દુનિયાના સૌથી મોંઘા ઈંડા! 30 ગ્રામ ઈંડાની કિંમત 20 હજારથી વધારે! જાણો કેમ ખાસ છે આ ઈંડા?

દુકાનોમાં અને લારીઓમાં તમે ઈંડા જોયા હશે અને ખાધા પણ હશે. સામાન્ય રીતે ઈંડાની કિંમત 8થી 10 રૂપિયા હોય છે. પરંતુ તમે ક્યારે સાંભળીયું છે 30 ગ્રામ ઈંડાની કિંમત 20 હજારથી વધારે હોય.જો તમને કોઈ એમ કહે કે માત્રને માત્ર 30 ગ્રામ જ ઈંડાની કિંમત 20 હજારથી વધુ છે. તો તમે કદાચ તેના પર વિશ્વાસ નહીં કરો, સામાન્ય રીતે વિશ્વાસ થાય પણ નહીં. પરંતુ આ હકીકત છે. આ ખાસ ઈંડા દુનિયાના સૌથી મોંઘા ઈંડા ગણાય છે. 

દુનિયાના સૌથી મોંઘા ઈંડા! 30 ગ્રામ ઈંડાની કિંમત 20 હજારથી વધારે! જાણો કેમ ખાસ છે આ ઈંડા?

નવી દિલ્હીઃ દુકાનોમાં અને લારીઓમાં તમે ઈંડા જોયા હશે અને ખાધા પણ હશે. સામાન્ય રીતે ઈંડાની કિંમત 8થી 10 રૂપિયા હોય છે. પરંતુ તમે ક્યારે સાંભળીયું છે 30 ગ્રામ ઈંડાની કિંમત 20 હજારથી વધારે હોય.જો તમને કોઈ એમ કહે કે માત્રને માત્ર 30 ગ્રામ જ ઈંડાની કિંમત 20 હજારથી વધુ છે. તો તમે કદાચ તેના પર વિશ્વાસ નહીં કરો, સામાન્ય રીતે વિશ્વાસ થાય પણ નહીં. પરંતુ આ હકીકત છે. આ ખાસ ઈંડા દુનિયાના સૌથી મોંઘા ઈંડા ગણાય છે. જે મરઘીના ના નથી હોતા. તો આવો જાણીએ કે આ ઈંડા કોના હોય છે અને તેની આટલી બધી કિંમત કેમ હોય છે. કેવિયરની ડીશને અણીરોની ડીશ કહેવામાં આવે છે.તેની પાછળ ઘણા કારણો છે. કેવિયર દેખાવે ખુબજ સારા હોય છે. જે એકદમ મોતીના દાણા જેવા લાગે છે. સાથે તે ખુબ જ ટેસ્ટી પણ હોય છે. જેથી તે અમીરોની પહેલી પસંદ બની ગયા છે.

એક સમયે ગણાતી હતી ગરીબોની ડીશ-
એક સમયે કેવિયરને ગરીબોનો ખોરાક ગણવામાં આવતો હતો. પહેલાંના સમયમાં રશિયન માછીમારો બટાટાની સાથે કેવિયરના ઈંડા આરોગતા હતા. અને તે તેમના દરોજના ખોરોકનો એક ભાગ ગણવામાં આવતો હતો. જેને રશિયન માછીમારો કેવિયરને ‘રો’ નામથી ઓળખતા હતા.

શા માટે કેવિયર આટલું મોંઘુ છે?
કેવિયર અલગ-અલગ પ્રકારના હોય છે. જેની એક અંદાજ પ્રમાણે 900થી 20 હજાર રૂપિયા સુધી કિંમત હોય છે. જેમાં સૌથી મોંઘુ બેલુગા કેવિયર છે અને તેની કિંમત ખુબજ ઊંચી હોય છે. જેની પાછળ કારણ પણ રોચક છે. માદા માછલીઓ ઓછામાં ઓછા 10થી 15 વર્ષ સુધી ઈંડાને પોતાના શરીરની અંદર રાખે છે. એટલે પહેલાંના સમયમાં માછલીઓને મારીને ઈંડાને બહાર કાઢવામાં આવતા હતા. પરંતુ હવે તેના માટે ટેક્નોલોજીની મદદ લેવામાં આવે છે.

100 વર્ષથી વધુ જીવે છે માછલી-
કેવિયરને અનફર્ટિલાઇઝ્ડ સોલ્ટ એગ કહેવામાં આવે છે. આ એક જાતની માછલીની સ્ટર્જિન જાતિમાંથી મળતા ઈંડા છે. તે મોટે ભાગે કાળા, ઓલિવ લીલા અને નારંગી કલરમાં જોવા મળે છે. સ્ટર્જિન માછલીમાં 26 વિવિધ પ્રજાતિઓ જોવા મળે છે. સ્ટર્જિન માછલી 100 વર્ષથી વધુ ઉંમર સુધી જીવી શકે છે.

કેવી રીતે કેવિયર ખવાય છે-
તમે ટોસ્ટ અને બિસ્કિટ સાથે કેવિયર ખાઈ શકો છો. બાફેલા ઇંડાથી સાથે પણ ખાઈ શકો છો. વિદેશમાં તો દારૂની સાથે ચાંખણા તરીકે પણ તેનો ઉપયોગ થાય છે. આ ઈંડાને ક્યારે બહાર નથી રાખવામાં આવતા. તેને હંમેશા ફ્રિજમાં જ રાખવામાં આવે છે.

કેવિયરના ફાયદા-
કેવિયરમાં ઓમેગા 3 ફેટી એસિડ્સ હોય છે. જે શરીરમાં લોહીના ગઠ્ઠા થવાથી બચાવે છે. સાથે હૃદય માટે પણ ખૂબ ફાયદાકારક હોય છે. શરીરમાં વિટામિન બી -12 ના અભાવથી થાક, હતાશા અને એનિમિયા જેવી સમસ્યાઓ થાય છે. પરંતુ કેવિયરના સેવનથી ખુબ જ માત્રામાં વિટામિન બી-12 મળી રહે છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news