નવી દિલ્હી: આઇસીસી ક્રિકેટ વર્લ્ડ કપ (ICC World Cup 2019)માં શાનદાર પ્રદર્શન કરી રહેલી ઓસ્ટ્રેલિયાની ટીમ તેની છેલ્લી લીગ મેચમાં દક્ષિણ આફ્રિકાનો શિકાર બની ગઇ છે. ઓસ્ટ્રેલિયાની હાર બાદ તે સ્પષ્ટ થઇ ગયું છે કે, ભારત 9 જુલાઇએ મેનચેસ્ટરમાં ન્યૂઝીલેન્ડ સામે પ્રથમ સેમીફાઇનલ રમશે. તો બીજી તરફ 11 જુલાઇએ બર્મિંઘમમાં ઓસ્ટ્રેલીયાની ટીમ ઈગ્લેન્ડની ટીમ બીજી સેમીફાઇનલમાં આમને સામને જોવા મળશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વધુમાં વાંચો:- World Cup 2019: દક્ષિણ આફ્રિકાએ ઓસ્ટ્રેલિયાને 10 રનથી હરાવ્યું, વોર્નરની સદી વ્યર્થ


દક્ષિણ આફ્રિકા સામે ઓસ્ટ્રેલિયા આ ટૂર્નામેન્ટમાં હાર્યા બાદ પોઇન્ટ ટેબલમાં બીજા નંબર પર આવી ગયું છે. આ પહેલા છેલ્લી લીગ મેચમાં ભારતે શ્રીલંકાને 7 વિકેટથી હરાવી પોઇન્ટ ટેબલમાં પહેલું સ્થાન મેળવી લીધું હતું. આ જીતની સાથે જ ભારતના 15 પોઇન્ટ થઇ ગયા છે અને તેની સામે બીજા સ્થાન પર ઓસ્ટ્રેલિયા 14 પાઇન્ટ પર છે. જ્યારે ઈંગ્લેન્ડ 12 પાઇન્ટ સાથે ત્રીજા અને ન્યૂઝીલેન્ડ 11 પોઇન્ટ સાથે ચોથા સ્થાન પર છે. પોઇન્ટ ટેબલમાં પહેલા સ્થાન પર ભારતની સામે 4 સ્થાન પર આવેલી ન્યૂઝીલેન્ડ ટીમ વચ્ચે પ્રથમ સેમીફાઇનલ મેચ યોજાશે. તો બીજી તરફ બીજા અને ત્રીજા સ્થાન પર આવેલી ઓસ્ટ્રેલિયા અને ઈંગ્લેન્ડ વચ્ચે બીજી સેમીફાઇનલ મેચ રમાવવામાં આવશે.


વધુમાં વાંચો:- World Cup 2019: ભારતે બનાવ્યો સૌથી વધુ ખેલાડી રમાડવાનો રેકોર્ડ, છતાં રહી ગયું પાછળ....


ઓસ્ટ્રેલિયા અને ઈંગ્લેન્ડ વચ્ચે 11 જુલાઇએ બર્મિંઘમમાં બીજી સેમિફાઇનલ મેચ રમાશે. જ્યારે ઓસ્ટ્રેલિયા 9 મેચમાંથી 7 મેચ જીત અને બેમાં હારનો સામનો કર્યો પડ્યો હતો. મેજબાન ઈંગ્લેન્ડે 9 મેચમાંથી 6 મેચમાં જીત અને ત્રણ મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે. ભારતે 9 મેચમાંછી 7 મેચમાં જીત હાંસલ કરી છે. જ્યારે ન્યૂઝીલેન્ડ સામેની મેચ વરસાદના કારણે ધોવાઇ ગઇ હતી. આ મેચમાં તેને ન્યૂઝીલેન્ડની સાથે પોઇન્ટની વહેંચણી કરી હતી. જેમાં ભારતના 15 પોઇન્ટ થયા છે.


જુઓ Live TV:-


સ્પોર્ટના અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો...