24 વર્ષ મોટી તબ્બુના પ્રેમમાં પડ્યો ઈશાન ખટ્ટર, ચર્ચાના ચગડોળે ચઢ્યું આ પ્રેમ પ્રકરણ..

અભિનેત્રી જ્હાન્વી કપૂરની સાથે ધડક ફિલ્મમાં પ્રેમ પડ્યા બાદ હવે ઈશાન ખટ્ટર (Ishaan Khattar) 24 વર્ષ મોટી તબ્બુ (Tabu) સાથે રોમાન્સ કરતા નજરે ચઢશે. હકીકતમાં, ઈશાન હાલ પોતાની આગામી વેબસીરીઝ ‘એ સેલ્યુટ બોય’ની શુટિંગમાં બિઝી છે. તેનો ફર્સ્ટ લૂક ઈશાને પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કર્યો છે. તેને શેર કરતા યંગ એક્ટરે લખ્યું કે, એ સ્યૂટેબલ બોયનો પહેલો લૂક.

Updated By: Dec 3, 2019, 09:58 AM IST
24 વર્ષ મોટી તબ્બુના પ્રેમમાં પડ્યો ઈશાન ખટ્ટર, ચર્ચાના ચગડોળે ચઢ્યું આ પ્રેમ પ્રકરણ..

અમદાવાદ :અભિનેત્રી જ્હાન્વી કપૂરની સાથે ધડક ફિલ્મમાં પ્રેમ પડ્યા બાદ હવે ઈશાન ખટ્ટર (Ishaan Khattar) 24 વર્ષ મોટી તબ્બુ (Tabu) સાથે રોમાન્સ કરતા નજરે ચઢશે. હકીકતમાં, ઈશાન હાલ પોતાની આગામી વેબસીરીઝ ‘એ સેલ્યુટ બોય’ની શુટિંગમાં બિઝી છે. તેનો ફર્સ્ટ લૂક ઈશાને પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કર્યો છે. તેને શેર કરતા યંગ એક્ટરે લખ્યું કે, એ સ્યૂટેબલ બોયનો પહેલો લૂક.

આજથી વધુ રૂપિયા ચૂકવવા તૈયાર રહો, તમામ કંપનીના પ્રિપેડ પ્લાન થશે મોંઘા  

ફર્સ્ટ લૂક જોઈને સમજી શકાય છે કે, ઈશાન ખટ્ટ આ ફિલ્મમાં એક વેશ્યાના પ્રેમમાં પડી જાય છે. વેશ્યાનું પાત્ર તબ્બુ ભજવી રહી છે. આ ફિલ્મમાં ઈશાન એક કોલેજ સ્ટુડન્ટ માન કપૂરનો રોલ અને તબ્બુ સઈદા બાઈનો રોલ ભજવી રહી છે. ફિલ્મના પોસ્ટરમાં તબ્બુ અને ઈશાન હિંચકા પર બેસીને એકબીજા સાથે રોમાન્સ કરતા નજરે ચઢી રહ્યાં છે.

ફિલ્મમાં માનની ભૂમિકા ભજવી રહેલ ઈશાન પોતાના રાજનેતા પિતાથી બિલકુલ ખુશ નથી અને તે જીવનનો આનંદ માણવા માગે છે. જેને કારણે તે તબ્બુ તરફ આકર્ષાય છે. 

ક્રિકેટ રસિયાઓ માટે સૌથી મોટા સમાચાર, મોટેરા સ્ટેડિયમના ઉદઘાટન અને પહેલી મેચની થઈ જાહેરાત

 तब्बू के इश्क में पड़े ईशान खट्टर, 'ए सूटेबल ब्वॉय' का फर्स्ट लुक चर्चा में

આ ફિલ્મ મીરા નાયર બનાવી રહ્યાં છે. આ પહેલા મીરા નાયરે મોન્સૂન વેડિંગ, સલામ બોમ્બે અને કામસૂત્ર જેવી ચર્ચાસ્પદ ફિલ્મો બનાવી છે. તો ઈશાનની વાત કરીએ તો, મીરાની સાથે તેઓ પહેલીવાર કામ કરી રહ્યાં છે. ઈશાને ઈઝરાયેલી ફિલ્મકાર માજિદ મજીદીની ‘બિયોન્ડ ધ ક્લાઉડ્સ’થી પોતાના કરિયરની શરૂઆત કરી હતી.

તો તબ્બુ આ પહેલા મીરા નાયરની સાથે ‘ધ નેમસેક’ માં કામ કરી ચૂકી છે. ઝૂંપા લાહિદીના ઉપન્યાસ પર આધારિત આ ફિલ્મને સમીક્ષકોએ બહુ જ વખાણી હતી. આ ફિલ્મનું પ્રીમિયર જૂન 2020માં થશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube