દુબઈઃ ભારતીય વાઇસ કેપ્ટન સ્મૃતિ મંધાનાને સોમવારે આઈસીસીએ વર્ષની મહિલા ક્રિકેટર અને વર્ષની મહિલા વનડે પ્લેયર પસંદ કરી છે. ડાબોડી પ્રતિભાશાળી બેટ્સમેન મંધાનાએ વર્ષની મહિલા ક્રિકેટર બનવા પર ચારેલ હેયો ફ્લિંટ એવોર્ડ જીત્યો છે. તેણે 2018મા 12 વનડે આંતરરાષ્ટ્રીય મેચોમાં 669 રન અને 25 ટી20 આંતરરાષ્ટ્રીય મેચોમાં 622 રન બનાવ્યા છે. વનડેમાં તેણે 66.90ની એવરેજથી રન બનાવ્યા જ્યારે ટી20માં તેની સ્ટ્રાઇક રેટ 130.67 રહી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મંધાનાએ વેસ્ટ ઈન્ડિયમાં મહિલા વર્લ્ડ ટી20મા ભારતને સેમીફાઇનલમાં પહોંચાડવામાં મહત્વની ભૂમિકા અદા કરી હતી. તેણે આ ટૂર્નામેન્ટમાં 5 મેચોમાં 125.35ની એવરેજથી 178 રન બનાવ્યા હતા. આઈસીસીએ એક નિવેદનમાં કહ્યું, તે હજુ વનડે રેન્કિંગમાં ચોથા અને ટી20 રેન્કિંગમાં 10મા સ્થાને છે. મંધાના ફાસ્ટ બોલર ઝુલન ગોસ્વામી બાદ આઈસીસી પુરસ્કાર જીતનાર માત્ર બીજી ભારતીય મહિલા ક્રિકેટર છે. 


Flashback 2018: કોહલી ટેસ્ટ-વનડેમાં ટોપ સ્કોરર, રોહિતે સતત બીજા વર્ષે ફટકારી સૌથી વધુ સિક્સ


ઓસ્ટ્રેલિયાની ઓપનર અને વિકેટકીપર એલિસા હીલીને આઈસીસીની વર્ષની 20 આંતરરાષ્ટ્રીય મહિલા ખેલાડી પસંદ કરવામાં આવી છે. તેણે મહિલા વિશ્વ ટી20ના 6 મેચોમાં 225 રન બનાવ્યા હતા. ઈંગ્લેન્ડની 19 વર્ષીય સ્પિનર સોફી એક્લેસટોનને વર્ષની ઇમેજિંગ ખેલાડી પસંદ કરવામાં આવી છે. તેણે 9 વનડેમાં 18 વિકેટ અને 14 ટી20 આંતરરાષ્ટ્રીયમાં 17 વિકેટ ઝડપી છે.