Manoj Tiwari: બંગાળના ખેલ મંત્રી મનોજ તિવારી રણજી ટ્રોફીમાં શાનદરા પ્રદર્શન કરી રહ્યા છે. અલૂરમાં મધ્યપ્રદેશ સામે સેમીફાઈનલ મેચમાં મનોજ તિવારીએ શાનદાર 102 રનની ઇનિંગ રમી, જેમાં 12 ફોર સામેલ છે. મનોજ તિવારીના ફર્સ્ટ ક્લાસ કરિયરની 29 મી સદી હતી. તેમની આ ઇનિંગના કારણે બંગાળની ટીમ 273 રનના આંકડા સુધી પહોંચવામાં સફળ રહી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મનોજ તિવારીએ સદી બનાવ્યા બાદ એક સ્પેશિયલ પત્ર લહેરાવ્યો, જે સોશિયલ મીડિયા પર ખુબ જ વાયરલ થઈ રહ્યો છે. તે પત્રમાં તિવારીએ હાર્ટની તસવીર બનાવી હતી. સાથે તેમની પત્ની સુષ્મિતા અને બાળકોનું નામ લખ્યું હતું. મનોજ તિવારીની રણજી ટ્રોફીની હાલની સીઝનમાં આ સતત બીજી સદી છે. તિવારીએ ક્વોર્ટફાઈનલ મેતમાં પણ ઝારખંડની સામે 136 રન બનાવ્યા હતા.


Team India માં જગ્યા ન મળવાથી નારાજ છે આ ખેલાડી, સોશિયલ મીડિયા પર ઠાલવ્યો રોષ


એમપીને મળી હતી 68 રનની લીડ
એક સમય બંગાળની ટીમ 54 રન પર 5 વિકેટ ગુમાવી સંકટમાં જોવા મળી રહી હતી. પરંતુ ત્યારબાદ મનોજ તિવારી અને શાહબાઝ અહમદે છઠ્ઠી વિકેટ માટે 183 રનની ભાગીદારી કરી ઇનિંગને આગળ વધારી હતી. શાહબાઝ અહમદે પણ 116 રનની શાનદાર ઇનિંગ રમી. આ પહેલા મધ્ય પ્રદેશની પહેલી ઇનિંગ 341 રનો પર સમેટાઈ ગઈ હતી. વિકેટકીપર હિમાંશુ મંત્રીએ 165 અને અક્ષત રઘુવંશીએ 63 રનની ઇનિંગ રમી હતી. આ રીતે પહેલી ઇનિંગના આધારે મધ્ય પ્રદેશને 68 રનની નોંધપાત્ર લીડ મળી હતી.


દયાબેનની વાપસીની અસમંજસતા વચ્ચે TMKOC ના પ્રોડ્યુસર અસિત મોદીએ કર્યો મોટો ખુલાસો


2013 માં મનોજ તિવારીએ કર્યા હતા લગ્ન
મનોજ તિવારી તેમની પર્સનલ લાઈફને લઇને પણ ચર્ચામાં રહે છે. મનોજ તિવારીએ વર્ષ 2013 માં સુષ્મિતા રોય સાથે લગ્ન કર્યા હતા. બંને લગ્ન પહેલા લગભગ સાત વર્ષ સુધી એકબીજાને ડેટ કરી રહ્યા હતા. સુષ્મિતા ઘણી વખત મેદાન પર તેમના પતિને ચીયર કરતી જોવા મળી છે. મનોદ તિવારીએ ભારત માટે કુલ 15 મેચમાં ભાગ લીધો, જેમાં તે કંઈ ખાસ પ્રદર્શન કરી શક્યા ન હતા.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube