બર્મિગહામ: બર્મિગહામમાં ઈંગ્લેન્ડ સામે રમાઈ રહેલી ટેસ્ટ મેચમાં વિકેટકીપર બેટ્સમેન રિષભ પંતે કમાલ કરી દીધી. પહેલા દાવમાં ધમાકેદાર સદી ફટકાર્યા પછી ઋષભે બીજા દાવમાં પણ અર્ધસદી ફટકારીને ભારતીય ટીમને મજબૂત સ્થિતિમાં પહોંચાડી. બંને ઈનિંગ્સમાં ધમાલ કરતાંની સાથે જ રિષભ પંતના નામે અનેક રેકોર્ડ પણ થઈ ગયા છે. એજબેસ્ટન ટેસ્ટના પહેલા દાવમાં રિષભ પંતે ઈંગ્લેન્ડ પર ધુંઆધાર બેટિંગ કરતાં 146 રનની ઈનિંગ્સ રમી. આ ઈનિંગ્સમાં તેના નામે 19 ચોક્સા અને 4 સિક્સ રહ્યા. જ્યારે બીજા દાવમાં પણ તેણે 57 રન બનાવ્યા. જેમાં 8 ચોક્કા ફટકાર્યા. રિષભ પંત એવો બીજો વિકેટકીપર બની ગયો છે જેણે કોઈ એક ટેસ્ટમાં સદી અને અર્ધસદી ફટકારી  હોય.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

એક ટેસ્ટમાં સદી-અર્ધસદી બનાવનાર ભારતીય વિકેટકીપર
1. ફારુખ એન્જિનિયરે ઈંગ્લેન્ડ સામે 121+66 રન બનાવ્યા
2. રિષભ પંતે ઈંગ્લેન્ડ સામે 146+57 રન બનાવ્યા


1000 દિવસ થવા આવ્યા છતાં નથી થયા વિરાટના '100'? કેપ્ટનશીપ છૂટતા જ બેઠી દશા?


72 વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો
રિષભ પંતે ઈંગ્લેન્ડ સામે અનેક રેકોર્ડ પોતાના નામે કર્યા. જેમાં કોઈ વિદેશી વિકેટકીપર દ્વારા ઈંગ્લેન્ડમાં ટેસ્ટ મેચમાં સૌથી વધારે રન બનાવવાના મામલામાં તે પહેલા નંબરે આવી ગયો છે. તેની સાથે જ પંતે 72 વર્ષ જૂનો રેકોર્ડ તોડી નાંખ્યો છે.  રિષભ પંતે એજબેસ્ટનમાં 146 અને 57 રન ફટકાર્યા. એટલે કે ટેસ્ટમાં કુલ 203 રન બનાવીને પહેલો નંબર હાંસલ કરી લીધો. જ્યારે ત્યારબાદ ક્લાઈવ વોલકોટનો નંબર આવે છે. જેમણે લોર્ડ્સમાં 14 અને 168 રન બનાવ્યા.


અમદાવાદી છોરાએ તોડ્યો કપિલ દેવનો 40 વર્ષ જૂનો રેકોર્ડ! ઈંગ્લેન્ડ સામેની મેચમાં આ ખેલાડીએ મચાવ્યો તરખાટ


ભારતીય વિકેટકીપર તરીકે ત્રીજો ક્રમ મેળવ્યો
જો ભારતીય વિકેટકીપરની વાત કરીએ તો ઋષફ પંત પહેલાં આ રેકોર્ડ પૂર્વ કેપ્ટન મહેન્દ્રસિંહ ધોનીના નામે હતો. જેણે આ મેદાન પર વર્ષ 2011માં રમાયેલી ટેસ્ટમાં 151 રન બનાવ્યા હતા. જેમાં તેણે પહેલા અને બીજા દાવમાં 77 અને 74 રન બનાવ્યા હતા. કોઈ એક ટેસ્ટમાં ભારતીય વિકેટકીપર દ્વારા સૌથી વધારે રન બનાવવાના મામલામાં પણ રિષભ પંત ત્રીજા નંબરે આવી ગયો છે.


સાક્ષી પહેલા ધોનીના જીવનમાં હતી આ એક્ટ્રેસ? બંને વચ્ચે અફેરની પણ હતી ચર્ચા


ખેલાડીનું નામ વિરોધી ટીમ રન વર્ષ
બુધિ કુંદેરન ઈંગ્લેન્ડ 230 1964
એમએસ ધોની ઓસ્ટ્રેલિયા 224 2013
રિષભ પંત ઈંગ્લેન્ડ 203 2022
ફારુક એન્જિનિયર ઈંગ્લેન્ડ 187 1973

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube