નવી દિલ્હીઃ બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડ (બીસીબી)એ દક્ષિણ આફ્રિકાના પૂર્વ કોચ રસેલ ડોમિંગોને પોતાના મુખ્ય કોચ બનાવવાની શનિવારે જાહેરાત કરી હતી. આઈસીસી વેબસાઇટના રિપોર્ટ અનુસાર, બીસીબીના અધ્યક્ષ નજમુલ હસને શનિવારે એક નિવેદન આપીને આ વાતની જાણકારી આપી હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ડોમિંગોનો કાર્યકાળ બે વર્ષનો હશે અને તે 21 ઓગસ્ટથી પોતાનો કાર્યકાર સંભાળશે. ડોમિંગો સ્ટીવ રોડ્સની જગ્યા લેશે. ડોમિંગોની સાથે ન્યૂઝીલેન્ડના માઇક હેસન અને પાકિસ્તાનના પૂર્વ કોચ મિકી આર્થર પણ આ રેસમાં સામેલ હતા. 


44 વર્ષીય ડોમિંગો આ પહેલા દક્ષિણ આફ્રિકાના અન્ડર-19 અને સીનિયર ટીમના કોચ રહી ચુક્યા છે. તેમના માર્ગદર્શનમાં ટીમ 2014ના આઈસીસી ટી-20 વિશ્વ કપ અને 2015ના વિશ્વકપની સેમિફાઇનલ સુધી પહોંચ્યું હતું. 

IND vs WI: બ્રાયન લારાના ઘરે પાર્ટીનું આયોજન, ભારતીય ખેલાડીઓ થયા સામેલ 


બાંગ્લાદેશે હજુ સપ્ટેમ્બરમાં અફઘાનિસ્તાનની સાથે એકમાત્ર ટેસ્ટ મેચ રમવાની છે. ત્યારબાદ તે અફઘાનિસ્તાન અને ઝિમ્બાબ્વેની સાથે ત્રિકોણીય સિરીઝ પણ રમશે.