નવી દિલ્હીઃ મુંબઈ ઈન્ડિયન્સ ટીમના કેપ્ટન રોહિત શર્માનું બેટ આઈપીએલમાં શાંત રહ્યું છે. તેની બેટિંગ એવરેજ આ વાતનો પૂરાવો આપી રહી છે. રોહિતે બેટથી આઈપીએલમાં 10 મેચ રમી છે અને 184 રન બનાવ્યા છે. એટલે કે તેની બેટિંગ એવરેજ 18.40ની છે. આ એવરેજ તેની આઈપીએલની દરેક સીઝનમાં સૌથી ખરાબ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રોહિતની પાછલી આઈપીએલ સીઝન પણ સામાન્ય રહી હતી. ત્યારે તેણે 14 મેચમાં 268 રન બનાવ્યા હતા. ત્યારે રોહિતની એવરેજ 19.14ની રહી હતી. એટલે કે એવરેજની દ્રષ્ટિએ જોવામાં આવે તો રોહિતે ખરાબ દિવસો જોવાનો વારો આવ્યો છે. અહીં ધ્યાન રાખવા જેવી વાત છે કે રોહિત 2008થી સતત આઈપીએલ રમી રહ્યો છે. પરંતુ તેની આટલી ખરાબ બેટિંગ એવરેજ ક્યારેય રહી નથી. 


રોહિતની છેલ્લી પાંચ મેચ
રોહિત શર્મા છેલ્લી બે મેચમાં તો ખાતું પણ ખોલાવી શક્યો નથી અને 0 પર આઉટ થયો હતો. આ પહેલા તેણે ત્રણ ઈનિંગમાં 3, 2 અને 44 રન બનાવ્યા હતા. એટલે કે છેલ્લી પાંચ ઈનિંગમાં તે માત્ર 49 રન બનાવી શક્યો છે. રોહિત આઈપીએલમાં 16મી વખત શૂન્યના સ્કોર પર આઉટ થયો હતો. 


આ પણ વાંચોઃ WTC Final માં ઉતરશે ભારતની આ Playing 11! સિલેક્શનમાં રોહિતે રમી છે મોટી ચાલ


દરેક વાતમાં રોહિત પાછળ
રોહિત શર્માએ આઈપીએલ કરિયરમાં કુલ 237 મેચ રમી છે. જેમાં તેણે 6063 રન બનાવ્યા છે. તેનો સર્વાધિક સ્કોર 109* છે. તો તેની બેટિંગ એવરેજ 29.72ની છે. તેની ઓવરઓલ સ્ટ્રાઇક રેટ 129.80ની રહી છે. આ વખતે તેની સ્ટ્રાઇક રેટ 126.90ની છે, જે પહેલાની તુલનામાં ઓછી છે. 


ચેન્નઈ વિરુદ્ધ જ્યારે રોહિત 0 પર આઉટ થયો તો પૂર્વ ભારતીય કેપ્ટન શ્રીકાંત શર્માએ રોહિત શર્માને નોહિટ શર્મા કહી દીધો. શ્રીકાંતે કહ્યુ કે રોહિતે તેનું નામ બદલીને નોહિટ શર્મા કરી લેવું જોઈએ. શ્રીકાંતે ત્યારબાદ કહ્યું કે જો તે કેપ્ટન હોય તો રોહિતને પ્લેઇંગ ઇલેવનમાંથી બહાર કરી દેત.


ગાવસ્કરે આપી હતી આરામની સલાહ
રોહિતનું વર્તમાન જોઈને ઘણા ક્રિકેટ નિષ્ણાંતો તેને સલાહ આપી ચુક્યા છે. સુનીલ ગાવસ્કરે પાછલા દિવસોમાં કહ્યુ હતુ કે રોહિતે આઈપીએલમાંથી બ્રેક લેવો જોઈએ. ગાવસ્કરે કહ્યુ હતું કે જો તે આઈપીએલમાંથી બ્રેક લે તો નવી એનર્જી સાથે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઇનલમાં ઉતરી શકે છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube