ઢાકાઃ બાંગ્લાદેશ ક્રિકેટ ટીમના કેપ્ટન મુશરફે મુર્તઝા શુક્રવારે ઈજાને કારણે શ્રીલંકાના પ્રવાસમાંથી બહાર થઈ ગયો છે. મુર્તજાની ગેરહાજરીમાં અનુભવી ઓપનિંગ બેટ્સમેન તમીમ ઇકબાલ આ મહત્વના પ્રવાસમાં ટીમની કમાન સંભાળશે. ક્રિકઇન્ફો અનુસાર મુર્તઝાને શ્રીલંકાના પ્રવાસ માટે રવાના થતા પહેલા હેમસ્ટ્રિંગની સમસ્યા થઈ જેથી તે ટીમમાંથી બહાર થઈ ગયો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઓલરાઉન્ડર મોહમ્મદ સૈફુદ્દીન પણ પીઠની ઈજાને કારણે ટીમનો ભાગ હશે નહીં. ફાસ્ટ બોલર તકસીન અહમદ અને ઓલરાઉન્ડર ખેલાડી ફરહાદ રજા બંન્ને ઈજાગ્રસ્ત ખેલાડીઓની જગ્યા લેશે. આ બે ખેલાડીઓ ઈજા થવાનો અર્થ છે કે બાંગ્લાદેશની ટીમ શ્રીલંકાના પ્રવાસ પર તે ચાર ખેલાડીઓ વિના જશે જે વિશ્વકપ રમનારી ટીમમાં હતા. 


બાંગ્લાદેશના સીનિયર ફિઝિશિયર ડો. દેવાશીષ ચૌધરીએ કહ્યું, 'આ વારં-વાર થતી ઈજા છે જે સામાન્ય થતાં લગભગ ત્રણથી ચાર સપ્તાહ લાગી શકે  છે. તેથી મુર્તજાને એક મહિના માટે રમત ગતિવિધિઓમાં ભાગ લેવા માટે ના પાડવામાં આવી છે. બંન્ને ટીમો વચ્ચે સિરીઝની પ્રથમ વનડે મેચ 26 જુલાઈથી કોલંબોમાં રમાશે.'


વાંચો સ્પોર્ટ્સના અન્ય સમાચાર