Virat Kholi Video Viral: અફઘાનિસ્તાન સામેની ટી-20 મેચમાં જોવા મળ્યું કોહલીનું વિરાટ સ્વરૂપ. બેટરે પાવર હિટવાળો શોર્ટ ફટકાર્યો અને બાઉડ્રી લાઈનની પાર ગયો બોલ. પણ બોલ હવામાં હતો ત્યાં તો હવામાં બોલ સાથે ઉડતો જોવા મળ્યો વિરાટ કોહલી. હવામાં ઉડીને વિરાટ કોહલીએ બોલને બાઉડ્રી પારથી હવામાં જ ગ્રાઉન્ડની અંદર ધકેલી દીધો અને જે કાયદેસર છગ્ગો જવાનું નક્કી જ હતું એ છગ્ગાને અદભુત પ્રયાસ કરીને રોકી લીધો. હવામાં ઉડાતા કોહલી અને તેના આ વિરાટ કરતબને જોઈને ડગઆઉટમાં બેસેલી આખી અફઘાનિસ્તાનની ટીમ ઉભી થઈ ગઈ, બેટરો, બોલર, અમ્પાયર અને દર્શકો સૌ કોઈ જોતા જ રહી ગયાં. હાલ સોશિયિલ મીડિયામાં વાયુવેગે વાયરલ થઈ રહ્યો છે આ વીડિયો.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઉલ્લેખનીય છેકે, આ મેચમાં પહેલાં બેટિંગ કરવા ઉતરેલી ટીમ ઈન્ડિયાએ અફઘાનિસ્તાનના બોલરોને બરાબરના ધોઈ નાંખ્યા હતાં. જેમાં કેપ્ટન રોહિત શર્માએ વિસ્ફોટક સદી ફટકારી હતી અને તેની સાથે રિંકુ સિંહે શાનદાર બેટિંગ કરી હતી. જોકે, આ મેચમાં વિરાટ કોહલી માત્ર 0 રન પર જ આઉટ થઈ ગયો હતો. તેમ છતાં વિરાટ કોહલીએ પોતાની શાનદાર ફિલ્ડિંગથી કરોડો ક્રિકેટ ચાહકોના દિલ જીતી લીધાં. વિરાટ કોહલીએ રીતસર હવામાં ઉડીને બાઉડ્રીની પાર ગયેલાં છગ્ગાને હવામાં જ રોકીને બોલ પાછો ગ્રાઉન્ડમાં ધકેલી પોતાની ટીમ માટે 5 રન બચાવ્યાં. એકવાર બાઉડ્રી પર ગયેલો બોલ હવામાં જ કઈ રીતે પાછો ગ્રાઉન્ડમાં આવી જાય કોહલીની એ કરામત જોવા માટે તમારે આ વીડિયો એકવાર જોવો પડશે. જેને દેશ અને દુનિયાના કરોડો લોકો વારંવાર જોઈ રહ્યાં છે.


બેંગલુરુમાં ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે રમાયેલી ત્રીજી T20 મેચ ઉત્સાહની તમામ હદો વટાવી ગઈ હતી. ટીમ ઈન્ડિયા 212 રન બનાવીને પણ મેચ જીતી શકી ન હતી અને અફઘાનિસ્તાને સ્કોર બરાબરી કરી લીધો હતો. આ પછી મેચનું પરિણામ એક નહીં પરંતુ બે સુપર ઓવર પછી આવ્યું. આ બધા વચ્ચે શૂન્ય પર આઉટ થવા છતાં વિરાટ કોહલી મેચમાં છવાયેલો રહ્યો.


અફઘાનિસ્તાન સામેની ત્રીજી T20માં ટીમ ઈન્ડિયાએ બે સુપર ઓવર બાદ જીત મેળવી હતી. આ મેચમાં રોહિત શર્માએ બેટથી વર્ચસ્વ જમાવ્યું હતું. સદી ફટકારવા ઉપરાંત તેણે સુપર ઓવરમાં પણ શાનદાર બેટિંગ કરી હતી પરંતુ તમને જણાવી દઈએ કે વિરાટ કોહલીએ એકપણ રન બનાવ્યા વિના પણ આ મેચ જીતવામાં મહત્વનું યોગદાન આપ્યું હતું. જો તે ત્યાં ન હોત તો કદાચ સુપર ઓવર ન થઈ હોત, જાણો કેવી રીતે?


ત્રીજી T20 મેચમાં ભારતીય કેપ્ટન રોહિત શર્માનો દબદબો રહ્યો હતો. રોહિતે પહેલા 69 બોલમાં 121 રન બનાવ્યા અને પછી બે સુપર ઓવરમાં 3 સિક્સ અને એક ફોર ફટકારી અને અંતે ટીમ ઈન્ડિયાએ મેચ જીતી લીધી. વિરાટ કોહલીની વાત કરીએ તો આ મેચમાં તે પહેલા જ બોલ પર 0 રને આઉટ થઈ ગયો હતો, છતાં બેંગલુરુમાં ટીમ ઈન્ડિયાની જીત અપાવવામાં તેનું ખૂબ મહત્વનું યોગદાન રહ્યું હતું.


વિરાટ કોહલીની શાનદાર ફિલ્ડિંગ-
વિરાટ કોહલી બેંગલુરુમાં બેટથી યોગદાન આપી શક્યો ન હતો પરંતુ તેની શાનદાર ફિલ્ડિંગ ટીમ ઈન્ડિયાને જીતના માર્ગ પર લઈ ગઈ હતી. વિરાટ કોહલીએ 17મી ઓવરમાં શાનદાર ફિલ્ડિંગ કરી હતી અને અફઘાનિસ્તાન બેટસમને દ્વારા ફટકારેલ સિક્સરને રોકી હતી, જેના કારણે મેચ ટાઈ થઈ હતી.


 



 


17મી ઓવરમાં કરીમ જનાતે વોશિંગ્ટન સુંદરની બોલ પર લોંગ ઓન પર મોટો શોટ રમ્યો હતો. બોલ 6 રનમાં જતો હોય તેવું લાગી રહ્યું હતું પરંતુ વિરાટ કોહલીએ યોગ્ય સમયે હવામાં કૂદકો માર્યો અને બોલને માત્ર કેચ જ નહીં કર્યો પરંતુ બાઉન્ડ્રી લાઈનની અંદર પણ ધકેલી દીધો. આ રીતે અફઘાનિસ્તાનને આ બોલ પર 6 રનને બદલે માત્ર એક રન મળ્યો હતો. સુંદરની આ ઓવરમાં માત્ર 5 રન આવ્યા અને ટીમ ઈન્ડિયાને એક વિકેટ પણ મળી. વિરાટ કોહલીએ માત્ર આ 6 રન પર જ રોકી ન હતી પરંતુ તેણે અવેશ ખાનના બોલ પર નજીબુલ્લાહ ઝદરાનનો શાનદાર કેચ પણ લીધો હતો અને પ્રથમ સુપર ઓવરમાં આ ખેલાડીએ ગુલબદ્દીન નાયબને પણ રનઆઉટ કર્યો હતો જે શાનદાર ફોર્મમાં હતો. તે સ્પષ્ટ છે કે વિરાટ કોહલીએ સાબિત કરી દીધું છે કે તમે માત્ર રન બનાવીને કે વિકેટ લઈને ક્રિકેટ મેચ જીતી શકતા નથી. તમે ફિલ્ડિંગના આધારે પણ તમારી ટીમને જીત અપાવી શકો છો. વિરાટ કોહલી આઈપીએલની મેચોમાં પણ આવા કરતબ ઘણીવાર કરી ચૂક્યો છે. કોહલીને દુનિયાના સેફેસ્ટ ફિલ્ડરોમાંથી એક માનવામાં આવે છે.