આ સવાલનો જવાબ આપીને બ્રહ્માંડ સુંદરી બની ગઈ હરનાઝ! ભારતને અપાવ્યો મિસ યુનિવર્સનો ખિતાબ!

આ સવાલનો જવાબ આપીને બ્રહ્માંડ સુંદરી બની ગઈ હરનાઝ! ભારતને અપાવ્યો મિસ યુનિવર્સનો ખિતાબ!

નવી દિલ્હીઃ સુષ્મિતા સેન અને લારા દત્તા બાદ હરનાઝ કૌર સંધૂએ ભારતને અપાવ્યો મિસ યુનિવર્સનો ખિતાબ. મૂળ પંજાબના ચંદીગઢ જિલ્લાની રહેવાસી 21 વર્ષિય હરનાઝ કૌરએ બ્રહ્માંડ સુંદરીનો ખિતાબ હાંસલ કરીને ભારતને દુનિયાભરમાં ગૌરવ અપાવ્યું છે. ભારતે 21 વર્ષ બાદ મિસ યુનિવર્સનો ખિતાબ જીતીને ફરી એકવાર ફેશન અને મોડલિંગની દુનિયામાં ડંકો વગાડ્યો છે. 

— Miss Universe (@MissUniverse) December 13, 2021

 

 

આ પહેલાં 2000માં લારા દત્તા મિસ યુનિવર્સ બની હતી. અને એના પહેલાં સુષ્મિતા સેન મિસ યુનિવર્સ બનનારી પહેલી ભારતીય મહિલા હતી. મિસ યુનિવર્સ 2021માં ભારતે એક મોટી સિદ્ધિ હાંસલ કરી છે. આ સ્પર્ધામાં ભારતની દીકરી હરનાઝ કૌર સંધુએ 70મી મિસ યુનિવર્સનો ખિતાબ જીત્યો છે. સૌથી મોટી વાત એ છે કે ભારતે 21 વર્ષના લાંબા સમય બાદ આ ખિતાબ જીત્યો છે.

આગામી દિવસોમાં  આ પંજાબી કુડી પણ તમને બોલીવુડમાં ધૂમ મચાવતી દેખાય તો નવાઈ નહીં. કારણકે, સામાન્ય રીતે આપણે ત્યાં ફેશન અને મોડલિંગમાં એવો ટ્રેન્ડ રહ્યો છેકે, મિસ ઈન્ડિયા, મિસ એશિયા પેસિફિક, મિસ વર્લ્ડ કે મિસ યુનિવર્સ બન્યા બાદ આવી સુપર મોડલ માટે બોલીવુડના દરવાજા ખુલી જતાં હોય છે. આ પહેલાં સુષ્મિતા સેન અને લારા દત્તા પણ મિસ યુનિવર્સનો ખિતાબ જીત્યા બાદ બોલીવુડમાં રૂપેરી પડદે ધૂમ મચાવતી જોવા મળી હતી. જ્યારે ઐશ્વર્ય રાય હોય કે પ્રિયંકા ચોપડા સહિતની સુપર મોડલ મિસ વર્લ્ડ બનાવ્યા બાદ બોલીવુડમાં એન્ટ્રી થઈ હતી.

 

The 70th MISS UNIVERSE Competition is airing LIVE around the world from Eilat, Israel on @foxtv pic.twitter.com/wwyMhsAyvd

— Miss Universe (@MissUniverse) December 13, 2021

આ સવાલનો જવાબ આપીને હરનાઝ બની બ્રહ્માંડ સુંદરી-
ત્રણેય ટોપ સ્પર્ધકોને સવાલ પૂછવામાં આવ્યો હતો કે દબાણનો સામનો કરી રહેલી મહિલાઓને તમે શું સલાહ આપશો? જેના પર હરનાઝ કૌર સંધુએ જવાબ આપ્યો, તમારે માનવું પડશે કે તમે અનન્ય છો અને તે જ તમને સુંદર બનાવે છે. બહાર આવો, તમારા માટે બોલતા શીખો કારણ કે તમે તમારા જીવનના નેતા છો. આ જવાબ સાથે હરનાઝે સંધુ પાસેથી આ વર્ષની મિસ યુનિવર્સ 2021નો ખિતાબ જીત્યો.

 

બોલીવુડની અભિનેત્રી પણ આ સમારોહમાં હાજર હતી. અને જ્યારે સ્પર્ધામાં વિનિંગ મુવમેન્ટ આવી અને જેવું હરનાઝનું નામ વિનર તરીકે જાહેર કરવામાં આવ્યું ત્યારે દરેક ભારતીયની જેમ ઉર્વશી પણ ગૌરવથી ગદગદિત થઈ ગઈ. તે એટલી ભાવુક થઈ ગઈ કે પોતાના આંસુ પણ ન રોકી શકી. સોશિયલ મીડિયા પર હાલ આ વીડિયો પણ ખુબ ટ્રેન્ડ થઈ રહ્યો છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news