અમદાવાદ :સ્વિત્ઝરર્લેન્ડે ટેનિસના ઈતિહાસમાં સૌથી વધુ ગ્રેન્ડસ્લેમ (Most Grand Slam) જીતનાર રોજર ફેડરર (Roger Federer) નું સન્માન પણ ઐતિહાસિક રીતે કરવાનો નિર્ણય કર્યો છે. સ્વિત્ઝરર્લેન્ડ (Switzerland) પોતાના આ પ્લેયરના સન્માનમાં ચાંદીના સિક્કા જાહેર કરશે. ફેડરર સ્વિત્ઝરલેન્ડના પહેલા એવા જીવિત વ્યક્તિ હશે, જેમના સન્માનમાં ચાંદીનો સ્મારક સિક્કો (Roger Federer Silver Coin) જાહેર કરશે. રોજર ફેડરરે પુરુષ સિંગલ્સમાં 20 ગ્રેન્ડસ્લેમ ખિતાબ જીત્યો છે અને આવુ કરનાર તેઓ પહેલા પ્લેયર છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

24 વર્ષ મોટી તબ્બુના પ્રેમમાં પડ્યો ઈશાન ખટ્ટર, ચર્ચાના ચગડોળે ચઢ્યું આ પ્રેમ પ્રકરણ..


સ્વિત્ઝરર્લેન્ડની સંઘીય ટંકશાળ સ્વિસમિંટે (Swissmint) ફેડરરના સન્માનમાં તેમની તસવીર સાથે 20 ફ્રૈંકના ચાંદીના સિક્કા બનાવ્યા છે. સ્વિસમિંટે નિવેદન જાહેર કરીને કહ્યું કે, ફેડરલ મિંટ સ્વિસમિંટ રોજર ફેડરરને સમર્પિત કરે છે. ઈતિહાસમાં પહેલીવાર આવું થઈ રહ્યું છે કે, જ્યારે એક જીવિત વ્યક્તિના નામ પર સિક્કા જાહેર કરીને તેઓને સન્માનિત કરવામાં આવી રહ્યાં છે. 


38 વર્ષીય રોજર ફેડરરરના બૈકહેંન્ડ કરતા ફોટોવાળા 55 હજાર સિક્કા બનાવવામાં આવ્યા છે. 20 ફ્રૈંકના આ સિક્કાઓનું 2 ડિસેમ્બરથી પ્રિ-સેલ શરૂ થઈ ગયુ છે, જે 19 ડિસેમ્બર સુધી ચાલશે. સ્વિસમિંટ 50 ફ્રૈંકવાળઆ સિક્કા મે મહિનામાં જાહેર કરશે. ફેડરરે અત્યાર સુધી 28 એટીપી માસ્ટર્સ 1000 ખિતાબ જીત્યાં છે.


મૃતકના પરિવારનો આક્ષેપ, ‘ગાડી ડ્રાઈવર નહિ, પણ ધારાસભ્ય શૈલેષ પરમારનો પુત્ર ચલાવતો હતો’


20 વાર ગ્રૈન્ડ સ્લેમ વિનર ફેડરરે તેના માટે સ્વિત્ઝરર્લેન્ડની સરકારનો આભાર વ્યક્ત કરતા લખ્યું કે, આ શાનદાર સન્માન માટે સ્વિત્ઝરલેન્ડ અને સ્વિસમિંટનો ખૂબ ખૂબ આભાર. ફેડરર સ્વિત્ઝરલેન્ડના સૌથી સફળ પ્લેયર છે. તે રેકોર્ડબ્રેક 310 સપ્તાહ સુધી એટીપી રેન્કિંગમાં ટોપ સ્થાન પર રહ્યાં છે. ફેડરર હવે વર્લ્ડ રેન્કિંગમાં નંબર-3 સ્થાન પર આ વર્ષે સમાપન કરશે.


રોજર ફેડરરના નામે જર્મનીના હાલે શહેરમાં એક રસ્તો પણ છે. ફેડરરે હાલે શહેરમાં 10 વાર ટુર્નામેન્ટ જીતી છે. આ સન્માન અંતર્ગત શહેરમાં એક રસ્તાનું નામ તેમના નામ સાથે જોડી દેવામાં આવ્યું છે. સ્વિસ પોસ્ટ રોજરના નામ પર ટિકીટ પણ જાહેર કરી ચૂક્યું છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube