દુબઇ: ટીમ ઇન્ડિયા (Team India) ની ટી20 વર્લ્ડ કપ 2021 (T20 World Cup 2021) માં યાત્રા સેમીફાઈનલ પહેલા જ પૂર્ણ થઈ ગઇ છે. વિરાટ કોહલી (Virat Kohli) એ પણ ભારતની ટી20 કેપ્ટનશીપ છોડી દીધી છે. કેપ્ટન તરીકે વિરાટ કોહલી ટીમ ઇન્ડિયાને એક પણ આઇસીસી ટુર્નામેન્ટ (ICC Tournament) જીતાડી શક્યો નથી, જેના કારણે ટી20 કેપ્ટનશીપ છોડવી પડી રહી છે. ટી20 ની કેપ્ટનશીપ (T20 Captain) છોડ્યા બાદ વિરાટ કોહલીની વનડે કેપ્ટનશીપ પર ખતરો છે. એવામાં આવનારા દિવસોમાં રોહિત શર્મા (Rohit Sharma) ને વનડે અને ટી20 ની કેપ્ટનશીપ આપવામાં આવી શકે છે. દરે વખતે નવો કેપ્ટન આવતા જ ટીમમાં મોટા ફેરફાર કરતા હોય છે. ટીમ ઇન્ડિયામાં એવા 4 ખેલાડીઓ છે, જે રોહિત શર્માના કેપ્ટન બનતા જ તેમની જગ્યા ગુમાવી શકે છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

1. રિષભ પંત
રોહિત શર્મા જો ટીમ ઇન્ડિયાનો કેપ્ટન બનશે તો યુવા બેટ્સમેન ઇશાન કિશનને વિકેટકિપર બેટિંગ ટી20 અને વનડે ટીમમાં તક મળી શકે છે. ઇશાન કિશન IPL માં મુંબઇ ઇન્ડિયન્સની ટીમ માટે રોહિત શર્માની સાથે રમે છે, એવામાં રોહિતના કેપ્ટન બનતા જ રિષભ પંતની જગ્યા ખતરામાં આવી શકે છે. ઇશાન કિશનની વાત કરીએ તો હકિકતમાં તેની બેટિંગ રિષભ પંત કરતા પણ ઘણી વિસ્ફોટક છે.


World T20: કોહલી-શાસ્ત્રી યુગનો અંત, ટીમ ઈન્ડિયાની શાનદાર જીત સાથે વિદાય


2. નવદીપ સૈની
ટીમ ઇન્ડિયાના ફાસ્ટ બોલર નવદીપ સૈની ટી20, વનડે અને ટેસ્ટ ત્રણે ફોર્મેટમાં ટીમ ઇન્ડિયાના દળમાં શામેલ રહે છે. નવદીપ સૈનીને અત્યાર સુધી ટીમ ઇન્ડિયામાં કંઈ કાસ કરવાની તક મળી નથી. જો રોહિત શર્મા ટીમ ઇન્ડિયાનો કેપ્ટન બને છે તો નવદીપ સૈનીની જગ્યા તે અન્ય કોઇ બોલરને ટીમમાં તક આપી શકે છે.


3. વોશિંગટન સુંદર
ઓલરાઉન્ડર વોશિંગટન સુંદર વિરાટ કોહલીનો મનપસંદ ખેલાડીઓમાંથી એક છે. વોશિંગટન સુંદર RCB ની ટીમમાં પણ વિરાટ કોહલી સાથે રમે છે. વોશિંગટન સુંદર ટી-20, વનડે અને ટેસ્ટ ત્રણેય ફોર્મેટમાં ટીમ ઇન્ડિયા માટે રમે છે. રોહિત શર્મા જો ટીમ ઇન્ડિયાનો કેપ્ટન બને છે તો, વોશિંગટન સુંદરની જગ્યા ક્રુણાલ પંડ્યા અથવા જયંત યાદવની ટીમમાં એન્ટ્રી થઈ શકે છે.


T20 વિશ્વકપમાંથી કેમ બહાર થઈ ગઈ ટીમ ઈન્ડિયા, જતા-જતા રવિ શાસ્ત્રીએ ગણાવી ખામી


4. યુઝવેન્દ્ર ચહલ
ટીમ ઈન્ડિયાના દિગ્ગજ સ્પિન બોલર યુઝવેન્દ્ર ચહલ વિરાટ કોહલીના ખૂબ જ ખાસ ખેલાડીઓમાંથી એક છે. ટી20 વર્લ્ડ કપ 2021 માં પણ ચહલને ટીમમાંથી બહાર કરવામાં આવ્યો હતો. તેની જગ્યાએ રાહુલ ચહરનો સમાવેશ કરવામાં આવ્યો હતો. રાહુલ લાંબા સમયથી રોહિત શર્માની મુંબઈ ઈન્ડિયન્સ તરફથી રમતા જોવા મળે છે. આવી સ્થિતિમાં, કેપ્ટન બન્યા પછી પણ રોહિત ચોક્કસપણે તેને ટીમમાં સતત તક આપશે. આવી સ્થિતિમાં યુઝવેન્દ્ર ચહલની કારકિર્દી પર બ્રેક લાગી શકે છે. રોહિત પોતાના મનપસંદ ખેલાડીઓને ટીમમાં સ્થાન આપશે અને આવનારા સમયમાં રાહુલની કારકિર્દી ચોક્કસપણે બની શકે છે. રાહુલ ચહર ઉભરતો સારો સ્પિન બોલર છે અને જો તેને વારંવાર તકો મળે તો ટીમને એક સારો સ્પિનર ​​મળી શકે છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube