ઈન્ડિયન વેલ્સઃ ઓસ્ટ્રિયાના ડોમિનિક થિએમે એટીપી ઈન્ડિયન વેલ્સ માસ્ટર્સ ટેનિસ ટૂર્નામેન્ટનું ટાઇટલ જીતી લીધું છે. તેણે ફાઇનલમાં પૂર્વ વર્લ્ડ નંબર 1 સ્વિટ્ઝર્લેન્ડના રોજર ફેડરરને 3-6, 6-3, 7-5થી પરાજય આપ્યો હતો. વર્લ્ડ નંબર 8 થિએમ પ્રથમવાર આ ટૂર્નામેન્ટની ફાઇનલમાં પહોંચ્યો હતો. આ તેના કરિયરનું 12મું ટાઇટલ છે. ફેડરર હાલ વર્લ્ડ રેન્કિંગમાં ચોથા સ્થાને છે.  


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ફેડરર-થિએમ વચ્ચે જીત-હારનો રેકોર્ડ 3-2 થયો
ફેડરર આ ટૂર્નામેન્ટની ફાઇનલમાં નવમી વખત પહોંચ્યો હતો. તે પાંચ વખત અહીં ચેમ્પિયન બની ચુક્યો છે. છેલ્લે 2017માં ફેડરરે ટ્રોફી જીતી હતી. ત્યારે તેણે ફાઇનલમાં પોતાના દેશના સ્ટાન વાવરિંકાને 6–4, 7–5થી પરાજય આપ્યો હતો. 


ફેડરર અને થિએમ વચ્ચે આ પાંચમી ટક્કર હતી. તેમાં થિએમ 3 અને ફેડરરે 2 વખત જીત હાસિલ કરી છે. થિએમે આ પહેલા છેલ્લે ફેડરરને 2016માં સ્ટુટગાર્ટના સેમિફાઇનલમાં 3-6, 7-6, 6-4થી પરાજય આપ્યો હતો. 


થિએમે સેમિફાઇનલમાં કેનેડાના વર્લ્ડ નંબર-14 ખેલાડી મિલોસ રાઓનિકને 7-6, 6-7, 6-4થી હરાવ્યો હતો. બીજા સેમિફાઇનલમાં ઈજાને કારણે ખસી જતા ફેડરરને વોક ઓવર મળ્યું હતું. 


IPL 12: ચેન્નઈ સુપર કિંગ્સે કરી પ્રેક્ટિસ, એક્શનમાં દેખાયો ધોની 


ફાઇનલમાં ફેડરરે ત્રણ અને થિએમે એક એસ લગાવ્યો હતો. થિએમે 3 જ્યારે ફેડરરે 2 ડબલ ફોલ્ટ કર્યા હતા.