ઓડેન્સે (ડેનમાર્ક): ભારતની સ્ટાર બેડમિન્ટન ખેલાડી સાઇના નેહવાલે ડેનમાર્ક ઓપનની સેમીફાઇનલમાં પ્રવેશ કરી લીધો છે. સાઇનાએ દુનિયાની ત્રીજા નંબરની જાપાની ખેલાડી નોઝોમી ઓકુહરાને સખત મેચમાં હરાવી છે. તેણે શુક્રવારે મેચમાં પૂર્વ ચેમ્પિયન આકુહારને 58 મીનિટની આ મેચમાં 17-21, 21-16 અને 21-12થી હરાવી છે. સાઇનાને સેમીફાઇનલમાં હવે ઇન્ડોનેશિયાની ગ્રિગોરિયા મરિસ્કા તુનઝુંગ સાથે થશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પ્રથમ મેચમાં હારવા હોવા છતાં સાઈનાએ આકુહારાને સખત ટક્કર આપી શાનદરા વાપસી કરી હતી. બીજી ગેમમાં પણ સાઇના 3-7થી પાછળ રહી હતી. તે સમયે સાઇનાએ સતત ત્રણ પોઇન્ટ લીધા પરંતુ આકુહારાએ 10-6 પોઇન્ટથી આગળ રહી હતી. ત્યારબાદ સાઇનાને આકુહારએ અન્ય કોઇ તક આપી ન હતી. પહેલા સાઇનાએ સ્કોર 10-10 કર્યો અને પછી 15-12થી આગળ રહી અને ગેમમાં 21-16થી જીત મેળવી હતી. અંતિમ ગેમમાં સાઇના શરૂઆતથી જ આકુહારા સામે 12-6થી આગળ રહી આ ગેમ 21-12થી જીતી લીધી હતી.



સાઇનાએ ક્વોર્ટરફાઇનલમાં યામુગુચીને હરાવી
આ પહેલા ગુરૂવારે સાઇનાએ ચાર વર્ષમાં પ્રથમ વખત વિશ્વ રેકિંગમાં બીજા નંબર પર જાપાની ખેલાડી અકાને યામાગુચીને હરાવી ડેનમાર્ક ઓપનની ક્વોર્ટરફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. તેમાં માત્ર 36 મિનિટ સુધી ચાલેલી પ્રી ક્વોર્ટરફાઇનલ મેચમાં યામાગુચી પર 21-15, 21-17ના સ્કોરથી સરળતાથી જીત હાંસલ કરી હતી. સાઇનાની તેના કરિયરમાં યામાગુચી પર આ બીજી વખત જીત હાંસલ કરી છે.



બન્નેની વચ્ચે સ્પર્ધામાં જાપાની ખેલાડી છ વાર જીત હાંસલ કરી ચુકી છે. સાઇનાએ ગત સમયે યામાગુચીને 2014માં ચાઇના ઓપનમાં હરાવી હતી. ત્યારબાદ જાપાની ખેલાડીએ ભારતીય ખેલાડી પર દબદબો બનાવવાનો શુરૂ કર્યો હતો. આ વર્ષે પણ આ રહેલા બન્ને વચ્ચે બે વખત મેચ થઇ હતી. જેમાં યામાગુચીએ મે મહિનામાં ઉબેર કર અને જૂનમાં મલેશિયા ઓપનમાં સાઇનાને હરાવી હતી.