દુનિયા જેને ક્રિકેટનો ભગવાન કહે છે, એવા સચિન તેંડુલકરમાં કપિલ દેવે કેમ કાઢ્યાં વાંધા વચકા? અચાનક શું ડખો પડ્યો?
નવી દિલ્હીઃ ભારતના ભૂતપૂર્વ વર્લ્ડ ચેમ્પિયન કેપ્ટન કપિલ દેવ અને માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકર વચ્ચેના સંબંધો બહુ સૌહાર્દપૂર્ણ રહ્યા નથી. કપિલ દેવે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં રન અને સદી ફટકારનાર સચિન તેંડુલકરની બેટિંગ પર સવાલ ઉઠાવ્યા હતા. કપિલ દેવે ઓનલાઈન લાઈવ ચેટમાં કહ્યું હતું કે સચિન તેંડુલકરને ખબર નથી કે સદીને 200 અને 300માં કેવી રીતે કન્વર્ટ કરવી. કપિલ દેવે યુટ્યુબ પર 'ઈનસાઈડ આઉટ' શોમાં ભારતીય મહિલા ક્રિકેટ ટીમના પૂર્વ કોચ ડબલ્યુવી રમણ સાથેની વાતચીતમાં કહ્યું કે મેં સચિન જેવી પ્રતિભા જોઈ નથી, પરંતુ તે નિર્દય બેટ્સમેન નહોતો.
આ ભાઈ ઉંધા માથે થઈ પગથી કેમ કરે છે અમ્પાયરીંગ? ક્રિકેટર્સ અને ચાહકો બધા અવાક! જુઓ Video
સચિન આ કામ જાણતો ન હતો-
કપિલ દેવે કહ્યું, 'સચિન જાણતો હતો કે સદી કેવી રીતે ફટકારવી, પરંતુ તે આ સદીને ડબલ સેન્ચુરી અને ટ્રિપલ સેન્ચુરીમાં કેવી રીતે કન્વર્ટ કરવી તે જાણતો ન હતો.' કપિલ દેવે કહ્યું કે સચિન તેંડુલકર જેવા બેટ્સમેને તેની કારકિર્દીમાં ઓછામાં ઓછી ત્રણ ત્રેવડી સદી ફટકારવી જોઈતી હતી. કપિલ દેવે કહ્યું, 'સચિને 10 બેવડી સદી ફટકારવી જોઈતી હતી, કારણ કે સચિન તેંડુલકર જેવો બેટ્સમેન દરેક ઓવરમાં બાઉન્ડ્રીની બહાર ફાસ્ટ બોલરો અને સ્પિનરોને ફટકારી શકે છે.'
કોણ બનશે તેંડુલકરનો જમાઈ? કોની સાથે ડેટ પર ગઈ હતી સચિનની પુત્રી સારા? જુઓ Pics
સચિન નિર્દયી બેટ્સમેન નહોતો-
કપિલે કહ્યું, 'સચિન સદી ફટકાર્યા બાદ સિંગલ્સ લેવાનું શરૂ કરી દેતો હતો. જ્યારે તેણે સદી બાદ વધુ આક્રમક બેટિંગ કરવી જોઈતી હતી. તમને જણાવી દઈએ કે સચિન તેંડુલકર અને કપિલ દેવ વચ્ચે પણ વિવાદ થયો હતો. વર્ષ 2000માં જ્યારે સચિન તેંડુલકર કેપ્ટન હતો ત્યારે ટીમ ઈન્ડિયાના કોચ કપિલ દેવ સાથે તેનો વિવાદ થયો હતો. તમને જણાવી દઈએ કે સચિન તેંડુલકરના નામે ટેસ્ટ ક્રિકેટમાં એક પણ ટ્રિપલ સેન્ચુરી નથી. ટેસ્ટમાં સચિન તેંડુલકરનો સર્વશ્રેષ્ઠ સ્કોર 248 રન છે. ટેસ્ટ ક્રિકેટમાં સચિનના નામે છ બેવડી સદી છે.
Harnaaz પર દેશને નાઝ! આ સવાલનો જવાબ આપીને પંજાબી કુડીએ ભારતને અપાવ્યો મિસ યુનિવર્સનો ખિતાબ!
Harnaaz Kaur બની Miss Universe, Social Media પર છવાઈ Super Hot તસવીરો! જોશો તો જોતા જ રહેશો
TV ની સૌથી Sexy Actress! મારકણી અદાઓ જોઈ ભલભલાને થવા લાગે ગલીપચી! ફોટા જોઈને થશે કે આજે તો...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube