નવી દિલ્લીઃ દક્ષિણ આફ્રિકા સામેની  T20માં ભારતીય ટીમને બે મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે. ભારત પાંચ મેચની T20 શ્રેણીમાં 0-2થી પાછળ છે. આ સિરીઝમાં 3 એવા ખેલાડી છે, જેમને આયર્લેન્ડ પ્રવાસમાં કેન્સલ થઈ શકે છે..ભારત અને આયર્લેન્ડ વચ્ચે 26 જૂનથી 2 મેચની T20 સિરીઝ રમાશે. આવો એક નજર કરીએ કે કયાં 3 ખેલાડીઓ છે જેમને આયર્લેન્ડ પ્રવાસમાં કેન્સલ થઈ શકે છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

1) ઋતુરાજ ગાયકવાડ:
ઋતુરાજ ગાયકવાડે દક્ષિણ આફ્રિકા સામેની સિરીઝમાં ખાસ પ્રદર્શન કર્યું નથી... 25 વર્ષીય ઋતુરાજ ગાયકવાડને દક્ષિણ આફ્રિકા સામેની સીરીઝમાં પ્રથમ બે મેચમાં તક આપી હતી, પરંતુ તે ફ્લોપ સાબિત થયો છે. પ્રથમ ટી20 મેચમાં ઋતુરાજ ગાયકવાડ 23 રન અને બીજી ટી20 મેચમાં માત્ર 1 રન જ બનાવી શક્યો હતો. 


2) વેંકટેશ ઐયર:
ઓલરાઉન્ડર વેંકટેશ ઐયરનો આયર્લેન્ડ પ્રવાસ કેન્સલ થઈ શકે છે..જી હાં  હાર્દિક પંડ્યાની વાપસી બાદ આ ખેલાડી માટે ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ ઈલેવનમાં સામેલ થવું મુશ્કેલ માનવામાં આવે છે. દક્ષિણ આફ્રિકા સામેની વર્તમાન ટી20 સિરીઝમાં આ ખેલાડીને એક પણ મેચમાં તક આપવામાં આવી નથી. વેંકટેશ ઐયરના પ્રદર્શનથી ટીમ ઈન્ડિયામાં તેના સ્થાન પર સવાલો ઉભા થયા છે. 


3) આવેશ ખાન:
T20 સિરીઝીની બે મેચમાં અવેશ ખાનને ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ ઈલેવનમાં તક અપાઈ હતી. પરંતુ એક પણ વિકેટ ઝડપી ન હતી..અવેશ ખાનનો 26 જૂનથી શરૂ થનારા આયર્લેન્ડ પ્રવાસ પર પસંદગીકારો ડ્રોપ કરી શકે છે. જો અવેશ ખાનને આયર્લેન્ડ પ્રવાસમાં તક નહીં મળે તો આ ખેલાડીની કારકિર્દી મુશ્કેલીમાં આવી શકે છે.