Team India માં જગ્યા ન મળવાથી નારાજ છે આ ખેલાડી, સોશિયલ મીડિયા પર ઠાલવ્યો રોષ

Team India: ટીમ ઇન્ડિયામાં જગ્યા ન મળવાનું દુ:ખ આ ખેલાડી સહન કરી શક્યો નહીં અને તેણે સોશિયલ મીડિયા પર રોષ ઠાલવ્યો છે. ટીમ ઇન્ડિયા આયરલેન્ડ સામે 26 જૂન અને 29 જૂનના બે ટી20 મેચ રમશે.

Team India માં જગ્યા ન મળવાથી નારાજ છે આ ખેલાડી, સોશિયલ મીડિયા પર ઠાલવ્યો રોષ

Team India: આયરલેન્ડના પ્રવાસ માટે ટીમ ઇન્ડિયાની જાહેરાત થઈ ગઇ છે. ટીમ ઇન્ડિયા આયરલેન્ડ સામે 26 જૂન અને 28 જૂનના બે મેચની ટી20 સીરિઝ રમશે. IPL 2022 વિજેતા કેપ્ટન હાર્દિક પંડ્યાને આ સીરિઝ માટે કેપ્ટન બનાવવામાં આવ્યો છે. ભારતનો એક ખેલાડી આયરલેન્ડ સામે રમવાની તક ન મળતા ખુબ જ નારાજ જોવા મળી રહ્યો છે.

ટીમ ઇન્ડિયામાં જગ્યા ન મળવા પર નારાજ આ ખેલાડી
ટીમ ઇન્ડિયામાં જગ્યા ન મળવાનું દુ:ખ આ ખેલાડી સહન કરી શક્યો નહીં અને તેણે સોશિયલ મીડિયા પર પોતાનો રોષ ઠાલવ્યો છે. આ ખેલાડી બીજુ કોઈ નહીં પરંતુ આઇપીએલમાં ઘણી વખત શાનદરા પ્રદર્શન કરનાર ઓલરાઉન્ડર રાહુલ તેવતિયા છે. રાહુલ તેવતિયાએ ટીમ ઇન્ડિયામાં જગ્યા ન મળવા બાદ એક ટ્વીટ કરી છે, જે સોશિયલ મીડિયા પર ખુબ જ ઝડપથી વાયરલ થઈ રહી છે.

ખતરોં કે ખિલાડીના સેટ પર ઇજાગ્રસ્ત થઈ આ એક્ટ્રેસ, તસવીર થઈ વાયરલ

સોશિયલ મીડિયા પર ઠાલવ્યો રોષ
રાહુલ તેવતિયાએ આયરલેન્ડ સામે ટી20 સીરિઝ માટે ટીમ ઇન્ડિયામાં તક ન મળ્યા બાદ ટ્વિટર પર લખ્યું, 'અપેક્ષાઓને નુકસાન થયું છે'. તમને જણાવી દઈએ કે રાહુલ તેવતિયા એક ખતરનાક મેચ ફિનિશર છે. આ વર્ષે રાહુલ તેવતિયાની સૌથી યાદગાર આઇપીએલ ઇનિંગ નજર કરીએ તો પંજાબ કિંગ્સ સામેની મેચ ધ્યાને ચડે છે, જ્યારે ગુજરાત ટાઈટન્સને પંજાબ કિંગ્સ સામે એક મેચમાં 2 બોલમાં 12 રનની જરૂર હતી. ત્યારે તેવતિયાએ સતત બે બોલ પર 2 સિક્સ ફટકારી ગુજરાત ટાઈટન્સને મેચ જીતાડી હતી.

સાઉથ આફ્રિકા સામે પણ કર્યો હતો નજરઅંદાજ
ખતરનાક મેચ ફિનિશર રાહુલ તેવતિયાને સાઉથ આફ્રિકા સામે ટી20 સીરિઝમાં સીલેક્ટર્સે નજરઅંદાજ કર્યો હતો અને હવે આ ખેલાડીને આયરલેન્ડ પ્રવાસ પર ટીમ ઇન્ડિયામાં પસંદ કરવામાં આવી શકે છે. રાહુલ તેવતિયાએ આ વર્ષે ગુજરાત ટાઈટન્સ માટે IPL 2022 ની 16 મેચમાં 31 ની સરેરાશ અને 147.61 ના સ્ટ્રાઈક રેટથી 217 રન બનાવ્યા હતા. રાહુલ તેવતિયાને જો ટીમ ઇન્ડિયામાં પસંદ કરવામાં આવે છે તો હાર્દિક પંડ્યા અને દિનેશ કાર્તિક બાદ ત્રીજો ફિનિશર પણ મળી શકે છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

Trending news