SL vs SA: વિશ્વકપ મેચ દરમિયાન મધમાખીઓનો હુમલો, મેદાન પર સુઈ ગયા ખેલાડી
દક્ષિણ આફ્રિકા અને શ્રીલંકા વચ્ચે રમાઇ રહેલી મેચમાં ખેલાડી અચાનકથી 48મી ઓવરમાં મેદાન પર લોટી ગયા હતા.
ચેસ્ટર લી સ્ટ્રીટઃ આઈસીસી વિશ્વ કપ-2019માં શુક્રવારે રિવરસાઇડ મેદાન પર દક્ષિણ આફ્રિકા અને શ્રીલંકા વચ્ચે રમાઇ રહેલી મેચમાં ખેલાડી અચાનક 48મી ઓવરમાં મેદાન પર સુઈ ગયા હતા. હકીકતમાં આ દરમિયાન અચાનકથી મધમાખીઓનું ટોળુ મેદાન પર આવી ગયું, જેથી બધા ખેલાડી પરેશાન થયા અને પોતાને બચાવવા મેદાન પર લોટી ગયા હતા.
આવી હરકત જોઈને સ્ટેન્ડમાં બેઠેલા દર્શકો પણ હસવા લાગ્યા. મેચ થોડીવાર માટે રોકવામાં આવી અને ફરી શરૂ કરવામાં આવી હતી.
આ પહેલા પણ આવી ઘટના બની ચુકી છે જ્યારે મધમાખીઓ મેદાનમાં આવી પહોંચી હોય અને ખેલાડી પોતાને બચાવવા માટે મેદાન પર લોટવા મજબૂર થયા હોય.
203 રનમાં ઓલઆઉટ
દક્ષિણ આફ્રિકાએ શુક્રવારે રિવરસાઇડ ગ્રાઉન્ડ પર રમાઇ રહેલી આઈસીસી વિશ્વ કપ-2019ની મેચમાં શ્રીલંકાને મોટો સ્કોર કરતા રોડ્યુ હતું. ડ્વાયન પ્રીટોરિયરની આગેવાનીમાં આફ્રિકન બોલરોએ શ્રીલંકાને 49.3 ઓવરમાં 203 રન પર ઓલઆઉટ કરી દીધું હતું.