નવી દિલ્હી: ભારતે ન્યૂઝીલેન્ડને ઘર આંગણે 3-0થી હરાવીને ટી20 મેચોની સિરીઝ જીતી લીધી છે. ટીમ ઈન્ડિયાએ પહેલીવાર ઘર આંગણે કિવી ટીમને ક્લીન સ્વીપ કરી છે. આ સિરીઝમાં ભારતના બોલરો અને બેટરોએ શાનદાર ખેલનું પ્રદર્શન કર્યું. ટીમ ઈન્ડિયાના નવા કેપ્ટન રોહિત શર્માએ જબરદસ્ત કેપ્ટનશીપ કરીને ટીમને જીત અપાવી. ભારતીય ટીમે આ સિરીઝ દિગ્ગજ બેટર વિરાટ કોહલી, સ્ટાર ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા અને યોર્કર કિંગ જસપ્રીત બુમરાહ વગર  હાંસલ કરી છે. ટીમ ઈન્ડિયામાં અનેક ખેલાડીઓ એવા રહ્યા જેમના કારણે ભારત સિરીઝ જીતી શક્યું. આવો જાણીએ જીતના હીરો એવા આ ખેલાડીઓ વિશે...


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

1 રોહિત શર્મા
ટીમ ઈન્ડિયાના ઓપનર અને કેપ્ટન રોહિત શર્માએ સિરીઝ જીતાડવામાં મહત્વનો ભાગ ભજવ્યો. રોહિતે આખી સિરીઝમાં ધાકડ બેટિંગ કરી અને આક્રમક અંદાજમાં બેટિંગ કરતા તાબડતોડ રન કર્યા. હિટમેને પોતાની બેટિંગથી ન્યૂઝીલેન્ડના બોલરોમાં ડર પેદા કર્યો હતો. તેના લાંબા છગ્ગા મારવાની કલાથી દર્શકો ખુબ રોમાંચિત થયા. રોહિતે ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ સિરીઝની 3 મેચોમાં 159 રન કર્યા. તેનું બેટ જાણે આગ ઓકી રહ્યું હતું. તેણે કેપ્ટનશીપમાં પણ યોગ્ય નિર્ણય લીધા. પછી ભલે તે બેટિંગમાં ફેરફાર હોય કે પછી ફિલ્ડિંગ સેટ કરવાની હોય. દરેક બાબતે તે નંબર વન સાબિત થયો. રોહિતના ખતરનાક પ્રદર્શનના કારણે તેને 'મેન ઓફ ધ સિરીઝ' એવોર્ડ મળ્યો. 


IND vs NZ 3rd T20 Match: રોહિત શર્માના નેતૃત્વમાં ન્યૂઝીલેન્ડના સૂપડાં સાફ, ભારતે 3-0થી કર્યો સિરીઝ પર કબજો


2. હર્ષલ પટેલ
આ ખેલાડી આ સિરીઝની મોટી શોધ સાબિત થયો. ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ બીજી ટી20 મેચમાં હર્ષલે પોતાનું ઈન્ટરનેશનલ ડેબ્યૂ કર્યું અને આ મેચમાં તેણે કાતિલ બોલિંગથી કીવી ટીમની બેટિંગની કમર તોડી નાખી હતી. તેણે આ મેચમાં ચાર ઓવરના કોટામાં 25 રન આપીને 3 વિકેટ લીધી. તેના આ પ્રદર્શનના કારણે જ તેને બીજી ટી20 મેચમાં મેન ઓફ ધ મેચ એવોર્ડ મળ્યો હતો. છેલ્લે તેણે તોફાની બેટિંગ કરીને 11 બોલમાં 18 રન પણ જોડ્યા હતા. તેની ધીમી ગતિથી નખાતા બોલમાં વિકેટ લેવાની કળાથી તો બધા જ માહિતગાર છે. 


IND vs NZ: Eden Gardens માં રોહિત શર્માએ મચાવી ધમાલ, તોડ્યો વિરાટ કોહલીનો વર્લ્ડ રેકોર્ડ


4 કે એલ રાહુલ
ભારતના સ્ટાર બેટર કે એલ રાહુલે આ સિરીઝમાં ખુબ ફટકાબાજી કરી. તેણે 2 મેચમાં 40ની સરેરાશથી 80 રન કર્યા. રાહુલે રાંચીમાં રમાયેલી બીજી ટી20 મેચમાં 49 બોલમાં 65 રનની ઈનિંગ રમી હતી. તેણે સમગ્ર સિરીઝમાં ખુબ જ ક્લાસિક બેટિંગનો નજારો રજુ કર્યો હતો. કવર પરથી ચોગ્ગો ફટકારવાની તેની કળાએ બધાના હ્રદય જીતી લીધા છે. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube