નવી દિલ્હીઃ સોમવારે આઈપીએલમાં રાજસ્થાન રોયલ્સ અને કિંગ્સ ઈલેવન પંજાબ વચ્ચે રમાયેલા મેચમાં 'માંકડિંગ' આઉટ ચર્ચાનો વિષય બની ગયો છે. જયપુરના સવાઈ માન સિંહ સ્ટેડિયમમાં રમાયેલા આ મેચમાં પંજાબના કેપ્ટન રવિચંદ્રન અશ્વિને રોયલ્સના બેટ્સમેન જોસ બટલરને આઉટ કર્યો હતો. મેચ બાદ અશ્વિને તેના પર પોતાની સફાઇ આપતા કહ્યું કે, જે પણ થયું તે રણનીતિનો ભાગ ન હતો અને પરિસ્થિતિ સાથે આમ થયું હતું. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પરંતુ અશ્વિનની આ હરકતથી રોયલ્સના કેપ્ટન અંજ્કિય રહાણે, મુખ્ય કોચ પૈડી ઉપ્ટન અને બ્રાન્ડ એમ્બેસેડર શેન વોર્ન નારાજ દેખાયા હતા. તેમણે આ ઘટનાને ખેલ ભાવનાથી વિરુદ્ધ માની છે. સોશિયલ મીડિયા સહિત ક્રિકેટના દિગ્ગજો પણ આ રનઆઉટ પર મિશ્રિત પ્રતિક્રિયાઓ આપી રહ્યાં છે. 


ક્રિકેટના ઈતિહાસમાં 9 બેટ્સમેન થયા માંકડ રન આઉટ, 72 વર્ષ જૂની છે રીત


આ વચ્ચે મામલોને ઉગ્ર થતો જોતા ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (બીસીસીઆઈ)એ અશ્વિનને કહ્યું કે, કેપ્ટને રમતની મર્યાદા જાળવી રાખવી જોઈએ. બોર્ડે આ મામલા પર કહ્યું કે, મેચ અધિકારી આ ઘટના પર પોતાની જવાબદારી નિભાવવામાં નિષ્ફળ રહ્યાં છે. 


માંકડિંગ પર શેન વોર્ન બોલ્યો- અશ્વિનની હરકત શરમજનક અને નિરાશાજનક


ન્યૂઝ એજન્સી આઈએએનએસ સાથે વાત કરતા બોર્ડના એક સીનિયર અધિકારીએ કહ્યું, મેદાન પર કોઈ બેટ્સમેનને આઉટ કરવા માટે માત્ર ક્રિકેટ સ્કિલનો ઉપયોગ થવો જોઈએ. જે લોકો આ રમતને જોઈ રહ્યાં છે અને તેમાંથી શીખી રહ્યાં છે, તેને પણ યોગ્ય સંદેશ મળે. 


IPLમાં 'માંકડિંગ' કરવાનું નથી, ધોની-કોહલીની બેઠકમાં થયું હતું નક્કીઃ રાજીવ શુક્લા

આ અધિકારીએ કહ્યું, મેચના અધિકારી આ મામલાને યોગ્ય રીતે ઉકેલવામાં નિષ્ફળ રહ્યાં છે. જો નિયમોને યોગ્ય રીતે ઓળખવામાં આવ્યા હોત તો અહીં બટલરને નોટઆઉટ આપવામાં આવ્યો હોત. અશ્વિને તે પણ સમજવું જોઈએ કે નિયમ અને રમતની મર્યાદાને એક સાથે મગજમાં રાખીને આગળ વધવું જોઈએ. 



IPL 2019: અશ્વિન બોલ્યો- ખેલ ભાવના કેવી, ક્રિકેટના નિયમો પર વિચાર કરો


બોર્ડના આ અધિકારીએ કહ્યું, એક ખેલાડી પાસે તેની રમતના માધ્યમથી બીજાને પ્રભાવિત કર કરવાની અપેક્ષા રાખવામાં આવે છે, પોતાના ખરાબ વ્યવહારથી નહીં. જો કોઈ બેટ્સમેન લાભ લેવાનો પ્રયત્ન કરી રહ્યો છે તો તેનો એક જેન્ટલમેનની જેમ યોગ્ય રીતે ઉકેલ લાવવો જોઈએ. સ્પર્ધા કરવી સારી છે પરંતુ તેમાં રમતના માપદંડ અને મર્યાદાને પણ બનાવી રાખવી જરૂરી છે.