SRH vs RCB Match Preview: આઇપીએલ 2022 (IPL 2022) ની 54મી મેચ સનરાઇઝર્સ હૈદ્રાબાદ (SRH) અને રોયલ ચેલેંજર્સ બેંગ્લોર (RCB) વચ્ચે મુંબઇ વાનખેડે સ્ટેડિયમમાં રવિવારે બપોરે 3:30 વાગ્યાથી ખુલી જશે. સનરાઇઝર્સ હૈદ્રાબાદની ટીમ આ મેચમાં હારનો સિલસિલો તોડવા માંગશે. ટીમને પાછળના ત્રણ મુકાબલામાં હારનો સામનો કરવો પડ્યો છે. બીજી તરફ બેંગલોરે ગત મુકાબલામાં જીત નોંધાવી હતી. ટીમ આ મેચમાં પણ જીત નોંધાવીને પ્લેઓફની રેસમાં આગળ વધવા માંગશે.  


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સનરાઇઝર્સના મુખ્ય સ્પિનર વોશિંગ્ટન સુંદરના બોલીંગવાળા હાથે ફરી ઇજા પહોંચી છે જ્યારે ચેન્નઇ વિરૂદ્ધ મેચમાં ફાસ્ટ બોલર ટી નરરાજન ઇજાગ્રસ્ત થયા હતા. બંને દિલ્હી કેપિટલ્સના વિરૂદ્ધ રમી શક્યા ન હતા જેથી દિલ્હીની ટીમે 200 થી વધુ રન બનાવી લીધા હતા. માર્કો જાનસેનને ટીમમાંથી બહાર કરવામાં આવ્યા હતા પરંતુ હવે ટોમ મૂડી તેમને ફરીથી તક આપવા માંગે છે કારણ કે આરસીબી વિરૂદ્ધ ગત મેચમાં તેમને કહેર વર્તાવ્યો હતો. ફાસ્ટ બોલર ઉમરાન મલિકની ધોલાઇ કરી હતી. 

Oops Moment Video: હવાના ઝોંકાથી ઉડ્યો રૂબીનાનો ડ્રેસ, માંડ માંડ સંભાળ્યો તો પણ...


વિરાટ વિલિયમસન પર નજર
આ મેચમાં ખરાબ ફોર્મ સામે ઝઝૂમી રહેલી દુનિયાના બે દિગ્ગજ બેટ્સમેન વિરાટ કોહલી અને કેન વિલિયમસન પર પર બધાની નજર રહેશે. કોહલી અને વિલિયમસન બંને આ સિઝનમાં અપેક્ષા અનુરૂપ પ્રદર્શન કરી રહ્યા નથી. કોહલીએ 11 મેચોમાં 21.60 ની સરેરાશથી ફક્ત 216 રન બનાવ્યા છે, જ્યારે સનરાઇઝર્સના કેપ્ટન વિલિયમસને 10 મેચમાં 22.11 ની સરેરાશથી 199 રન જ બનાવ્યા છે. કોહલીએ ગુજરાત ટાઇટન્સ વિરૂદ્દહ ફિફ્ટી બનાવીને ફોર્મમાં પરત ફરવાના સંકેત આપ્યા હતા, પરંતુ ગત મેચમાં ચેન્નઇ સુપર કિંગ્સ વિરૂદ્ધ કોઇ કમાલ કરી શકયા ન હતા. 

Trending: હાઉસિંગ સોસાયટીએ લિફ્ટની સામે લગાવી આવી નોટીસ, સોશિયલ મીડિયા પર મચી ગઇ બબાલ


બંને સંભવિત પ્લેઇંગ 11: 
રોયલ ચેલેંજર્સ બેંગ્લોર:
વિરાટ કોહલી, ગ્લેન મૈક્સવેલ, મોહમંદ સિરાઝ, ફાફ ડુપ્લેસી (કેપ્ટન), વાનિંદુ હસરંગા, દિનેશ કાર્તિક, જોશ હેઝલવુડ, શાહબાઝ અહમદ, અનુજ રાવત, આકાશ દીપ, સુયશ પ્રભુ દેસાઇ


સનરાઇઝર્સ હૈદ્રાબાદ: કેન વિલિયમસન (કેપ્ટન), અભિષેક શર્મા, રાહુલ ત્રિપાઠી, એડન માર્કરામ, નિકોલસ પૂરન, શશાંક સિંહ, માર્કો યાનસન, શ્રેયસ ગોપાલ, ભુવનેશ્વર કુમાર, ઉમરાન મલિક, ટી નટરાજન. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube