ થરૂરે જે અંદાજમાં મેચના હીરો સંજૂ સૈમસન (Sanju Samson) ની પ્રશંસા કરી તો ગૌતમ ગંભીરને ગમ્યું નહી. 

શશિ થરૂરે ટ્વિટર પર લખ્યું 'રાજસ્થાન રોયલ્સે શું શાનદાર જીત પ્રાપ્ત કરી છે, હું સંજૂ સૈમસનને લગભગ દાયકાથી જાણું છું અને જ્યારે તે (સંજૂ સૈમસન) 14 વર્સઃઅના હતા ત્યારે મેં કહ્યું હતું કે તે આગામી એમએસ ધોની બનશે, આખરે તે દિવસ આજે આવી ગયો, આઇપીલમાં તેમની 2 શાનદાર ઇનિંગ બાદ તમે સમજી શકો છો કે વર્લ્ડ ક્લાસ પ્લેયર્સ તમારી સામે છે.'

— Shashi Tharoor (@ShashiTharoor) September 27, 2020

શશિ થરૂરના સાથી સાંસદ ગૌતમ ગંભીરે તાત્કાલિક શશિ થરૂરના ટ્વીટનો જવાબ આપતાં કહ્યું કે 'સંજૂ સૈમસનને ભવિષ્યમાં કોઇ ખેલાડી જેવા બનવાની જરૂર નથી. તો ભારતીય ક્રિકેટના સંજૂ સૈમસન બનશે. 

— Gautam Gambhir (@GautamGambhir) September 27, 2020

અત્રે ઉલ્લેખનીય છે કે સંજૂ સૈમસનએ કિંગ્સ ઇલેવન પંજાબ વિરૂદ્ધ 43 બોલમાં 4 ચોગ્ગા અને 7 સિક્સરની મદદથી શાનદાર 85 રનની ઇનિંગ રમી અને પોતાની ટીમની જીતમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી. જોકે શશિ થરૂર કેરલના ત્રિવેંદ્રમથી લોકસભા સાંસદ છે અને સંજૂ સૈમસનનું ગૃહ નગર ત્રિવેંદ્રમ જ છે. એવામાં થરૂરએ સૈમસનને શુભેચ્છા પાઠવવાની તક ગુમાવી નહી. પરંતુ ગંભરને પોતાના સાથી સાંસદની આ રીત ગમી નહી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news