નવી દિલ્હી: ભારતીય ક્રિકેટ ટીમ (Indian Cricket Team) ના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની (Mahendra Singh Dhoni) સોશિયલ મીડિયા પર ખૂબ ઓછા એક્ટિવ રહે છે જ્યારે તેમની પત્ની સાક્ષી ધોની  (Sakshi Dhoni) આ મામલે તેમનાથી ખૂબ અલગ છે. સાક્ષી સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ રહે છે. તો દરેક નાની મોટી વાતો પોતાના ફેન્સ સાથે શેર કરે છે. તો ધોની અને પુત્રી જીવા (Ziva Dhoni)ની મજેદાર ફોટોઝ અને વીડિયોઝ સોશિયલ મીડિયા પર શેર કરી મજા માણે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

તાજેતરમાં જ તેમણે ધોનીનો એક ફોટો શેર કર્યો છે જે ખૂબ ઝડપથી વાયરલ થઇ રહ્યો છે. સાક્ષી ધોનીએ પોતાના ઓફિશિયલ ઇંસ્ટાગ્રામ એકાઉન્ટ પરથી પોતાનો અને ધોનીનો એકદમ ક્યૂટ ફોટો શેર કર્યો છે. ફોટામાં ધોની બેડ પર સૂતા સૂતા મોબાઇલમાં કંઇક જુએ છે. ધોનીના પગ સાક્ષીના ખોળામાં છે. આ દરમિયાન સાક્ષી માહિના પગના અંગૂઠાને બચકું ભરવાનો પ્રયત્ન કરે છે. 


ફોટા સાથે તેમણે લખ્યું છે કે જ્યારે તમે અટેંશન મેળવવાનો પ્રયત્ન કરો છો #mrsweetie!


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર