61 run in 2 over chased: ઓસ્ટ્રિયા અને રોમાનિયા વચ્ચે ચાલી રહેલી આ મેચની વાત છે. આ ટી-10 કપ ચાી રહ્યો છે. રોમાનિયાએ પહેલાં બેટીંગ કરીને 10 ઓવરમાં 2 વિકેટ પર 167 રન બનાવ્યા હતા. જેના જવાબમાં ઓસ્ટ્રિયાએ 9.5 ઓવરમાં 175 રન ફટકારીને આ મેચ જીતી લીધી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જો કોઈ ટીમને 2 ઓવરમાં જીતવા માટે 61 રન જોઈએ તો તમે કઈ ટીમ પર દાવ લગાવશો. લોકોનો જવાબ હશે કે બોલિંગ કરવાવાળી ટીમ જીતી જશે એવું ભાગ્યે જ બને છે કે કોઈ ટીમ છેલ્લી 2 ઓવરમાં 60 રન બનાવને કોઈ મેચ જીતી લે...


ઑસ્ટ્રિયાએ આ કરી દેખાડ્યું છે. તેણે રોમાનિયા સામે માત્ર 11 બોલમાં 67 રન બનાવીને ચોગ્ગા છગ્ગાનો વરસાદ કરી દીધો હતો. ઓસ્ટ્રિયા અને રોમાનિયા વચ્ચે જે મેચની વાત કરવામાં આવી રહી છે તે જુલાઈમાં રમાઈ હતી. આ T10 મેચમાં રોમાનિયાએ પ્રથમ બેટિંગ કરતા 2 વિકેટે 167 રન બનાવ્યા હતા. આર્યન મોહમ્મદે 39 બોલમાં 104 રન બનાવ્યા હતા. મોહમ્મદ મોઇઝે 14 બોલમાં 42 રન બનાવ્યા હતા.


જવાબમાં ઓસ્ટ્રિયાની ટીમે સારી શરૂઆત કરી હતી પરંતુ તે રન રેટમાં પાછળ જોવા મળી હતી, આઠ ઓવરના અંતે તેનો સ્કોર 3 વિકેટે 107 રન હતો. આ સમયે ઓસ્ટ્રિયાને છેલ્લી બે ઓવરમાં જીતવા માટે 61 રનની જરૂર હતી. કેપ્ટન આકિબ ઈકબાલ અને ઈમરાન આસિફ ક્રિઝ પર ટાર્ગેટ અશક્ય હતો પરંતુ આકિબ ઈકબાલ અને ઈમરાન આસિફે તેને જીતમાં ફેરવી દીધો હતો. 
 



 


મનમીત કોલીએ ઑસ્ટ્રિયાની ઇનિંગ્સની નવમી ઓવર ફેંકી હતી, જેમાં આકિબ અને ઈમરાને 41 રન બનાવ્યા. કોલીએ આ ઓવરમાં બે નો બોલ અને બે વાઈડ ફેંક્યા જેનો પૂરો ફાયદો ઓસ્ટ્રિયાને મળ્યો હતો. આકીબ ઈકબાલે આ ઓવરમાં 4 સિક્સ અને 2 ફોર ફટકારી હતી.


હવે ઓસ્ટ્રિયાને છેલ્લી ઓવરમાં 20 રનની જરૂર હતી. સી. ફર્નાન્ડો બોલિંગ કરવા માટે આવ્યો હતો. આકીબ ઈકબાલે આ ઓવરમાં પણ 4 સિક્સ ફટકારી અને પોતાની ટીમને જીત તરફ લઈ ગઈ ગયો હતો. આકિબ ઈકબાલ 19 બોલમાં 72 રન બનાવીને અણનમ રહ્યો હતો. ઈમરાન આસિફે 12 બોલમાં 22 રનની અણનમ ઈનિંગ રમી હતી.