નવી દિલ્હીઃ આજના સમયમાં ક્રિકેટનું મહત્વ દિવસેને દિવસે વધી રહ્યું છે. તો દરેક મેચમાં નવા રેકોર્ડ પણ બની રહ્યા છે. પરંતુ ટેસ્ટ ક્રિકેટમાં હજુ પણ 137 વર્ષ જૂના રેકોર્ડને કોઈ નથી તોડી શક્યું. ટીમના સ્કોરને આગળ લઈ જવાની જવાબદારી બેટ્સમેનોની છે. આવી સ્થિતિમાં ટીમની જવાબદારી ટોપ ઓર્ડર અને મિડલ ઓર્ડર બેટ્સમેન પર છે. પરંતુ જો લોઅર ઓર્ડરનો કોઈ ખેલાડી મેદાન પર આવે અને પોતાની બેટિંગથી કોઈ રેકોર્ડ બનાવે તો તે ચોક્કસપણે આશ્ચર્યજનક છે. આવો જ એક રેકોર્ડ 137 વર્ષ પહેલા બન્યો હતો જે આજ સુધી તૂટ્યો નથી. આમ તો ક્રિકેટમાં રન બનાવવાનો રેકોર્ડ બેસ્ટમેનના નામે હોય છે. પરંતુ 10માં નંબરના ખેલાડીએ બનાવેલ રેકોર્ડ 137 વર્ષ સુધી ના તૂટે તે વાત માન્યામાં આવે તેવી નથી. એટલે જ આ રેકોર્ડનું મહત્વ પણ એટલું જ વધી ગયું છે.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING



ઈંગ્લેન્ડના બોલરે બનાવ્યો છે રેકોર્ડ-
ઈંગ્લેન્ડના ક્રિકેટર વોલ્ટર રીડના નામે આ અનોખો રેકોર્ડ છે. 10માં નંબર પર મેદાનમાં ઉતરીને ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ રન બનાવવાનો રેકોર્ડ વોલ્ટર રીડના નામે છે. જેણે 10માં નંબરે બેટિંગ કરી ટેસ્ટ ક્રિકેટમાં 117 રનની શાનદાર ઈનિંગ રમી હતી.

1884માં બન્યો હતો રેકોર્ડ-
ઑગસ્ટ 1884માં ઑસ્ટ્રેલિયા સામેની ઓવલ ટેસ્ટમાં વૉલ્ટર રીડે 117 રન બનાવ્યા હતા. જે 10માં નંબર પરના બેટ્સમેનનો સર્વોચ્ચ સ્કોર છે. ત્યાર બાદ 10માં નંબર પર આવીને ઓસ્ટ્રેલિયાના રેગી ડફ 104 રન, દક્ષિણ આફ્રિકાના પેટ સિમકોક્સે 108 રન, બાંગ્લાદેશના અબુલ હસન 113 રન સાથે સદી ફટકારી હતી. પરંતુ વોલ્ટર રીડના 117 રનના જાદુઈ આંકડાને સ્પર્શી શક્યા ન હતા.


ટેસ્ટ ક્રિકેટમાં 10મા ક્રમમાં સર્વોચ્ચ સ્કોર-
1. વોલ્ટર રીડ (ઇંગ્લેન્ડ) - ઓસ્ટ્રેલિયા સામે 117 રન (1884)
2. અબુલ હસન (બાંગ્લાદેશ) - વેસ્ટ ઈન્ડિઝ સામે 113 રન (2012)
3. પેટ સિમકોક્સ (ડી. આફ્રિકા)- પાકિસ્તાન સામે 108 રન (1998)
4. રેગી ડફ (ઓસ્ટ્રેલિયા) - ઈંગ્લેન્ડ સામે 104 રન (1902)


નંબર બદલાયો તો રેકોર્ડ સર્જાયો-
વોલ્ટર રીડે તેની 18 ટેસ્ટ મેચની કારકિર્દીમાં મોટા ભાગે ચોથા સ્થાને બેટિંગ કરી હતી. તેણે પાંચમા અને છઠ્ઠા સ્થાને પણ બેટિંગ કરી હતી. પરંતુ ઓસ્ટ્રેલિયા સામેની ઓવલ ટેસ્ટમાં કેપ્ટન લોર્ડ હેરિસે તેને રોક્યો હતો અને 10માં નંબર પર ઉતરવાનું કહ્યું હતું. રીડે કેપ્ટનની રણનીતિને સફળ બનાવવાનો પ્રયાસ કર્યો અને 117 રન બનાવ્યા. જેમાં 155 બોલમાં 20 ચોગ્ગા ફટકાર્યા હતા. ઓસ્ટ્રેલિયાના પ્રથમ દાવના 551 રનના જવાબમાં ઈંગ્લેન્ડે 346 રન બનાવ્યા હતા, જોકે તેઓ ફોલોઓન બચાવી શક્યા ન હતા.


2 કલાકમાં પૂરી કરી સદી-
વોલ્ટર રીડે તેની ટેસ્ટ કારકિર્દીની એકમાત્ર સદી માત્ર બે કલાકમાં પૂરી કરી હતી. જેમાં તેણે વિલિયમ સ્કોટન સાથે 9મી વિકેટ માટે 151 રન જોડ્યા હતા. એશિઝમાં 9મી વિકેટ માટે ઈંગ્લેન્ડની આ સૌથી મોટી ભાગીદારી છે.


વોલ્ટરની આવી હતી સફર-
ક્રિકેટ કરિયરમાં વોલ્ટર રીડે 1882થી 1893 વચ્ચે 18 ટેસ્ટ રમી હતી. તેણે સરે માટે 20,000 ફર્સ્ટ-ક્લાસ રન પણ બનાવ્યા હતા. 1893માં વિઝડન ક્રિકેટર ઑફ ધ યર પણ બન્યો હતો. જો કે 1907માં સરેમાં તેમનું અવસાન થયું.

યુવતી પર ચઢી ગયો મગર! યુવતીને મજા પડી તો જમીન પર આળોટીને મગર સાથે એન્જોય કરવા લાગી! જુઓ Video

આ જંગલમાં રહે છે 7 ફૂટ લાંબો આદિમાનવ! 16 ઇંચ લાંબા છે તેના પગ, સામે આવ્યાં પુરાવા

Playboy સાથે જોડાશે WWE ની આ Star! બોલ્ડ ફોટોશૂટ જોઈને દુનિયા હેરાન! હજુ આ Video જોશો તો તો..

દુનિયાના સૌથી મોંઘા ઈંડા! 30 ગ્રામ ઈંડાની કિંમત 20 હજારથી વધારે! જાણો કેમ ખાસ છે આ ઈંડા?

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube