IPL 2019: સાત વર્ષ બાદ પ્લેઓફમાં દિલ્હી, કેપ્ટને કહ્યું, સારો અનુભવ
દિલ્હીએ રવિવારે ફિરોઝશાહ કોટલા મેદાન પર રમાયેલી આઈપીએલ મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગલોરને 16 રનથી હરાવીને સાત વર્ષ બાદ પ્લેઓફમાં પોતાનું સ્થાન પાક્કુ કર્યું છે.
નવી દિલ્હીઃ ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ)ની 12 સિઝનમાં પોતાનું સ્થાન પાક્કુ કરી ચુકેલી દિલ્હી કેપિટલ્સના કેપ્ટન શ્રેયર અય્યરે કહ્યું કે, ટીમ આ લયને આગળ જાળવી રાખવા ઈચ્છશે. દિલ્હીએ રવિવારે ફિરોઝશાહ કોટલા મેદાન પર રમાયેલી મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગલોરને 16 રને હરાવીને સાત વર્ષ બાદ પ્લેઓફમાં સ્થાન મેળવ્યું છે.
અય્યરે મેચ બાદ કહ્યું, અમે ટૂર્નામેન્ટની બાકીની મેચમાં પણ આ લય જાળવી રાળવા ઈચ્છીશું અને આ ઉર્જાની સાથે રમીશું. ટૂર્નામેન્ટ શરૂ થતાં પહેલા અમને અન્ડરડોગ સમજવામાં આવતા હતા. અમે દરેક મેચ શરૂ થયા પહેલા ખુદ પણ આ પ્રકારે વિચારતા હતા.
દિલ્હી, ચેન્નઈ સુપર કિંગ્સ બાદ પ્લેઓફમાં પહોંચનારી બીજી ટીમ બની ગઈ છે. તેણે કહ્યું, આ ખુબ સારો અનુભવ છે. ટૂર્નામેન્ટ શરૂ થતાં પહેલા અમે પ્લેઓફમાં ક્વોલિફાઇ કરવા ઈચ્છતા હતા. તેવામાં તે જાણીને ઘણો સંતોષ મળ્યો કે અમે ક્વોલિફાઇ કરી લીધું છે.
વિનેશ ફોગાટ, બજરંગ પૂનિયા, હિના સિદ્ધૂ, અંકુર મિત્તલને ખેલ રત્ન આપવાની ભલામણ
કેપ્ટને આ સાથે કહ્યું, તે ખૂબ મહત્વપૂર્ણ છે કે અમે અમારા બોલરોને પોતાનું કામ કરવા દઈએ અને વધુ તેમાં દખલ ન આપીએ. બેટ્સમેનો પણ પણ આ લાગૂ થાય છે. મેચમાં દરેક બધાએ પોતાની ભૂમિકા ભજવી છે અને ટીમને આગળ લઈને ગયા છે.