World Cup 2019: દક્ષિણ આફ્રિકાએ ઓસ્ટ્રેલિયાને 10 રનથી હરાવ્યું, વોર્નરની સદી વ્યર્થ

આઇસીસી ક્રિકેટ વર્લ્ડ કપ (ICC World Cup 2019)માં શાનદાર પ્રદર્શન કરી રહેલી ઓસ્ટ્રેલિયાની ટીમ તેની છેલ્લી લીગ મેચમાં દક્ષિણ આફ્રિકાનો શિકાર બની ગઇ છે. દક્ષિણ આફ્રિકાએ શનિવારે (6 જુલાઇ) ઓસ્ટ્રેલિયાને આ રોમાંચક મેચમાં 10 રનથી હરાવ્યું છે.

World Cup 2019: દક્ષિણ આફ્રિકાએ ઓસ્ટ્રેલિયાને 10 રનથી હરાવ્યું, વોર્નરની સદી વ્યર્થ

મેનચેસ્ટર: આઇસીસી ક્રિકેટ વર્લ્ડ કપ (ICC World Cup 2019)માં શાનદાર પ્રદર્શન કરી રહેલી ઓસ્ટ્રેલિયાની ટીમ તેની છેલ્લી લીગ મેચમાં દક્ષિણ આફ્રિકાનો શિકાર બની ગઇ છે. દક્ષિણ આફ્રિકાએ શનિવારે (6 જુલાઇ) ઓસ્ટ્રેલિયાને આ રોમાંચક મેચમાં 10 રનથી હરાવ્યું છે. આ ટૂર્નામેન્ટમાં 27 વર્ષ પછી દક્ષિણ આફ્રિકા ઓસ્ટ્રેલિયાને હરાવવામાં સફળ રહ્યું છે. આ પહેલા 1992માં ઓસ્ટ્રેલિયા સામે દક્ષિણ આફ્રિકા જીત્યું હતું. દક્ષિણ આફ્રિકાએ આ વર્લ્ડ કપમાં તેની સફર જીત સાથે પૂર્ણ કરી છે. આ ટૂર્નામેન્ટમાં દક્ષિણ આફ્રિકાની ત્રીજી જીત રહી છે.

ઓસ્ટ્રેલિયા આ ટૂર્નામેન્ટમાં બીજી વખત હાર્યા બાદ પોઇન્ટ ટેબલમાં બીજા નંબર પર આવી ગયું છે. પોઇન્ટ ટેબલમાં પહેલા નંબર પર ટીમ ઇન્ડિયા છે, જે ઓસ્ટ્રેલિયાને પણ હરાવી ચુક્યું છે. ભારતે શનિવારે જ શ્રીલંકાને 7 વિકેટથી હરાવ્યું હતું. ત્યારે સેમીફાઇનલમાં ઓસ્ટ્રેલિયાનો મુકાબલો 11 જુલાઇએ બર્મિંધમમાં ઇગ્લેન્ડ સાથે થશે. તો બીજી તરફ ભારતીય ટીમ 9 જુલાઇએ મેનચેસ્ટરમાં ન્યૂઝીલેન્ડ સામે રમશે.

દક્ષિણ આફ્રિકાએ પહેલા બેટિંગ કરી 50 ઓવરમાં 6 વિકેટ પર 325 રન બનાવ્યા હતા. તેના માટે કેપ્ટન ફાફ ડુપ્લેસિસે 100 અને રસી વાન ડર ડુસેને 95 રનની ભાગીદારી કરી હતી. લક્ષ્યની પાછડ દોડી રહેલી ઓસ્ટ્રેલિયાની ટીમ 49.5 ઓવરમાં 315 રન પર ઓલઆઉટ થઇ ગઇ હતી. ડેવિડ વોર્નરે 122 રન બનાવ્યા હતા.

વોર્નરની આ વર્લ્ડ કપમાં ત્રીજી સદી
વોર્નરે આ વર્લ્ડ કપમાં ત્રીજી અને કરિયરની 17મી સદી ફટકારી છે. તે 122 રન બનાવી આઉટ થયો હતો. વોર્નરે છઠ્ઠી વખત 50+ રનનો સ્કોર કર્યો છે. તેણે એલેક્સ કેરીની સાથે 5મી વિકેટ માટે 108 રનની ભાગીદારી કરી હતી. કેરી 85 રન બનાવીને આઉટ થયો હતો.

તાહિર અને ડુમિનીની છેલ્લી વનડે
ઇમરાન તાહિર અને ડેપી ડુમિનીએ વનડે ક્રિકેટથી સંન્યાસ લીધો છે. તાહિર આ વર્લ્ડ કપમાં 9 મેચ રમ્યો છે. તેણે 11 વિકેડ લીધી છે. તે ક્રિસ મોરિસ બાદ ટીમનો બીજો સૌથી સફળ બોલર બન્યો છે. તાહિરે 106 વનડેમાં 172 વિકેટ લીધી છે. બીજી તરફ ડપી ડુમિનીએ આ મેચમાં 14 રન બનાવ્યા. તેણે એક કેચ પણ કર્યો હતો. ડુમિનીએ આ વર્લ્ડ કપમાં ત્રણ મેચમાં 59 રન બનાવ્યા અને એક વિકેટ લીધી છે. તેણે દક્ષિણ આફ્રિકા માટે 198 વનડેમાં 5103 રન બનાવ્યા છે. ડુમિનીએ 59 વિકેટ પણ લીધી છે.

ઓસ્ટ્રેલિયાના કેપ્ટન ફિંચે 3 રન જ બનાવ્યા
કેપ્ટન એરોન ફિંચ 3 રન બનાવી આઉટ થઇ ગયો હતો. તેને ઇમરાન તાહિરે માર્કરામના હાથે કેચ આઉટ કરાવ્યો. સ્ટીવ સ્મિથ 7 રન જ બનાવી શક્યો. તેને પ્રીટોરિયસે પેવેલિયન પરત મોકલ્યો. માર્ક્સ સ્ટોઇનિસ 22 રન બનાવી આઉટ થયો. ગ્લેન મેક્સવેલ 12 બનાવી રબાડાના બોલ પર ડીકોકના હાથે કેચ આઉટ થયો.

ડીકોકે આ વર્લ્ડ કપમાં તેની ત્રીજી અર્ધસદી ફટકારી
ફાફ ડુપ્લેસિસે આ વર્લ્ડ કપમાં પહેલી સદી ફટકારી છે. ડુપ્લેસિસે ત્રીજી વિકેટ માટે ડુસેનની સાથે 151 રનની ભાગીદારી કરી હતી. પોતાની છેલ્લી વનડે રમી રહેલા જેપી ડુમિની 14 રન બનાવી પેવેલિયન પરત ફર્યો હતો. આ પહેલા ક્વિન્ટન ડીકોકે આ વર્લ્ડ કપમાં તેની ત્રીજી અર્ધસદી ફટકારી છે. તે 52 રન બનાવી પેવેલિયન પરત ફર્યો હતો. એડન માર્કરામ 34 રન બનાવી આઉટ થયો. તેને નાથન લિયોને એલેક્સ કેરીના હાથે સ્ટંપ આઉટ કરાવ્યો. માર્કરામ અને ડીકોકે પ્રથમ વિકેટ માટે 79 રનની ભાગીદારી કરી હતી.

જુઓ Live TV:-

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news